સુવાદાણાનો ઉપયોગ મોટાભાગે દવા તરીકે કરવામાં આવે છે. તેમાં વધુ પોષક તત્વો અને એન્ટી ઓક્સીડેન્ટ વધારે હોય છે જે શરીર માટે ફાયદાકારક ગણાય છે. આ કેન્સરના દર્દીઓ માટે પણ ખૂબ અસરકારક છે. શિયાળાની ઋતુમાં આ ખાવાથી અનેક રોગો માંથી મુક્તિ મેળવી શકાય છે. તેને ખાવાથી તાવ, શરદી, ઉધરસ, ચેપ, બવાસીર, અલ્સરથી પણ છુટકારો મળી શકે છે.
આયુર્વેદ પ્રમાણે આ સુવા સ્વાદમાં સહેજ કડવા અને તીખા, બળપ્રદ, હૃદય માટે હિતકારી, પાચક, ગરમ, વાયુનાશક, મૂત્રનું પ્રમાણ વધારનાર તેમજ કફ, કૃમિ, શૂળ, આફરો તથા વાયુના વિકારોને મટાડે છે. પ્રસૂતા સ્ત્રીનું ધાવણ વધારવા, પાચનક્રિયા સુધારવા તથા કીટાણુઓનો નાશ કરવા માટે સુવા ખૂબ જ ઉપયોગી છે. આવો, તો ચાલો જાણી લઈએ સુવાના ફાયદા.
નાનાં બાળકોને પેટમાં દુઃખતું હોય ત્યારે સુવા વાટીને થોડાક પ્રમાણમાં પાણી સાથે પીવડાવતાં બાળકને ત્વરિત આરામ થઈ આવે છે. એનાથી વા, કફ, કૃમિ, શૂલ, કબજિયાત અને આફરો પણ મટે છે. પ્રસૂતાને એનું હિમ પીવડાવવાથી ફાયદો થાય છે. સુવાનું પાણી બાળકને હેડકી તથા ઊલટી બેસાડી દે છે. ઘણા લોકો સુવાનો મુખવાસ તરીકે ઉપયોગ કરે છે. સુવાના તાજાં તથા સૂકાં પાનનો અથવાં બીજનો ઉકાળો પીવાથી બાદી નાશ થાય છે.
સ્ત્રીઓમાં સુવા ધાવણ વધારે છે. એનાથી યોનિશૂળ પણ મટે છે. ગર્ભાશયના વિકારો મટાડવા પણ એનો ઉપયોગ થાય છે. સુવાથી પાચનશક્તિ વધે છે. સુવાથી અર્શ, બરોળનો રોગ મટે છે. પથરી થઈ હોય તો તે પણ સુવાના ઉપયોગથી મટે છે. સુવાનું પાણી પીવાથી પેશાબ સાફ ઊતરે છે. મધ સાથે સુવા પીવાથી ઊલટી બંધ થાય છે. પીઠ તથા મૂત્રપિંડ અને મૂત્રાશયોનાં દર્દ મટે છે.
સુવાદાણા પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. આ સિવાય તે ઝાડામાં પણ મદદગાર સાબિત થાય છે. તેમાં મોનોટર્પીન્સ અને ફ્લેવોનોઈડ્સ નામના તત્વો રહેલા હોય છે, જે અતિસાર નું કારણ બનેલા જંતુઓને જડમૂળથી બહાર કાઢી નાખે છે. રોજ અડધી ચમચી જેટલો સુવાદાણા નો પાઉડર ખાવાથી પેટમાં થતી તકલીફો દૂર થાય છે અને ઝાડા માં દુર્ગંધ આવતી હોય તો તે પણ દૂર થાય છે. કબજિયાત જેવી રોગોમાં ફાયદો કરે છે. સુવાદાણા શરદી તાવ ચેપ ઉધરસ માટે ઉપયોગી છે.
સુવાવડ પછી સુવાદાણા નો ઉપયોગ વધારે કરવામાં આવે છે. જો તમને કમરનો દુખાવો અને ગર્ભાશયનું સંકોચન બરાબર ન થયું હોય તો અથવા સફેદ પાણી પડતું હોય તો આવી બધી સમસ્યાઓ માં સુવાદાણા એક ઉત્તમ ઔષધિ છે. સુવાદાણામાં ધાવણની વૃદ્ધિ કરવાની શક્તિ હોય છે. પ્રસૂતિ પછી સ્ત્રીની ભૂખ ઓછી થઈ જાય છે.
સુવા, અજમો, પાનની જડ, સફેદ મરી, નાગરમોથી, કુટકી, કરિયાનું, મૂળાનાં બીજ, ગાજરનાં બીજ, સૂંઠ, મરી, પીપર, અક્કલકરો, ઈન્દ્ર જવ, કુચલા, ગળો, પટોળ, અરડૂસી, ધમાસો, કળથી અને ગોળ એ સરખે ભાગે લઈ તેને ખાંડી લીધા બાદ ઉકાળો બનાવવો. આ ઉકાળો સુવાવડમાં નબળી પડે ગયેલી મહિલાને રોજ ૨૦ ગ્રામ આપવાથી તેની નબળાઈ મટે છે. શરીર પણ પાછું થઈ જાય છે.
સુવાદાણા અડધી ચમચી અને ગોળ એક ચમચી ખુબ ચાવીને ખાવાથી ભુખ ખુબ જ લાગે છે. રોજ અડધી ચમચી સુવાનું ચુર્ણ મધ કે ઘી સાથે સવારે ચાટવાથી સ્મૃતિ શક્તિ વધે છે. સુવાદાણા ના પાંદડાની પેસ્ટ, ફ્લેક્સસીડ અને એરંડાનાં બીજને ૧ ગ્લાસ દૂધમાં મિક્સ કરો. આ સંધિવા, સાંધાનો દુખાવો અને સોજો દૂર કરશે.
સુવા, દેવદાર, હિંગ અને સિંધવ એ બધી ચીજો સરખે વજને લઈ આકડાના દૂધમાં બાફી તેનો લેપ અસ્થિવાત, કટિવાત કે સંધિવાત જેવા વાતવિકાર રોગ પર કરવાથી ઘણી રાહત થાય છે. સુવાનાં બીજ જઠર, શુદ્ધિ કરવા માટે ઉત્તમ છે. એટલે ભોજન કર્યા બાદ એનો મુખવાસ કરવાથી પણ ઘણો સારો લાભ થાય છે.
સુવાના બળેલાં બીજ પીવા તથા ચોપડવાથી અર્શને ફાયદો થાય છે. તે પેશાબની સખ્તી મટાડે છે. તેને છાંટવાથી જખમ જલદીથી રૂઝાઈ જાય છે. સુવાદાણા ૨૦ ગ્રામ, હરડે, પીપર, તજ, વરિયાળી એ દરેક પાંચ પાંચ ગ્રામ લઈ તેમાં અઢી ગ્રામ હિંગ તથા સંચળ ૩૦ ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના ઉપયોગથી અતિસાર, પેટનો ગુલ્મ રોગ યકૃત તથા પ્લીક્ષનો વ્યાધિ, કૃમિનો દુઃખાવો, કબજિયાત વગેરેનો નાશ થાય છે.
સુવામાં એન્ટિ-ઓક્સિડેન્ટ ના ગુણ રહેલા હોય છે, જે શરીરમાં રહેલા ઝેર અને ફ્રી રેડિકલ્સને બહાર કાઢવામાં મદદ કરે છે. આને કારણે કેન્સર અને હૃદયરોગ જેવા ગંભીર રોગોનું જોખમ ઓછું થાય છે. કેન્સરની સારવારમાં અસરકારક માનવામાં આવે છે. તેમાં કેટલાક કેન્સર વિરોધી ગુણધર્મો છે, જે કેન્સરને દૂર રાખે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.