શું તમે જાણો છો આ ધીમા જેર વિશે? જો આ રીતે કરશો ઉપયોગ તો થઈ શકે છે જાનલેવા ગંભીર બીમારીઓ, જરૂર જાણો વાપરવાની સાચી રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કોઈપણ વસ્તુ વધુ માત્રામાં લેવામાં આવે તો નુકસાન કરે છે. તેવી જ રીતે  ઓછી માત્રામાં લેવામાં આવે તો પણ તેના ગેરફાયદા થતાં હોય છે. આવું જ કઈક મીઠાની બાબતે પણ લાગુ પડે છે.

મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડથી બનેલું મીનરલ છે. આપણે જાણીએ  છીએ કે  મીઠું આરોગ્ય અને સ્વાદ બંને માટે  ખૂબ મહત્વપૂર્ણ  હોય છે. આ એક એવું ઇન્ગ્રીડિયન્ટ છે જે એકદમ પરફેક્ટ એમાઉન્ટ પર લેવું પડે છે. તેની જરા પણ  વધુ અને ઓછી માત્રા શરીરને નુકસાન કરે છે.

મીઠું ઍક  ઝેર  છે. આપણા આહારમાં આવી ઘણી વસ્તુઓ હોય છે, જેના વિના આપણા ખોરાકનો કોઈ સ્વાદ નથી હોતો, પરંતુ કેટલીકવાર આ વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે જોખમી બની જાય છે. જે આપણા શરીરને એક મીઠા ઝેરની જેમ અંદરથી ખોખલુ કરી રહી છે

મીઠુંના વધુ પડતાં ઉપયોગથી  બ્લડ પ્રેશર, સ્ટમક કેન્સર, ઓબેસિટી, વજન વધવું અને દમ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.  કાચા મીઠાનો ઉપયોગ તમને હૃદયની બીમારીથી લઈને કીડની સુધીની સમસ્યા લાવી શકે છે. આરોગ્ય નિષ્ણાંતો મુજબ કાચુ મીઠું સર્કુલેટરી સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ બંનેને નુકસાન પહોંચાડે છે.

વધારે પડતું મીઠું હાડકામાં રહેલું કેલ્શિયમ છીનવી શકે છે જે યુરિન વાટે આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે. જેનાથી આપણા હાડકા કમજોર પડી જાય છે અને હાડકાંને લગતી બીમારીઓ પણ થઈ શકે છે.

મીઠાના પાણીના કોગળા કરવાથી મોઢાના કોષોમાંથી નુકસાનકારક તત્વો ખેંચાઈ આવે છે અને તે ગળા સુધી ફેલાતા રોકી શકાય  છે. આમ  તે વાઈરસ અને બેક્ટેરિયાને મોં અને ગળામાં ઈન્ફેક્શન ફેલાવતા પણ રોકે છે જેથી ગળા અને  મોંને લગતી સમસ્યામાં તાત્કાલિક રાહત મેળવી શકાય છે.

રોજ ભોજનમાં વધુ પડતા મીઠાનો ઉપયોગ કરવાથી લોહીમાં યુરિક એસિડ અને એલ્બ્યુમિન (એક જાતનું પ્રોટીન)નું પ્રમાણ વધારે છે અને આ તત્વોનું પ્રમાણ લોહીમાં જેટલું વધારે હોય  એટલું હાઇપરટેન્શનનું રિસ્ક વધારે છે.

ઓછું મીઠુંખાવામાં આવે તો  શરીરમાં મીઠાની ઉણપથી મૃત્યુ પણ થઈ શકે છે. એક અભ્યાસ મુજબ જે લોકો જરુરત કરતા ઓછું મીઠું ખાય છે તેમની કાર્ડિયોવસ્ક્યુલર અને કોઈ પણ બીજા  કારણોસાર મૃત્યું થવાની શક્યતા વધી જાય છે.

વ્યક્તિએ દિવસમાં વધારેમાં વધારે 2,200 મિલીગ્રામ સોડિયમનો ઉપયોગ કરવો જોઈએ એના બદલે જો તમે દિવસમાં 6,200 મિલીગ્રામ સોડિયમ લેતા હોય તો  હાઈ બ્લડપ્રેશરનું રિસ્ક વધી જાય છે. વધુ પડતું મીઠું ખાવાથી પેટની દીવાલોને નુકસાન થાય છે અને પેટના કેન્સરનું રિસ્ક વધી જાય છે.

કાચું મીઠું નાખવાથી તેમાં રહેલું આયરન પચતું નથી અને આરોગ્યની અનેક તકલીફ થાય છે. જ્યારે મીઠાને પહેલાથી ખાવામાં નાખીને પકાવવામાં આવે છે ત્યારે તેમાં રહેલા આયરનનું સ્ટ્રક્ચર ઓછું થઈ જાય છે અને પચવામાં પણ સહેલું રહે છે. જ્યારે કાચા મીઠામાં આયરન સ્ટ્રક્ચર તેમનું તેમ રહેતા શરીર પર દબાણ કરી બ્લડ પ્રેશર અને હાયપર ટેન્શનમાં વધારો કરે  છે.

મીઠું જો વધારે માત્રામાં ખાવામાં તો સફેદ ઝેર સાબિત થઈ શકે છે. કારણ કે તેનાથી તમારી કિડની ને પણ નુકશાન થાય છે. અને જ્યારે તમને ડાયાબિટીસ અથવા વધારે બીપીની સમસ્યા હોય ત્યારે કિડની ડૅમેજ થઈ શકવાના ચાન્સ વધી જાય છે. આથી મીઠું કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top