માત્ર 2 દિવસમાં શરદી, ઉધરસ, તાવ, ફેફસાના કફનો આયુર્વેદનો બેસ્ટ અને 100% અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

અત્યારે ઉનાળાની ઋતુની શરૂઆતમાં ફેફસામાં રહેલો કફ ઓગળીને નાક વાટે બહાર આવે છે જેથી કફમાં વાઇરસના જીવાણુઓ બળી જાય છે. જેના પરિણામે ઉનાળાની આ શરૂઆતમાં શરદી, ઉધરસ જેવી વાયરલ બીમારીઓનું પ્રમાણ વધારે હોય છે. જેના પરિણામે આપણે જાતજાતની દવાઓ લેતા હોય છીએ. પરંતુ આ દવાઓ આપણને આડઅસર પણ વધારે પ્રમાણમાં કરતી હોય છે.

જો આયુર્વેદિક જડીબુટ્ટીઓનો સહારો લેવામાં આવે તો શરદી ઉધરસના આવા રોગથી બચી શકાય છે અને કફને બહાર કાઢી શકાય છે. આ બીમારીનો ઈલાજ આપણા રસોડામાં જ હોય છે. આપણા રસોડામાં આવી ઘણી બધી ચીજો હોય છે જેના લીધે આવા વાયરલ રોગોનો ઈલાજ કરી શકાય છે. તો ચાલો આજે આપણે જાણીએ શરદી, ઉધરસ, તાવ, કફને દૂર કરવા માટેના અલગ અલગ નુસકાઓ  વિશે.

સુંઠ અને તજ સાથે વરીયાળી ચૂર્ણ મિક્સ કરીને તેનું પાણી સાથે સેવન કરવાથી ગળું સાફ થાય છે, કફ દુર થાય છે જેના લીધે ખાંસીની સમસ્યા દૂર થાય છે. હળદરનું સેવન બકરીના દૂધ સાથે કરવાથી ખાંસી મટે છે. ગરમ પાણીમાં લીંબુને નીચોવીને તેમાં કાળા મરીનું ચૂર્ણ ભેળવીને એક કપ દૂધ સાથે દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી શરદી અને ખાંસી મટે છે.

ગળોનો પાંદડા અને વેલામાંથી રસ કાઢીને મધ સાથે સેવન કરવાથી કફનો નાશ થાય છે. ગોખરુ અને અશ્વગંધાનું ચૂર્ણ દરરોજ દરરોજ મધ સાથે લેવાથી અને ઉપરથી દૂધ પીવાથી ઉધરસ અને ગળાનો સોજો મટે છે. તુલસીનો રસ મધ સાથે લેવાથી કફ અને ઉધરસ મટે છે. ડમરાના છોડ બાળીને તૈયાર કરેલો ક્ષાર ચણાના દાણા જેટલો ઘી સાથે લેવાથી કફ નીકળી જાય છે અને ઉધરસ મટે છે.

તુલસીના પાનના રસમાં થોડી સૂંઠ મેળવીને પીવાથી શરદી, ઉધરસ અને કફ મટે છે. બહેડાનીની છાલ રાત્રે સુતા સમયે મોઢામાં રાખીને સૂચી લેવાથી ગળામાં ફસાયેલો કફ નીકળી જાય છે જેના લીધે શરદી દૂર થાય છે. હળદરમાં મીઠું નાખીને પાણી સાથે પીવાથી ખાંસી મટે છે.

બહેડાનું ચૂર્ણ 3 થી 6 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે ગોળ સાથે ખાવાથી ખાંસીના રોગમાં ખૂબ જ લાભ મળે છે. બહેડાની અંદરનો ગર્ભ કે છાલને શેકીને મોઢામાં રાખવાથી ખાંસી દૂર થાય છે. સૂકી ખાંસીમાં કફ ઉત્પન્ન કરવા માટે 1 ચમચી જેઠીમધ ને મધ સાથે દિવસમાં 3 વખત ચાટવું જોઈએ. તેનું 20 થી 25 ગ્રામ ઉકાળો સવારે અને સાંજે પીવાથી શ્વાસનળી સાફ થઇ જાય છે.

છ કપ પાણીમાં, અડધો કપ બારી કાપેલું આદુની ચીરીઓ તથા તજના બે નાના ટુકડાને 20 મિનિટ સુધી ધીમા તાપે શેકો. પછી તેને ગાળીને ખાંડ અથવા મધ મિક્સ કરી દિવસમાં કેટલીકવાર બાળકને પીવડાવો. એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બરાબર માત્રામાં ગરમ પાણી મિક્સ કરી પીવડાવો.

એક ગ્લાસ પાણીમાં છ થી સાત લવિંગ નાખીને ઉકાળીને પીવાથી બેસેલો અવાજ ખૂલી જાય છે, તેમજ શરદી-ઉધરસ પણ ઓછી થઇ જાય છે. જેઠીમધ ગળામાં ખરાશ, શરદી, ઉધરસ અને દમ જેવી બીમારીમાં અકસીર રામબાણ ઉપાય છે. જેઠીમધ શ્વસનતંત્રમાં થયેલા સંક્રમણને દુર કરે છે. એન્ટી ઓક્સીડેન્ટ ગુણના કારણે જેઠીમધ સોજાને ઓછો કરીને વાયુમાંર્ગને શાંત કરે છે.

મેથી અને અળસીને 3 થી 4 ગ્રામની માત્રામાં લઈને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો અને 1 ગ્લાસ પાણીમાં ઉકળી જાય ત્યારે 3 થી 4 ટીપા નાકમાં નાખતા નાકમાંથી કફ બહાર નીકળે છે. ગાયના શુદ્ધ દેશી ઘી ઓગાળીને 2 ટીપા નાકમાં નાખવાનો પ્રયોગ ત્રણ મહિના સુધી કરવાથી જૂનામાં જુનો કફ પણ મટી જાય છે.

વરીયાળી અને અજમાને પાણીમાં ઉકાળીને તેમાં મધ ભેળવીને ત્રણ કલાકે પીવાથી શરદી અને ખાંસી ઠીક થાય છે, નાકમાંથી પાણી પડવાની સમસ્યા ઠીક થાય છે તેમજ ગળામાં બળવાની તેમજ સોજો આવી જવાની સમસ્યા ઠીક થાય છે. રાત્રે સૂતા પહેલા એક ચમચી મધ પીઓ. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોવાને કારણે તે ગળાનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે.

સૂકી અથવા કફવાળી ખાંસીમાં એક ચમચી આદુનો રસ, એક રતીભાર હિંગ અને એક ચમચી મધ મેળવી રોગીને આપવું ઉત્તમ ગુણકારી છે, એક રતીભાર હિંગ, બે રતીભાર કપૂર, મધમાં મેળવી બરાબર ઘૂંટવું, સવાર-સાંજ તેને જીભ ઉપર મૂકી ચૂસવું. રાત્રે કાળા મરી અને ચાવીને ઉપર અજમાનું ચૂર્ણ પાણી સાથે પીવાથી ખાંસી મટે છે.

સંતરામાં હાજર વિટામિન-સી શ્વેત રક્ત કોશિકાઓનું નિર્માણ વધારવામાં મદદરૂપ છે. આ કોશિકાઓ તાવ-શરદીના રોગાણુઓ સામે લડે છે. સંતરું રોગપ્રતિકારક શક્તિને  દ્રઢતા પ્રદાન કરીને ખાંસી, ગળાના દુખાવાને નાકમાંથી વહેતા પાણીને સમસ્યામાં રાહત પહોંચાડે છે. બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને દરરોજ એકથી બે ગ્લાસ સંતરાનો રસ પીવડાવો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here