ટામેટા આપણા ભોજનનો મહત્વનો હિસ્સો છે.કાચા ટામેટાંને સલાડના રૂપમાં, શાકભાજી સ્વવરૂપે અથવા કોઈપણ રૂપે તેનું સેવન કરી શકો છો. તેમાંથી વિટામીન એ બી તથા સી ત્રણે મળે છે. ટામેટાંમાં પોષક તત્ત્વો પુષ્કળ હોવાથી શાકભાજી તેમજ ફળ તરીકે શ્રેષ્ઠ ગણાય છે.ટામેટાં ખાટાં, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર અને રક્તને શુદ્ધ કરનાર છે.
ટામેટાના સેવનથી લોહીના રક્તકણોનું પ્રમાણ વધે છે. આથી શરીરની ફીક્કાશ દુર થાય છે.ટામેટાં સારક હોવાથી કબજીયાત દુર થાય છે.
ટામેટા ખાવાથી સ્કીન ચમકે છે. તમે આ જીવન યુવાન રહો છો, તેમજ મેદ ઘટે છે.તે એસીડીટી, ગેસ, મેદસ્વીતા, લોહીની સમસ્યા,કબજીયાત, હરસ અને પાંડુરોગ જેવા રોગ દુર કરે.ટામેટાંમાં લોહતત્વની માત્રા દૂધની સરખામણીએ બેગણી અને ઈંડાની તુલનાએ પાંચગણી હોય છે.
ટામેટાંનો ઉપયોગ શાક બનાવવામાં કરવામાં આવે છે અને એ સલાડ , સૂપ અને ચટણી તરીકે પણ ખાવામાં આવે છે. ટામેટામાં હાજર ગુણ એને વધારે ગુણકારી બનાવે છે અને એ ખાવાથી ઘણા ખતરનાક રોગોનો ઉપચાર પણ થઇ જાય છે.
એસીડીટીની સમસ્યાથી છુટકારો મેળવવામાં ટામેટા મદદગાર સાબિત થાય છે અને એ ખાવાથી એસિડિટીથી પણ છુટકારો મળી જાય છે. ટામેટામાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન હાજર હોય છે કે જે પેટમાં એસીડીટી થતા અટકાવે છે.
ટામેટાનું સેવન કરવું આંખો માટે પણ ગુણકારી હોય છે અને એ ખાવાથી આંખો એકદમ દુરુસ્ત રહે છે. એમાં એવું છે કે ટામેટાની અંદર વિટામિન એ મળે છે અને વિટામિન એ આપણી આંખો માટે ઘણું જ ફાયદાકારક હોય છે. માટે જે લોકોને આંખોને રોશની ઓછી હોય એમણે ટામેટાનું સેવન કરવું જોઈએ. ટામેટાનું સૂપ પીવાથી આંખો સ્વસ્થ રહે છે. ટામેટાનું સૂપ તૈયાર કરવું ઘણું જ સરળ છે. એના માટે બસ બે ટામેટા ઉકાળી લો અને પછી એને મિક્સીમાં પીસી લેવું. પીસ્યા પછી તમારે એને ગાળી લેવું અને એના રસને ઘી માં ફ્રાય કરી લો. તૈયાર છે ટામેટાનું સૂપ અને તમારે અઠવાડિયામાં 4 વાર આ સૂપ પીવું જોઈએ.
ટામેટાનો પ્રયોગ કરીને ચમકદાર ત્વચા પણ મેળવી શકાય છે. ચમકદાર ત્વચા મેળવવા માટે તમારે ટામેટાનો રસ ચહેરા પર લગાવી લેવો અને 15 મિનિટ પછી પોતાનો ચહેરો ધોઈ લેવો. તમે ઈચ્છો તો ટામેટાના રસની અંદર મધ પણ ઉમેરી શકો છો. ટામેટા અને મધને એક સાથે ચહેરા પર લગાવવાથી ત્વચામાં નીખાર આવે છે સાથે જ ત્વચા મુલાયમ પણ થઇ જાય છે.
ટામેટા ખાવાથી શ્વાસનળી પર સારી અસર થાય છે અને શ્વાસનળી એકદમ સાફ રહે છે. શ્વાસનળી સાફ રહેવાથી ખાંસી અને લાળ જેવી બીમારીઓથી શરીરની રક્ષા થાય છે.
ટામેટાનો રસ પીવાથી પેટના કીડા મરી જાય છે. માટે લોકો જે લોકોને પેટમાં કીડા થવાની શક્યતા રહેતી હોય એમણે ટામેટાનો રસ પીવો જોઈએ. રોજ સવારે ખાલી પેટ ટામેટાનો રસ પીવાથી એક અઠવાડિયામાં જ પેટના કીડા મળી જશે. તમારે બસ એક ટામેટાને પીસી લેવું અને એનો રસ કાઢી લેવો અને એ રસમાં કાળા મરી પાવડર નાખવું, આ રસ સતત એક અઠવાડિયું પીવું.
ટામેટાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે. એ ખાવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રાખી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ નિયમિત રીતે જો ટામેટા ખાય છે તો એમનું શુગર નિયંત્રણમાં રહે છે અને વધતું નથી. ડાયાબિટીસથી ગ્રસ્ત લોકોએ રોજ એક ટામેટાનું સેવન કરવું જોઈએ. તમે ઈચ્છો તો એને સૂપ અથવા તો સલાડ રૂપે પણ ખાઈ શકો છો.
ટામેટામાં આયર્નની માત્રા વધુ પ્રમાણમાં હોય છે, ટામેટાંમાં આયર્નની માત્રા ઈંડામાં હોય એના કરતાં પાંચ ગણી વધારે હોય છે, એક ગ્લાસ ટામેટાનો રસ પીવાથી લોહીની ઉણપ દૂર થાય છે.
જે લોકોને કબજિયાતની તકલીફ હોય અને પેટ સાફ ન આવતું હોય એ લોકોએ સવારે કાચો ટામેટો ખાવો જોઈએ, ટામેટો ખાવાથી આંતરડાને તાકાત મળે છે, આંતરડામાં ઘાવ હોય તો દૂર થાય છે અને પાચનશક્તિમાં સુધારો કરે છે, ટામેટાંનો ઉપયોગ કરવાથી કબજિયાત નો પ્રશ્ન રહેતો નથી.
જે લોકોના મોઢામાં વારંવાર ચાંદા પડતા હોય એ લોકોએ ટામેટા વધુ ખાવા જોઈએ, મોઢામાં પડતા ચાંદા માટે ટામેટા એક દવાનું કામ કરે છે, ટામેટાના રસને પાણીમાં મિક્સ કરીને એના કોગળા કરવાથી ચાંદા ઠીક થઈ જાય છે.
ટામેટામા વિટામીન K અને કેલ્સિયમ હોવાના કારણે હાડકા મજબુત બને છે અને સંધની તકલીફોમા રાહત મળે છે.કાચા ટામેટા ખાવાથી લોહીમાં બ્લડ શુગરનુ લેવલ જળવાઈ રહે છે અને આથી ડાયાબિટીસની બીમારી સામે રક્ષણ મળે છે.પીલીયાની બીમારી દુર કરે છે: દરોજ એક ગ્લાસ ટામેટાનો જુસ પીવાથી પીલીયાની બીમારી પણ મટી જાય છે.