સંગીત મનોરંજન છે અને સાથે ધ્યાન પણ છે.સંગીત વિનાનું જીવન અધૂરુ છે.એક સંગીત જ એવું છે, જે તમારા વીરાન રણ જેવી દુનિયામાં ખુશીઓ ભરી દે છે.
સંગીત શક્તિ જાળવી રાખે છે. ધીરજ વધારે છે અને મૂડ સુધારે છે. સંગીત સાંભળવાથી આપણું ધ્યાન કસરત દરમિયાન અસુવિધા તરફ જતું નથી. ટ્રેડ મિલ ચાલાવતા 30 લોકો પર સંગીતનો અભ્યાસ કરાવામાં આવ્યો હતો. સંગીત સાંભળ્યા વગર કરવામાં આવેલી કસરત કરતાં સંગીત સાંભળીને કરવામાં આવેલી કસરત વધુ ફાયદાકારક હોય છે.
સંગીત સાંભળવાથી યાદશક્તિ વધે છે. મનને શાંત કરે તેવું સંગીત ગાવાથી, વગાડવાથી, સાંભળવાથી શરીરમાં હકારાત્મક સંવેદનો જાગે છે. શરીરમાં સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ ઘટે છે. જેની સારી અસર રોગપ્રતિકારક ક્ષમતા પર થાય છે.
આથી જ વારંવાર શરદી થવી, તાવ આવવો તથા ઓટોઈમ્યુન ડિસિઝથી પીડાતા વ્યક્તિઓ સંગીતને તેમના દૈનિક જીવનમાં સ્થાન આપે તો બીમારીની ગંભીરતા ઘટે છે.
હાડકાનાં ઘસારાને કારણે સાંધાનો દુઃખાવો રહેતો હોય, વારંવાર માઇગ્રેન થતું હોય, કમરનો દુખાવો રહેતો હોય તેઓને મ્યુઝિક થેરેપીથી દુખાવાની દવાઓની જરૂરિયાત ઘટે છે.
સંગીત સ્વરામૃત નામના ગ્રંથમાં કહ્યું છે કે ધ્વનિ તરંગોની સીધી અસર આપણા વાત, પિત્ત અને કફ ઉપર થાય છે. ગંભીર અને ઘન તરંગો પિત્ત વધારે છે તો કોમળ, મૃદુ અને સ્નિગ્ધ ધ્વનિતરંગો કફ વધારવામાં મદદ કરે છે. ખૂબ મોટા એટલે કે ૧૦૦થી ૧૧૦ ડેસિમલ જેવી તીવ્રતાવાળા બૅન્ડ આદિના અને વેસ્ટર્ન મ્યુઝિકના ધ્વનિતરંગો સન્નીપાત પેદા કરી શકે તેવા જોખમી હોય છે.
ઊંચી કંપ સંખ્યા ધરાવતા ધ્વનિ તરંગો આપણા કાનમાં શૂળ ભોંકાતી હોય તેવો અનુભવ કરાવે છે. આવા વિકૃત સંગીતના જલસાઓમાં સ્પીકર પાસે તમે ઊભા રહો તો પેટમાં હથોડા પડતા હોય તેવો અનુભવ થાય છે.
મ્યુઝિક શીખતા, વગાડતા, ગાતા, સાંભળનાર વ્યક્તિઓ-બાળકોમાં એક સંવેદનશીલતા વિકસાવે છે. જેની અસર બુદ્ધિક્ષમતા, શીખવાની વૃત્તિ, સહનશીલતા જેવી અનેક બાબત પર સારી અસર જોવા મળે છે.
ગર્ભાવસ્થામાં સંગીત સાંભળવાથી ગર્ભસ્થ બાળકનો બૌદ્ધિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ સારો થાય છે. માનવામાં આવે છે કે ગર્ભાવસ્થાના બીજા ત્રિમાસી ગાળામાં સંગીત સાંભળવાથી લાભ થાય છે. ગર્ભાવસ્થાના નવમાં સપ્તાહની શરુઆતમાં બાળકના કાન બનવાનું શરુ થાય છે.
18માં સપ્તાહથી બાળક સાંભળવાનું શરુ કરે છે અને ત્યારબાદ તેમાં રોજ સાઉંડના પ્રતિ સેંસિટિવિટીમાં સુધારો થતો જોવા મળે છે. 25થી 26માં સપ્તાહ દરમિયાન બાળક બહારના અવાજો પર પ્રતિક્રિયા આપવાનું શરુ કરે છે. ત્રીજા ટ્રીમેસ્ટરમાં બાળક માતા અને આસપાસના લોકોનો અવાજ સાંભળી તેને ઓળખવા પણ લાગે છે. ત્યારે બાળક જ્યારે સંગીત સાંભળે છે તો બાળક વાઈબ્રેશન પણ સાંભળે છે અને તેની ધુન પર મૂવમેન્ટ પણ કરે છે.
સંગીત સાંભળવાથી બાળકના રિએક્શનમાં પણ સુધારો થાય છે. ગર્ભાવસ્થાનો સમય મહિલા માટે પણ તનાવપૂર્ણ રહે તેવામાં સંગીત માતા માટે પણ લાભકારી સાબિત થાય છે.
સંગીતને પણ જો કહેવું હોય તો એક પ્રકારનો યોગ કહી શકાય છે. સંગીત દ્વારા ઘણી બધી બીમારીઓનો ઉપચાર પણ થતો હોય છે. વિજ્ઞાન પણ એવું સ્વીકારે છે કે દરરોજ લગભગ ર૦ મિનિટ મનપસંદ સંગીત સાંભળવાથી ઘણા બધા રોગથી દૂર રહી શકાય છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.