ઘરે બેઠા કફનો ભરાવો, ક્ષય, સસણી, દમ-ખાંસી, સારણગાંઠની 100% અસરકારક ઔષધિ છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

નવસાર જુદા જુદા રૂપમાં મળી આવે છે. એ એક સફેદ પદાર્થ છે. ખનિજ તથા પાણીના રૂપમાં હોય છે. નવસાર ખાણમાંથી મળી આવે છે. એ પાણી ઉપર હાથ મારવામાં આવે ત્યારે ફીણ ઉત્પન્ન થાય છે કચરા-પૂંજાને સડાવી તેમાંથી નવસાર બનાવાય છે. નવસાર ગુણમાં શીતળ, ઋતુ લાવનાર, પિત્તનો સ્રાવ કરનાર અને ઉષ્ણ હોય છે. એ શોથનાશક પણ હોય છે.

તો ચાલો હવે આપણે જાણીએ નવસરના ઉપયોગ કરવાની જુદી જુદી રીત. શરીરમાં ચળ આવતી હોય ત્યારે નવસારનાં પોતાં મૂકવાથી રાહત થાય છે. સ્ત્રીઓને સુવાવડમાં ત્રીજે ચોથે દિવસે સ્તનમાં દુખાવો થાય છે તેમજ તે પાક પર ચઢવા માંડી દૂધ નીકળતી વખતે તેમાં અતિ વેદના થાય છે. એ વખતે નવસારનાં પોતાં મૂકવાથી સ્તનનો દુખાવો મટે છે. ઉપરાંત ગાઠ ગળીને દૂધનો સ્રાવ થવા માંડે છે.

કેટલીકવાર કાઇ ખેંચતાણ અથવા બીજા કારણોને લીધે વધરાવળ, સારણગાંઠ જણાઈ આવે તે વખતે પણ એનાં પોતા મૂકવા ઉત્તમ છે. નવસારના લેપથી જખમમા વહેતું પૂરું તથા લોહી બંધ થાય છે. તે છાંટવાથી જખમ રૂઝાઈ જાય છે. નવસારની ધુમાડાથી જીવજંતુનો નાશ થાય છે.

નવસાર પોણા બે તોલા, ટંકણખાર સવા તોલો, મસ્તકી પોણો તોલો અને શુદ્ધ વછનાગ પા તોલો લઈ એનું બારીક ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ ક્ષય, સસણી, દમ વગેરે વ્યાધિઓમાં કફનો ભરાવો થાય તેને ઓછો કરવા વપરાય છે. એ પાંચથી દસ ઘઉં ભાર જેટલું લઈ શકાય.

માથાનાં દુખાવા, સ્તનરોગ, રક્તપિત્ત, ખાંસી વગેરે દૂર કરવા નવસાર વપરાય છે. નવસાર પીવાથી છાતીનો મેલ પણ દૂર થાય છે કમળો તથા પિત્ત પ્રકોપે ત્યારે નવસાર ઘણો ઉપયોગી છે. એક કપ પાણીમાં એક ચપટી નવસાર નાંખીને દિવસમાં ત્રણ વખત પીવાથી ખાંસી મટે છે.

નવસાર વીસ તોલા, શુદ્ધ પારો તથા ચિત્રક એકેક તોલો અને શુદ્ધ ગંધક ત્રણ તોલા એ તમામ ઔષધોને રીતસર મેળવી વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. આ રસ રક્તપિત્તના વ્યાધિ માટે વપરાય છે. નવસાર, હરડેની છાલ, મેંદાલાકડી, મરડાશિંગ, પરદેશી મીઠું સરખે વજને લઈ તેમાં ગૌમુત્ર લઈ તેનો લેપ બનાવવો. આ લેપ ડાબા તથા જમણા પડખાની ગાંઠ પર લગાડવાથી તે ગાંઠો ગળી જાય છે અથવા નરમ પડી જાય છે.

નવસાર એક તોલો, જૂનો ગોળ બે તોલા અને કરિયાતું નવ તોલા આ તમામનું રીતસર ચૂર્ણ બનાવી વટાણા જેવડી ગોળી બનાવવી. આ ગોળીથી યકૃતોદર, પ્લીહોદર તેમજ કલેજા અને બરોળની ગાંઠો ઓગાળવા માટે ઉપયોગી નીવડે છે. નવસાર પા તોલાને અનંતમૂળ પોણા બે તોલા સાથે એક શેર પાણીમાં ઉકાળવું, આનાથી યકૃતની ગાંઠના દુખાવાને તથા સંધિવાને હરે છે.

નવસાર પોણો તોલો, સાજીખાર એક તોલો, ત્રિફળા સવા તોલો, ઉપલસરી પોણા બે તોલા અને જાંબુનો રસ સાડા તેર તોલા લઈ તેને એકત્ર કરી પખવાડિયા સુધી પલાળી રાખી પછી તેને ગાળીને કામમાં લેવું. આ દવા અર્થ માટે ઉત્તમ છે. એનાથી ઉદરરોગ તથા શૂળમાં રાહત થાય છે.

નવસાર અને ધતુરાના પાંદડાને બરાબર માત્રામાં લઈને વાટી લો. નવસારમાં થોડું ઘી ચોપડીને ભઠ્ઠામાં પકાવી લેવા. જ્યારે તે બરાબર શેકાઈ જાય ત્યારે માટી-ધૂળ વગેરે હટાવીને કાઢી લો અને તેનો વક્કલ મોઢામાં રાખીને સુચવાથી ખાંસી, કફ, ગળું બેસી જવું વગેરે રોગો ઠીક થાય છે.

નવસારનું રોજ નિયમિતપણે સેવન કરવાથી બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખી શકાય છે. એનાથી ડાયાબીટીસનો ખતરો પણ ઘટી જાય છે અને સ્વસ્થ જિંદગી જીવી શકે છે. ડાયાબીટીસના દર્દીઓને ખાવાપીવાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આવામાં નવસારનું સેવન કરીને ડાયાબીટીસને નિયંત્રિત કરી શકાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top