નાગરવેલનાં પાનની અંદર ઘણા બધા રોગોને ઠીક કરવાના ગુણો અને જલદી રૂઝ અપાવવાના ગુણ રહેલા છે. એની અંદર વિટામીન સી, થાયમીન, નિયાસિન, કેરોટીન જેવા વિટામિનો છે તેમજ તે કેલ્શિયમનો એક ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. જો તમારો અવાજ બેસી ગયો હોય તો અચૂક આ પાન ખાવું જોઈએ તેનાથી અવાજ ઉઘડી જાય છે.
નાગરવેલનું પાન ખાવાથી અન્ન્માર્ગ અને હોજરીના પાચકતત્વોનો સ્ત્રાવ વધે છે અને ખુબ જ ભારે ખોરાક ખાધો હોય તો તેને પચાવવામાં મદદ કરે છે. નાગરવેલ નું પાન પાચક અને વાયુ હરનાર છે, તેથી પાન નો રસ મોઢામાં જતા જ વાયુ નીચે બેસી જાય છે અને તૃપ્તિનો ઓડકાર આવે છે અને પેટમાં શાંતિ થાય છે.
નાગરવેલના પાનમાં એવા તત્વો હોય છે, જે બેક્ટેરિયાના પ્રભાવને ઓછો કરવામાં મદદરૂપ બને છે. જે લોકોને મોઢામાંથુ દુર્ગંધ આવતી હોય તેમના માટે આ પાન ફાયદાકારક છે. પાન ખાનારની લાળમાં એસ્કોર્બિક એસિડનું સ્તર સામાન્ય બની જાય છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ સંબંધીત બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે.
નાગરવેલના પાનમાં રહેલું એક પ્રકારનું સુગંધી તેલ શ્વાસનળી ના સોજાને મટાડનાર છે અને કફ ને પણ મટાડે છે. નાગરવેલના પાકેલા પાન અને સરગવાની છાલને એકત્ર કરીને રસ કાઢીને લગાતાર ત્રણ દિવસ પીવાથી મોટા આતરડા માં ગેસ ભરાયો હોય તો તેને બહાર કાઢવામાં મદદ કરે છે.
નાગરવેલના પાનના રસ માં મધ ભેળવીને ચાટવાથી અપાનવાયુ છૂટ થઇ નાના બાળકોનો આફરો તથા અપચો તરત જ મટી જાય છે. નાગરવેલના પાન ના સહેજ ગરમ રસના ટીપા કાન માં નાખવાથી ઠંડીને કારણે કાન માં થતો દુખાવો મટી જાય છે. કાળી નાગરવેલના મૂળ અથવા પાન નો રસ પીવાથી ઝેરી ઝંતુઓનું ચડેલું ઝેર ઉતરી જાય છે.
નાગરવેલ ના બે થી ત્રણ પાન ખાઈ જવાથી શરદી, સળેખમ, અને શરદીથી થયેલી ઉધરસ મટી જાય છે. નાગરવેલ નું પાન સ્વચ્છ, રૂચી ઉપજાવનાર, ગરમ, મોઢાની દુર્ગંધ, મળ, વાયુ અને શ્રમ મટાડનાર છે. જમ્યા પછી નાગરવેલ નું પાન ખાવું સારું માનવામાં આવે છે. જમ્યા પછી મોઢામાં ચીકાશ પેદા થઇ હોય, અનાજ ના કણો દાંત માં ભરાઈ રહ્યા હોય કે દાંત ના મૂળ માં કીટાણું હોય તો પાન ખાવાથી તે નાશ પામે છે અને મોઢું ચોખ્ખું થઇ સુગંધિત બને છે.
માથા પર આ પાનના પત્તાનો લેપ લગાવાથી માથાનો દુખાવો દૂર થઈ જાય છે. પાનમાં રહેલા દર્દ દૂર કરનારો ગુણ માથાના દુખાવામાં આરામ આપે છે. વાગવા પર પાનનું સેવન કરવાથી ઘાને ભરવામાં મદદરૂપ બને છે. પાનના પત્તાના રસમાં મધ ભેળવીને પીવાથી થાક અને નબળાઈ દૂર થઈ જાય છે. સાથે જ જો તમને તાવ હોય તો પાનમાં લવિંગ નાખીને ખાવ ફાયદો થશે.
નાગરવેલના પાનના એવા અનેક યૌગિક હોય છે જે શ્વાસની દુર્ગંધને ખતમ કરે છે. આ ઉપરાંત પાનમાં લવિંગ, વરિયાળી, ઈલાયચી જેવા વિવિધ મસાલા મળવાથી આ એક સારુ માઉથ ફ્રેશનર પણ બની જાય છે. નાગરવેલ ના પાનમાં કાથો લગવી દિવસમા બે થી ત્રણ વાર ખાવાથી ચાંદામા રાહત થાય છે.
નાગરવેલના પાન માં ચૂનો નડે નહિ એટલે કાથો ભેળવવામાં આવે છે. ચૂનો લોહીમાં એમને એમ ભળી શકતો નથી પણ પાન માં રહેલ કાથા સાથે એકરસ થઈને જલ્દી પચી જાય છે. તેનાથી દાંત ને ફાયદો થાય છે અને પાચક રસોને ઉત્તેજન મળે છે. અને તે મનને પ્રફુલ્લિત કરે છે. બાળકને ફીડ કરાવવામાં સમસ્યા આવી રહી હોય તો પાનના પત્તાને નારિયલ તેલ લગાવી સાધારણ ગરમ કરી લો. કુણા પાનના પત્તાને સ્તનની આસપાસ મુકો. સોજો દૂર થઈ જશે અને સ્તનપાન કરાવવામાં સમસ્યા નહી આવે.
શરીરમાંથી દુર્ગંધ વધુ આવે છે તો પાનના પત્તા નાખીને ઉકાળેલુ પાણી પીવો. થોડા જ દિવસોમાં બૉડી ઓડરની સમસ્યામાંથી છુટકારો મળી જશે. મસૂઢામાંથી લોહી આવે છે તો બે કપ પાણીમાં પાન ઉકાળી લો, આ પાણીથી કોગળા કરો. આવુ થોડા દિવસ કરશો તો લોહી આવવુ બંધ થઈ જશે.
અચાનક બળી જાય ત્યારે પાનને વાટીને લેપ બનાવીને લગાવી લો. પછી ધોઈ નાખો. ઉપરથી મઘ લગાવી લો, બળતરા શાંત થઈ જશે, આ રીતે આંખોમાં બળતરા થતા 4-5 પાનને ઉકાળી લો. આ પાણીથી આંખો પર છાંટા મારો, આંખોને ખૂબ આરામ મળશે.
પાનમાં રહેલા વિશેષ તત્વોથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે. જમ્યા બાદ પાન ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદાઓ થાય છે. નાગરવેલના પાનને ચાવવાથી મોઢાના કેન્સરથી બચી શકાય છે. તેના પાંદડામાં રહેલા એબ્સકોર્બીક એસીડ અને બીજા ઓક્સીડેંટ મોઢામાં જળવાઈ રહેવાથી નુકશાનકારક કેન્સર ફેલાવવા વાળા તત્વો નો નાશ કરે છે. નાગરવેલના પાનનો આમ તો માઉથ ફ્રેશનરની જેમ ઉપયોગ કરવામાં આવે છે.
પાનના પત્તામાં કાળા મરીના બે દાણા સાથે ખાવ તો આઠ સપ્તાહમાં વજન ઘટે છે. કાળા મરી શરીરમાંથી મૂત્ર અને પરસેવો કાઢે છે. તેનાથી શરીરમાં વધારાનું પાણી અને ગંદકી નીકળી જાય છે.