માત્ર 5 આ પાનથી હૃદયરોગ, કોલેસ્ટ્રોલ અને ખરતા વાળથી જીવનભર છુટકારો, દવા કરતા ઝડપી અસરકારક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મીઠા લીમડાનો ઉપયોગ ભારતના દરેક રસોડામાં થાય છે. કોઈપણ વસ્તુ નો વઘાર કરવામાં આવે તો તેમાં મીઠો લીમડો જરૂર નાખવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તો લગભગ દરેક વાનગીમાં લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો એક અલગ જ સ્વાદ હોય છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક ગણાય છે.

અને મીઠા લીમડાનાં પાનમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને વિટામિન્સ જેવા અનેક ગુણધર્મો આવેલા હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આપણે રસોડામાં તો ઘણી જગ્યાએ મીઠા લીમડાનો ઉપયોગ કરીએ છીએ પરંતુ શું તમે ક્યારેય મીઠા લીમડાનો ઔષધી તરીકે ઉપયોગ કર્યો છે. ચાલો આજે આપણે મીઠા લીમડાના ઔષધીય ગુણો વિશે જાણીએ.

ડાયાબિટીસથી પીડાતા લોકો માટે મીઠા લીમડાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં ફાઇબર ઇન્સુરીનનું પ્રમાણ હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સારું હોય છે. અને બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. લીમડામાં આયર્ન અને ફોલિક એસીડ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે એનેમીયાને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે.

મીઠો લીમડો એ પાચન ક્રિયાને મજબૂત બનાવવા આ ઉપરાંત વજનને ઓછું કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મીઠા લીમડાને હૃદય માટે પણ ઉત્તમ ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે. મીઠા લીમડાના જ્યુસ બનાવવા માટે સૌપ્રથમ ચારથી પાંચ લીમડાના પાન લઈને એક ગ્લાસ પાણીમાં તેને મિક્સ કરીને મિક્સર કે બ્લેન્ડરની મદદથી તેનો રસ કાઢી લો. અને તેનું સેવન કરો. ત્યારબાદ તેમાં ધાણા અને ફુદીનાના પાન પણ ઉપયોગ કરી શકો છો.

મીઠો લીમડો એનીમિયા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત લીમડાના પાંદડા લોહીમાં કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે પણ ફાયદાકારક છે. જેના દ્વારા હૃદયની દરેક બીમારીઓથી આપણે દૂર રહી શકીએ છીએ. જે લોકો પાચનની તકલીફથી પીડાતા હોય છે તે લોકો માટે પણ લીમડાના પાન ખૂબ જ ફાયદાકારક છે. અને આ માટે રોજ સવારે ખાલી પેટે ૩ થી ૪ લીમડાના પાનને ચાવી ચાવીને ખાવાથી એનીમિયાનું જોખમ ઓછું થઈ જાય છે. અને હાર્ટએટેકનો ખતરો ઓછો થઇ જાય છે.

આ ઉપરાંત અત્યારે દરેક લોકોને વાળને લગતી અનેક સમસ્યાઓથી પીડાતા હોય છે. માટે લીમડાના પાન ખૂબ જ ફાયદાકારક ગણાય છે. વાળને મજબૂત બનાવવા, સફેદ વાળ અટકાવવા, માથામાંથી ખોડો દૂર કરવા અને વાળ ખરતા અટકાવવા માટે, સફેદ વાળ કાળા કરવા જેવા અનેક ઉપાયો મીઠા લીમડામાંથી કરી શકાય છે.

આ માટે સૌ પ્રથમ નારિયેળ તેલની અંદર મીઠા લીમડાના પાનને ઉકાળી ત્યારબાદ તે તેલથી માથામાં માલિશ કરવામાં આવે તો દરેક સમસ્યામાં રાહત થઇ છે. લીમડાના પાનમાં વિટામિન બી-૨ અને બી-૯ પુષ્કળ પ્રમાણમાં હોય છે. એટલે વાર ખરતા અટકાવે છે. અને લાંબા, કાળા અને મજબૂત બનાવે છે.

મીઠા લીમડામાં એન્ટી ઓક્સીડંટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ આવેલા છે. જે સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો કોઈ પણ ચામડી પર ઇજા થઇ હોય અથવા તો દાઝી ગયા હોય તો મીઠાં લીમડાની પેસ્ટ લગાવવાથી તે તરત જ ફાયદો થાય છે.

લીવર માટે પણ તે ખૂબ જ ગુણકારી છે. ઘણી વખત અસમતોલ આહાર અને વધારે પડતું આલ્કોહોલ નું સેવન ને કારણે લિવર બગડવાની શક્યતા વધી જાય છે. અથવા તો જે લોકોને લીવર કમજોર હોય તે લોકો માટે લીમડો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે, લીમડામાં વિટામીન-એ અને વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે, જે લીવર માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top