મેગી એ એવી વસ્તુ છે કે જે નાના બાળકો થી મોટા લોકો સુધી બધાને ખાવી ગમતી હોય છે. મેગી જ્યારે બનીને તૈયાર થાય છે, ત્યારે તેની સુગંધ હૃદયને સ્પર્શી જાય છે. મેગીમાં સૌથી મહત્વનો ભાગ હોય છે તેનો ચટપટો મસાલો કે જે મેગી ની અંદર ટેસ્ટી ફ્લેવર આપે છે.
ઘણા લોકો એવા છે જે મેગીને તેના મસાલા ના લીધે ખાવાનું પસંદ કરે છે. સાચું કહીએ તો મેગી ની ઓળખાણ તેના મસાલાથી જ છે. પેહલા મેગી મસાલો ફક્ત મેગીના પેકેટ માં આવ્યા કરતો હતો. પરંતુ હવે તો દુકાનમાં પણ સરળતાથી મળી જાય છે. મેગી મસાલા નો ઉપયોગ હવે લોકો શાક બનાવવા અને જુદી જુદી વાનગીઓ માં પણ કરે છે. મેગી મસાલો કોઈપણ વાનગી ને વધારે સ્વાદિષ્ટ અને લાજવાબ બનાવી દે છે.
આજે આપણે જોઈએ કે આ ચટાકેદાર મસાલો ઘરે કેવી રીતે બની શકે છે. જોઈએ કે મસાલો બનાવવા માટે કઈ કઈ વસ્તુ ની જરૂર પડે છે.
મસાલો બનાવવા માટે ની સામગ્રી:
સૌથી પેહલા દોઢ ચમચી ડુંગળી પાવડર, પછી દોઢ ચમચી લસણ પાવડર, દોઢ ચમચી ધાણા પાડર, 1 ચમચી લાલ મરચુ પાવડર, 1/2 ચમચી હળદર, 1 ચમચી જીરૂ પાવડર, 1 ચમચી કાળી મરી પાવડર, 1/2 ચમચી મેથી પાવડર, 1/2 ચમચી આદુ પાવડર, 1 અડધી ચમચી ગરમ મસાલો, 4 ચમચી ખાંડ, 2 ચમચી રેડ ચિલી ફ્લેક્સ, 1 ચમચી મકાઈનો લોટ, 1/2 ચમચી સૂકી કેરીનું પાવડર ,દોઢ અડધી ચમચી મીઠું. મેગી નો મસાલો બનાવવા માટે આ બધી જોઈએ છે.
મેગી મસાલો બનાવવાની રીત :
મેગી નો મસાલો બનાવવા ની રીત એકદમ સેહલી છે. સૌ પ્રથમ ઉપર વર્ણવેલી તમામ સામગ્રીઓ ભેગી કરી તેને એક સાથે મિક્સીમાં નાંખી ગ્રાઇંડ કરી લો. પછી જ્યારે પણ નૂડલ્સ બનાવો, ત્યારે તેમાં આ જ મસાલો 2 ચમચી નાંખો. જે લોકો ને ખૂબ જ સ્પાઇસી ખાવાનું ગમતું હોય, તો આ જ મસાલો થોડોક વધારે નાખવાનો અને તેને સારી રીતે મિક્સ કરો અને નૂડલ્સ પકાવી લો. આ મસાલો તમે વધારે સમય માટે પણ સ્ટોર કરી શકો છો.