શિયાળામાં ભરપૂર પિય લ્યો આ રસ, ખીલ, કબજિયાત-અપચો અને ખરતા વાળ થઈ જશે કાયમી ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

શિયાળામાં લીલી ભાજીઓથી લઇને આમળા સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આમળા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે.આમળામાં ઓરેન્જથી વધારે વિટામિન C મળે છે.આ ઉપરાંત પણ આમાં અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા ડોક્ટર્સ અને ડાયટિશીયન પણ રોજ આમળાનો રસ પીવાની સલાહ આપે છે. દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં તેની બોડી પર પોઝિટિવ અસર જોવા મળે છે. આમ તો આજકાલ બજારમાં આમળાનો રસ સરળતાથી મળી જાય છે. પરંતુ ઘરમાં બનેલો તાજો આમળાનો રસ જ પીવો વધારે ફાયદારૂપ છે.

આમળા ડાયેટરી ફાઈબર અને કાર્બોહાઈડ્રે઼ટ્સનો એક ઉત્તમ સ્ત્રોત છે. 100 ગ્રામ આમળામાં માત્ર 60 કેલેરી જ હોય છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, પાઈરીડોક્સાઈન, રિબોફ્લેવિન જેવા ન્યૂટિયન્ટ્સ અને સોડિયમ, પોટેશિયમ, કાર્બોટિન, કેલ્શિયમ, કૉપર. ઝિંક, ફોસ્ફરસ, મેંગેનિઝ, મેગ્નેશિયમ અને આયરન જેવા મિનરલ્સ રહેલા છે.

આમળાનો રસ બનાવવા માટે આમળા ના નાના નાના ટુકડા કરી લેવા. આને મિક્સરમાં પીસીને રસ કાઢી લો. પીસેલા આમળાને એક કપડામાં બાંધીને દબાવીને રસ ગાળી લો. આમાં પાણી મિક્સ કરીને પીવું. આ સિવાય તમે આ રસમાં થોડું મીઠું, સંચળ, કાળા મરી સ્વાદ વધારવા માટે ઉમેરી શકો છો.

આમળાનો રસ વજન ઘટાડવામાં મદદ કરે છે. તે શરીરને ડિટોક્સિફાઇઝ કરે છે. તમે આમળાના રસનું સેવન સવારે હળવા પાણી સાથે ખાલી પેટ પર કરી શકો છો. તે ચરબી બર્ન કરવાનું કામ કરે છે. આમળાના રસમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ સિવાય તેમાં વિટામિન સી હોય છે. તે લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે.

આમળા નો જ્યૂસ ખીલ અને સ્કિન બર્ન જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકે છે. આ માટે રૂમાં આમળાનો રસ લો અને તેને ચહેરા પર લગાવો. તમે આમળાના રસને મધ સાથે મિક્સ કરી શકો છો. ખાલી પેટ પર તેનું સેવન કરવાથી ત્વચા ગ્લો થાય છે. તે મુક્ત રેડીકલ્સના કારણે ત્વચાને થતા નુકસાનથી પણ રક્ષણ આપે છે. તે કોલેજન બનાવવામાં મદદ કરે છે. તે પ્રોટીનનો એક પ્રકાર છે.

કબજિયાત, અપચો અને પેટને લગતી સમસ્યાઓથી દૂર રાખવાનું કામ કરે છે. તે પેટમાં બળતરા અને એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તે પેટના કૃમિને મારી નાખે છે અને પેટને સાફ કરે છે.આમળાનો રસ આંખની ખંજવાળ અને આંખોની સમસ્યાને દૂર કરવા માટે ફાયદાકારક છે. શરદીને દૂર કરવા માટે આમળાનું સેવન પણ કરી શકાય છે. આ માટે તમારે બે ચમચી રસ સાથે બે ચમચી મધ ભેળવીને સવારે અને સાંજે લેવું.તમે આમળાના રસથી ગાર્ગલ કરી શકો છો. તે અલ્સરથી રાહત આપવાનું કામ કરે છે.

આમળાના રસમાં વિટામિન સી અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે આમળાના રસનું સેવન કરી શકો છો. તે કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. નિયમિત રીતે આમળાનો જ્યૂસ પીવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટી જાય છે અને શરીર સ્વસ્થ રહે છે. તેમાં મળી આવતો એમિનો એસિડ અને એન્ટીઑક્સીડેન્ટના કારણે હૃદય સારી રીતે કામ કરે છે.આમળામાં લિવરને સુરક્ષિત રાખવાના તમામ તત્ત્વ મળી આવે છે. આ શરીરમાંથી તમામ વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે.

હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે આમળાનો રસ ખાંસી અને ફ્લૂની સાથે-સાથે મોંઢાના ચાંદા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આમળાનો એક અસરકારક ઘરેલૂ ઉપચાર તરીકે ઉપયોગમાં લઇ શકાય છે.બે ચમચી આમળાના જ્યુસમાં બે ચમચી મધ મિક્સ કરીને દરરોજ પીવાથી શરદી અને ખાંસીમાં ઘણી મદદ મળે છે. મોંઢામાં પડતાં ચાંદાથી છૂટકારો મેળવવા માટે બે ચમચી આમળાના જ્યુસને પાણીમાં મિક્સ કરીને તેનાથી કોગળા કરો.

આમળાના જ્યૂસનું સેવન કરવાથી સાંઘાના દુખાવામાં રાહત આપે છે. આમળાના જ્યૂસનું સેવન કરવાથી ચહેરા પર ની કરચલી, ખીલ ને દૂર કરવામાં મદદ કરે છે અને ચહેરાની ચમક લાવવામાં મદદ કરે છે. એનું સેવન કરવાથી 50 વર્ષ ની ઉંમરે પણ ચહેરા પર કરચલી પડતી અને તમે જવાન દેખાઓ છો.

આમળાના જ્યુસનુ રોજ સેવન તમારા વાળ માટે વરદાન છે. આ વાળને ઝડપથી વધારવા સાથે જ તેમને મજબૂત અને કાળા બનાવી રાખે છે. આમળામાં ગૈલિક એસિડ, ગૈલોટેનિન, અલૈજિક એસિડ અને કોરિલૈગિન જોવા મળે છે જે બ્લડ ગ્લુકોઝ લેવલને ઘટાડે છે અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. તેથી સવારે આમળાનુ જ્યુસ પીવાનુ ન ભૂલશો.

આમળામાં એંટી-ઑક્સીડેંટ, એંટી-ઈંફ્લેમેટરી, વિટામિન સી અને ઈમ્યૂનોમોડ્યૂલેટરી ના ગુણ જોવા મળે છે. તેના જ્યુસનુ નિયમિત સેવન આપણા શરીરને કેંસરથી બચાવવામાં મદદ કરે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here