આયુર્વેદમાં તમે ગોળમાં ભળેલા લીંબુનો રસ પીવો. એના માટે એક ગ્લાસ પાણીમાં 15 થી 25 ગ્રામ ગોળ મિશ્રણ કરી તેમાં મીઠું નાખો અને લીંબુનો રસ મિક્સ કરી દિવસમાં બેથી ત્રણ વખત પીવાથી લોહીનું દબાણ ખૂબ જ જલ્દી ઓછું થઈ જશે.
જો અચાનકથી કોઇ વ્યક્તિનું બીપી લો થઇ જાય છે અને તેને ચક્કર આવવા લાગે છે, ચહેરા પર સનસનાટીનો અનુભવ થવા લાગે છે, હાથ-પગ કાંપવા લાગે છે. તો તેને સૌથી પહેલા ખાંડ અને મીઠાનું પાણી આપવાથી તરત જ લાભ થાય છે.
લસણ બ્લડ પ્રેશને ઠીક કરવામાં ખૂબ મદદરૂપ ઘરગથ્થું ઉપાય છે. તે લોહીમાં ગાંઠ જામવા દેતું નથી. અને કોલેસ્ટ્રોલને નિયંત્રિતમાં રાખે છે. ટામેટા તમને જરૂરી વિટામીન આપે છે. અને સાથે જ લોહીની ધમનીઓમાં ફેટી એસિડને જામવાથી પણ રોકે છે. બીટ અને મૂળો શરીરમાં નાઈટ્રેટ્સની માત્રા વધારે છે જે લો બીપીને ઓછું કરે છે.
સામાન્ય સંજોગોમાં કોઈનું અચાનક બીપી લો થવાને કારણે તકલીફ ઊભી થાય તો તેની આસપાસની વ્યક્તિઓએ કેટલીક પ્રાથમિક સારવાર કરવી જોઈએ. સૌથી પહેલાં તો દરદીને ખુલ્લી હવામાં લઈ જઈ અને કપડાં ખૂલતાં કરી લેવાં જેથી તેને શ્વાસ લેવામાં ઓછી તકલીફ પડે. ચક્કર આવતાં હોય તો તેને ઊભા રહેવાને બદલે એક પડખે સુવડાવવું. સીધા સૂવાથી શ્વાસ લેવામાં કદાચ તકલીફ વધી શકે છે. પછી તરત જ એક ચમચી મીઠું અને ખાંડ મોંમાં નાખાવી દેવું. ધારો કે વ્યક્તિ ગળી શકે એમ ન હોય તો જીભ પર મીઠું અને ખાંડ મૂકી શકે.
પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ બીમારી વધુ પ્રમાણમાં જોવા મળે છે. જયારે લો બ્લડપ્રેશર થાય ત્યારે ખોરાકમાં મીઠાનું પ્રમાણ વધારી દેવું જોઈએ. લીંબુના શરબતમાં ખાંડ અને મીઠું નાખીને પી જવું એ તાત્કાલિક રાહત આપે છે.
આદુનો રસ અને પાણી સરખે ભાગે મેળવીને પીવાથી હૃદયરોગ મટે છે. ગાજરનો રસ નીયમીત પીવાથી હૃદયરોગમાં લાભ થાય છે. હૃદયનો દુખાવો થાય તો તુલસીનાં આઠ-દસ પાન અને બે-ત્રણ કાળાં મરી ચાવીને ખાવાથી જાદુ જેવી અસર થઈ દુખાવો મટી જાય છે.
છાતી, હૃદય કે પડખામાં દુઃખાવો થયો હોય તો ૧૦ થી ૨૦ ગ્રામ તુલસીનો રસ ગરમ કરીને પીવો અને પાનને વાટીને લેપ કરવાથી દુઃખાવો મટે છે.
નિયમિતપણે બદામ ખાવાથી લોહીની નસ સ્વસ્થ રહે છે અને તેના કારણે હૃદયની બીમારીનું જોખમ ટળી જાય છે. બદામમાં લોહીના ઝેરી તત્ત્વોને નાશ કરતા પદાર્થનું ઉત્પાદન થાય છે. જેના કારણે બદામ બ્લડપ્રેશર ઘટાડવા માટે અને લોહીનો પ્રવાહ સુધારવા માટે અત્યંત મદદરુપ થાય છે.
બ્લડપ્રેશર વાળા દર્દીને દાડમ ખાવાથી ફાયદો થાય છે. હંમેશાં તલના તેલનો જ ઉપયોગ કરવાથી બ્લડપ્રેશર કાબુમાં રહે છે. મસાજ થેરપીથી બ્લડપ્રેશરમાં લાભદાયક નીવડે છે.
થોડીક સ્વસ્થતા આવે એટલે એને ખૂબ ખાંડ, મીઠું અને લીંબુવાળું પાણી પીવડાવવું જોઇએ. બીપી સામાન્ય થયા પછી જ્યૂસ, ભાખરી અને બટર અથવા તો ચોકલેટ જેવી વસ્તુઓ ખાઈને અડધોથી એક કલાક સુધી વ્યક્તિએ સંપૂર્ણ આરામ કરવો જોઈએ.
લો બીપી ધરાવતા લોકોને ક્યારેક જમ્યા પછી કે ભુખ્યા પેટે ઉભા ઉભા પણ ચક્કર આવાતા હોય ત્યારે માત્ર બે ગ્લાસ પાણી પીવાથી બીપી નૉર્મલ થઈ જાય છે. ગાજરનો તાજો રસ એના જેટલા જ દુધમાં મેળવી દરરોજ સવારે લેવાથી લો બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે.
ચીત્રકમુળ, અજમો, સંચળ, સુંઠ, મરી, પીપર અને હરડેનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી લો પ્રેશરની બીમારીમાં જડમૂડમાંથી દૂર કરી શકાય છે.
દરરોજ ઓછામાં ઓછું બે વાર કાચા બીટનો એક કપ રસ પીવાથી લો બ્લડપ્રેશર માટે ખૂબ ફાયદાકારક બને છે. બ્લડપ્રેશર લો થઈ જાય તો એક કપ કડક કોફી પીવાથી સારું થાય છે. આ સિવાય બદામની પેસ્ટ બનાવી તેને હુંફાળા દૂધ સાથે પી જવું. આનાથી પણ લો બ્લડપ્રેશરની તકલીફ દૂર કરી શકાય છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.