શિયાળામાં મૂળાના પરાઠા લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ જ કારણ છે કે મૂળા દરેક રસોડાનો મહત્ત્વનો ભાગ બની જાય છે. ત્યારે મૂળાનું શાક પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ સાથે જ તે સલાડ સ્વરૂપે પણ ખાઇ શકાય છે તો કેટલાક લોકો તેનું અથાણું પણ પસંદ કરે છે. ત્યારે કેટલાક લોકો એવા પણ છે જે મૂળા ખાવાનું તો દૂર જોવાનું પણ પસંદ કરતા નથી. જો તમે પણ તે લોકોમાંથી એક છો તો મૂળાથી થતાં ફાયદાઓ વિશે જાણી લો. એકવાર તેના ફાયદા વિશે જાણી લેશો તો તમે પોતે તેને પોતાના ડાયેટમાં સામેલ કરશો.
મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડીન અને લોહતત્વ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં સોડિયમ, ફોસ્ફરસ, ક્લોરીન અને મેગ્નેશિયમ પણ હોય છે. મૂળા વિટામિન એથી ભરપૂર હોય છે. આ સિવાય પણ ઠંડીમાં સલાડ તરીકે મૂળા ખાવાથી અનેક લાભ થાય છે.
મૂળામાં ખૂબ માત્રામાં ફોલિક એસિડ હોય છે.તેની સાથે સાથે જ મૂળામાં વિટામીન C અને એથોકાઇનિન મળી આવે છે. આ તત્વ કેંસરથી લડવામાં મદદગાર છે.મૂળા મોં,પેટ,આંતર અને કિડનીનાં કેંસરથી લડવામાં આ ખૂબ સહાયક પુરવાર થઈ શકે છે.
હાઇ બીપીના લોકો માટે પણ મૂળા ખૂબ જ ફાયદાકારક છે. એન્ટી હાઇપરટેન્સિવ ગુણોથી ભરપૂર મૂળા હાઇબ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં પર્યાપ્ત પ્રમાણમાં પોટેશિયમ હોય છે જે આપણા શરીરમાં સોડિયમ-પોટેશિયમનાં ગુણોત્તરનું બેલેન્સ જાળવી રાખે છે જેનાથી બ્લડ પ્રેશર મેઇન્ટેઇન રહે છે.
જો કોઇને ભૂખ ન લાગવાની પરેશાની છે તો તેના માટે તમે મૂળાના રસમાં આદુનો રસ મિક્સ કરીને પીઓ. આમ કરવાથી તમારી ભૂખ વધશે અને તમને જો પેટ સંબંધિત કોઇ રોગ છે તો તે પણ દૂર થશે.કમળાના પેશન્ટ્સ માટે આ રામબાણ કામ કરે છે. કમળાના દર્દીએ પોતાના ડાયેટમાં તાજા મૂળા સામેલ કરવા જોઇએ. દરરોજ સવારે એક કાચા મૂળા ખાવાથી કમળાનો રોગ ઠીક થઇ જાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ તત્ત્વ ઈન્સ્યુલિનને કંટ્રોલ કરવાનું કામ કરે છે.
જો તમને પેટ ભારે લાગી રહ્યું છે તો તમે મૂળાના રસમાં મીઠુ મિક્સ કરીને પીઓ. તેનાથી તમને આરામ મળશે. જે લોકોને લિવર સંબંધિત કોઇ મુશ્કેલી છે તો તેમણે પોતાના ડાયેટમાં મૂળા સામેલ કરવા જોઇએ. આ તમારા લીવરને સ્વસ્થ રાખે છે.
દિવસમાં 2-3 વખત મૂળાના રસથી કોગળા કરો અને તેનો રસ પીવો, પાયોરિયામાં મોટો ફાયદો થશે. મૂળાના રસથી કોગળા, પેઢા અને દાંત પર ઘસવાથી અને પીવાથી દાંત માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે મોટાપા થી છૂટકારો મેળવવા માંગતા હો, તો તમારા માટે મૂળા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મૂળાના રસમાં લીંબુ અને મીઠું મિક્ષ કરવાથી રાહત મળે છે.
મૂળાના પાંદડા આયર્ન અને ફોસ્ફરસથી ભરપુર હોય છે, જે શરીરની પ્રતિરક્ષામાં વધારો કરે છે. આટલું જ નહીં, વિટામિન સી, વિટામિન એ અને થાયમિન જેવા પોષક તત્વો થાકને દૂર કરવામાં મદદગાર છે. મૂળા એક મોસમી શાકભાજી છે, શિયાળા દરમિયાન કે દિવસ દરમિયાન ખાવી જોઈએ.
મૂળા આંખોના તેજ વધારવા માટે પણ લાભદાયક છે. મૂળાની અંદર રહેલું વિટામિન એ,બી અને સી આંખોના તેજ વધારવા માટે ખુબ જ લાભદાયક બને છે. રીજ એક મૂળો ખાવાથી તેનો ફરક તમને તમારી આંખોમાં જોવા મળશે. મૂળામાં પોટેશિયલ સારા પ્રમાણમાં હોય છે.
મૂળામાં અનેક પ્રકારના એન્ટિઓક્સિડન્ટ અને એન્થોસાયનિન મળી આવે છે જે શરીરની ઇમ્યુનીટી વધારવામાં મદદ કરે છે. મૂળામાં વિટામિન A, C, E, B6, પોટેશિયમ સહીત ઘણા અનેક પ્રકારના પોશાક તત્વ પણ હોય છે જે ઇમ્યુનિટી વધારવા માટે લાભદાયક છે.
મૂળામાં રહેલ ફોસ્ફરસ અને ઝીંક ઠંડીમાં ડ્રાય સ્કિનને નરિશ કરવાનું કામ કરે છે અને ખીલ, ચહેરા પર થતા લાલ ડાઘ, એલર્જી વગેરે જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. શરીરમાં પાણીની અછત દૂર કરવા માટે મૂળાનું સેવન કરવું જોઈએ જેનાથી શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા નથી થતી અને શરીરને કુદરતી રીતે હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.