હાલમાં શરદી-તાવ, ઉધરસ અને શ્વાસની તકલીફ જેવા રોગની મહામારી વકરી રહી છે, તેમજ જેના પરિણામેં ઠેર ઠેર હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે. જ્યાં ત્યાં લોકોને એમ્બ્યુલન્સમાં કે દાદરા ઉપર રાખીને કે હોસ્પિટલમાં નીચે સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ઘરે બેઠા જ આ રોગ સામે રક્ષણ મેળવી શકાય અને શ્વાસ લેવામાં પડતી તકલીફ કઈ રીતે દૂર કરી શકાય તેવા ઉપાયો શોધવા જોઈએ.
આજે અમે આ લેખમાં ઘરે બેઠા જ ઓક્સીજન અને શ્વાસ લેવામાં પડતી તકલીફ દૂર કરવાના ઉપાયો બતાવીશું. નિલગીરીના તેલ ના ટીપાં નાકમાં નાખવાથી શ્વસન માર્ગ સાફ થઈ શ્વાસની તકલીફ માંથી છુટકારો મળે છે. તમામ પ્રકારના નીલગીરીના પાનમાં આ તેલ હોય છે. નીલગીરી બારે માસ લીલું રહે છે.
નિયમિત યોગ અને ચાલવાથી શ્વાસની તકલીફની સમસ્યા પણ દૂર થાય છે. યોગા અને ચાલવાથી સ્નાયુઓ અને ફેફસાંને મજબૂત બનાવે છે, તેથી તેને તમારા દિનચર્યામાં શામેલ કરવાની ખાતરી કરો. સ્વાદિષ્ટ અને સંતુલિત ખોરાક લો, તે શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને શ્વસનતંત્ર પણ ઠીક રાખે છે.
પુષ્કળ માત્રામાં પાણી પીવું. પાણીમાં ઓક્સીજન હોય છે, પાણી પીવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને શરીરમાં સ્ફૂર્તિ વધે છે. શરીરમાં ભરપુર માત્રામાં પાણી પીતા રહેવાથી ફેફસા સહીત બધા જ અંગો કાર્યરત થાય છે. જેનાં લીધે ઓક્સીજન લેવલ વધે છે અને શ્વાસની તકલીફ દૂર થાય છે. સાથે લોહી અને હિમેગ્લોબીન પણ વધે છે.
આદુ, હળદર, ગાજર, લસણ ફુદીનો, મેથી, બીટ અને હાથલા થોરના ફીંડલા વગેરે મિક્સ કરીને તેને મિક્સરમાં નાખીને તેનો રસ પી લેવાથી ફેફસાની સફાઈ બરાબર થાય છે. ફેફસામાં રહેલા કફને આ ઔષધિઓમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણો દુર કરે છે. જેનાથી અશુધ્ધિઓ દુર થાય છે. જેથી શ્વાસ બરાબર અને પુરતો લઇ શકીએ છીએ જેનાથી ઓક્સીજન લેવલ વધે છે.
દરરોજ રાતે સૂતા પહેલા સાફ પાણીમા ૨-૩ સૂકા અંજીર પલાળીને સવારે ઉઠીને તેનું ભૂખ્યા પેટે સેવન કરીને પાણી પીવો. તે શ્વાસની નળીમાં જામી ગયેલા કફને કાયમ માટે દૂર કરી દે છે અને શ્વાસ લેવાની તકલીફમાં મદદ આપે છે. જો હળદર તથા મધનુ જોડે સેવન કરી લેવામાં આવે તો તેમા હાજર એન્ટીઇન્ફ્લામેટરી તથા એન્ટી-એલર્જિક પોષકતત્વો કફની તકલીફથી મદદ અપાવે છે.
જો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો કપૂરની ગોળી, 1 ચમચી રાઈ, અડધી ચમચી મીઠું, તેમાં અજમો અને તુલસીના પાન તેમજ લવિંગ આ વસ્તુને ભેગી કરીને તેને ખાંડીને પોટલી બનાવી તેનાથી શ્વાસ લેવાથી નાક અને શ્વાસ નળી સાફ થાય છે. જેથી ઓક્સિજન લેવલ વધે છે અને ઊંચું જાય છે અને શ્વાસની તકલીફ માંથી છુટકારો મળે છે.
જો તમને શ્વાસ લેવામા સમસ્યા થતી હોય તો આદુ અને લસણની ચા પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આદુની સામાન્ય ચા બનાવી તેમાં લસણની બે-ત્રણ કળીઓને ચા મા મિક્સ કરી, આ ચા પીવામાં સ્વાદ વિનાની લાગી શકે પરંતુ, સ્વાસ્થ્ય માટે ઘણી લાભદાયી સાબિત થઇ શકે છે.
અજમો અને ગળો વગેરે પાણીમાં નાખીને પાણી ગરમ કરીને તેના દ્વારા નાસ લેવામાં આવે છે ત્યારે શરીરમાં રહેલા ફેફસામાં કફ સહીત અનેક કચરો વગેરે સાફ થતો રહે છે. જયારે વરાળ શ્વાસમાં લેવામ આવે ત્યારે હવાનો માર્ગ ખુલે છે અને લાળ બહાર આવે છે. જેથી શ્વાસ લેવામા થતી સમસ્યા દૂર થાય છે.
હળદર અને મધ નુ એકસાથે સેવન કરવામા આવે તો તેમા સમાવિષ્ટ પોષકતત્વો કફની સમસ્યાથી રાહત અપાવે છે. જો આ બંનેને મિક્સ કરીને લેવામા આવે તો તેની અસર બમણી થઇ જાય છે. શ્વાસના દર્દીઓ માટે તે એક શ્રેષ્ઠ ઔષધ છે. નિયમિત બે ચમચી હળદરને મધમા ભેળવીને ચાટવાથી શ્વાસની સમસ્યામા રાહત મળે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.