જીરુના ઉપયોગથી લોહીનો સંચાર સારી રીતે કરવો કે પછી વજન ઘટાડવું હોય તો જીરું બન્ને માટે કામ કરતો ઉપાય છે. હિંગને વાટીને, કાળું મીઠું (સિંધવ) અને જીરું સરખા ભાગે ભેળવીને ચૂર્ણ બનાવી આ ચૂર્ણને થોડા પ્રમાણમાં રોજ દહીં સાથે લેવાથી શરીરમાં વધારાની ચરબી ઓછી થાય છે.
જીરુંને આખી રાત પાણીમાં પલાળીને રાખો. પછી સવારે આ પાણીને જીરું સાથે ઉકાળીને તે પાણી ને પીવાથી તથા વધેલું પાણી જીરું સાથે ખાઈ લેવાથી વજન ઓછું થવાનું શરુ થઇ જાય છે. જીરુંને ખાધા પછી લગભગ એક કલાક સુધી કંઈ જ ખાવું નહી.
જીરું માત્ર વઘાર માટે જ નહીં પણ વજન ઘટાડવામાં પણ ઉપયોગી બને છે. ચપટી જીરું જો યોગ્ય રીતે લેવામાં આવે તો માત્ર 15 જ દિવસમાં જ વધારે વજનની તમારી સમસ્યા દૂર થાય છે. હકીકતમાં જીરું વજન ઉતારવાં મદદરૂપ થઈ શકે છે.
પાચનશક્તિ જો નબળી હોય તો જીરાંની ચા પી શકાય છે. વજન ઘટાડવા માટે કેળાંની સાથે જીરાનો પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે.
ગર્ભવતી મહિલાઓમાં ગેસને લગતી સમસ્યાઓ દુર કરવા માટે જીરાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રેગનેન્સી દરમિયાન થનારી મીતલી અને ઉલટી જેવી તકલીફો માંથી પણ છુટકારો આપવામાં મદદ કરે છે. એક ગ્લાસ ગરમ દુધમાં અડધી ચમચી જીરું પાવડર અને એક ચમચી મધ ભેળવીને રોજ સેવન કરવાથી ગર્ભવતી મહિલાઓને તમામ તકલીફોમાંથી ઘણી રાહત મળે છે.
ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે અડધી ચમચી પીસેલું જીરૂં દિવસમાં બે વાર પાણી સાથે પીવથી ડાયાબિટીસ રોગીઓ માટે ઘણો ફાયડકારક છે.
જીરા અને ગોળનું પાણી પીવાથી ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ દૂર થાય છે. રોજ સવારે 1 ગ્લાસ જીરું અને ગોળનું પાણી તમે ડાયેટમાં સામેલ કરી શકાય છે. ઘણી વાર લોહીમાં અનેક ઝેરી પદાર્થ આવી જાય છે. જેને શરીરમાંથી બહાર કાઢવા ખૂબ જરૂરી હોય છે. આ ઝેરી પદાર્થોને બહાર નીકાળવામાં ગોળ અને જીરું ખૂબ સહાયક બને છે.
જે લોકો હાઈબ્લડપ્રેશરના શિકાર બને છે તેઓએ આજથી જ જિરા નુ પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. આમ કરવાથી હાઈબ્લડપ્રેશરને કંટ્રોલમાં લાવી શકાય છે. આજે ઘણા લોકોના પેટ કબજિયાત કે પછી એસિડિટીને કારણે ખરાબ રહેતું હોય છે જો આ લોકો નિયમિત માટે જિરા નુ પાણી પીવાનું ચાલુ કરી દે તો આ બંને રોગમાં આરામ મેળવી શકે છે.
ખૂબ ભારે માત્રામાં આયર્ન ધરાવતું જીરું, પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવામાં આવે છે. જેનાં મુખ્ય ફાયદા પાચન ક્રિયા સરળ બનાવવી, રોગ પ્રતિકારક શક્તિ વધારવી, કેન્સર સામે રક્ષણ આપવામાં વગેરેમાં મદદ કરે છે. કાળું જીરું વિટામિન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ તથા ફેટિક એસિડથી ભરપૂર હોય છે.
જીરામા મળી આવતા એન્ટી-ઓક્સિડેંટ ગુણધર્મો સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. આ સિવાય તેમા ફાઈબર, આયરન, કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગેનીઝ, જિંક તેમજ મેગનિશિયમ વગેરે પણ પૂરતા પ્રમાણમા હોય છે. જેના લીધે શરીરમા આવતા સોજો ઓછા થાય છે તેમજ માંસપેશીઓ ને આરામ આપવામા પણ ખૂબ ઉપયોગી બને છે.
જીરાનો પાવડર અને હળદર નો પાવડર મેળવી ને પેસ્ટ બનાવો. અને ત્યાં સુધી ચહેરા પર લગાવેલું રાખો જ્યાં સુધી તે સુકાઈ ન જાય. હવે તેને ઠંડા પાણીથી ધોઈ નાખો આનાથી તમારી ત્વચા નરમ બને છે.
માસિક ધર્મ એક કુદરતી ક્રિયા છે. જેને રોકવુ અસંભવ છે. ત્યારે આવા સમયે દર મહિને યુવતીઓને આ લીધે અસહ્ય પીડા ભોગવી પડે છે. જેના લીધે તેમને ઘણી સમસ્યાઓ પણ આવે છે, જેમ કે પેટ દર્દ, કમર દર્દ, ઉલ્ટીઓ પણ થતી હોય છે. જેમા જીરૂ ઘણુ ફાયદાકારક બને છે.
જીરા અને ગોળનુ પાણી પીવાથી કબજિયા, ગેસ અને પેટનો દુખાવો જેવી સમસ્યાઓ થતી નથી. શિયાળામાં સાંધાનો દુખાવો થતો હોય તો . રોજ 1 ગ્લાસ જીરાવાળા પાણીમાં ગોળ નાખીને પીવાથી પીઠ, કમરના દુખાવામાં રાહત મળે છે. જેમનામા કેલ્શિયમની ઉણપ હોય તેવા લોકો માટે જીરૂ ખુબ જ લાભદાયક સાબિત થાય છે.
જો માનસિક રીતે શરીર પ્રબળ હોય તો મોટામા મોટી સમસ્યા પણ નાની લાગે છે. તેથી જીરૂ મગજ ને તેજ કરવામા મદદરૂપ થાય છે. અને જીરાનુ સેવન કરવાથી યાદશક્તિ મજબૂત બને છે.
ઉનાળામાં જીરૂ ખાસ લાભદાયક હોય છે. ગરમી વધતા બે કપ પાણીમાં અડધી ચમચી ધાણા, અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી જીરૂ ઉકાળીને પછી તેને ઠંડુ થતાં ચાળીને તેમાં ખાંડ નાંખી પીવતી રાહત મલે છે.
ગરમીના કારણે જો ઝાડા થઇ ગયા હોય તો જીરૂ અને ખાંડને સમાન માત્રામાં મિસ્ક કરી વાટીને પાવડર કરી એક-બે ચમચી ઠંડા પાણી સાથે આ પાવડર લેવાથી ગરમીથી થતાં ઝાડા બંધ થઇ જશે. દક્ષિણ ભારતમાં લોકો જીરાનું પાણી પીવે છે. એના સેવનથી મોસમી રોગો થતાં નથી અને પેટ પણ ઠીક રહે છે.
જીરૂ બોડીમાં શુગરના લેવલને નિયંત્રિત કરે છે. જીરાને વાટીને એક બોટલમાં ભરીને અડધી નાની ચમચી જીરૂ પાવડર બે વાર પાણી સાથે કરી પીવાથી ડાયાબિટીસના રોગીને ઘણો લાભ થાય છે.