ગોખરું એક દુલર્ભ ઔષધિઓમાંથી એક ઔષધી છે. ગોખરુંનું સેવન કરવાથી આપણા શરીરના કેટલાક રોગોને દુર કરવામાં મદદ મળી શકે છે. ગોખરૂને આયુર્વેદમાં અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. ગોખરુ બે પ્રકારના હોય છે. મોટા ગોખરુ અને નાના ગોખરુ. દવા અને ઔષધીઓમાં મોટું ગોખરુ વપરાય છે. હવે અમે તમને જણાવીશું ગોખરુથી આપણાં શરીરને મળતા લાભો.
સાંધાનો વા, ગઠીયો વા કે આમવાત જેવી સમસ્યાઓમાં ગોખરું ખુબ જ લાભદાયી છે. એક ચમચી ગોખરુંનું ચૂર્ણ અને એક ચમચી સુંઠનું ચૂર્ણ બનાવીને તેને ઉકળતા પાણીમાં નાખીને પાણીને ઉકળવા દેવું. જયારે પાણી ઉકળી ગયા બાદ તેમાંથી માત્ર બે કપ જેટલું પાણી વધે ત્યારે તેને ઉતારી લઈ સવારે અને સાંજે પીવાથી કમરનો દુખાવો મટે છે. સાથે કમરનો દુખાવો, સાંધાની વેદના વગેરે સમસ્યા ગોખરૂથી મટે છે.
ગોખરું શ્વાસને લગતી સમસ્યા અટકાવે છે. તે શ્વસનતંત્રમાં કફની સમસ્યાને રોકે છે. જે ફેફસામાં રહેલા કફને ઓગાળે છે અને શરીરમાંથી બહાર કાઢે છે. જેથી કફ, અસ્થમા, ઉધરસ જેવી સમસ્યાને પણ અટકાવે છે તેમજ દૂર કરે છે. આ ઈલાજ માટે 2 થી 3 ગ્રામ ફળનું ચૂર્ણ સુકાયેલા અંજીર સાથે લેવાથી આ સમસ્યા મટે છે.
કીડનીની બીમારીથી લોકો સૌથી વધારે તકલીફમાં રહે છે. કેટલાક વ્યક્તિઓને કીડની સ્ટોનનો દુઃખાવો અસહનીય થઈ જાય છે. આવામાં ગોખરું કીડની સ્ટોનથી રાહત અપાવવા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કિડનીમાં થયેલ પથરીથી છુટકારો મેળવવા માટે ગોખરું રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. આયુર્વેદમાં ગોખરુંને ઔષધીય જડી-બુટ્ટી માનવામાં આવે છે.
એક્ઝીમાંના કારણથી જ્યારે ચામડી પર ખંજવાળ આવવા લાગે ત્યારે ગોખરું ખુબ જ ઉપયોગી થાય છે. એક્ઝીમાની તકલીફમાં ગોખરૂના બીજ અને સુકા પાંદડાનું ચૂર્ણ કરીને ચામડી પર પ્રભાવિત જગ્યાએ લગાવવાથી ચામડીની તકલીફ મટે છે.
ગોખરુંનું રોજ નિયમિતપણે સેવન કરવાથી બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખી શકાય છે. એનાથી ડાયાબીટીસનો ખતરો પણ ઘટી જાય છે અને સ્વસ્થ જિંદગી જીવી શકે છે. ડાયાબીટીસના દર્દીઓને ખાવાપીવાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આવામાં ગોખરુંનું સેવન કરીને ડાયાબીટીસને નિયંત્રિત કરી શકાય છે.
ગોખરુનું સેવન કરવાની એનીમીયાની તકલીફ મટે છે. ગોખરુંનું ચૂર્ણ અને દૂધ સાથે સવારે ખાલી પેટ લેવાથી એનીમીયાની તકલીફમાં ફાયદો થાય છે. ગોખરું શરીરમાં લોહીનું પ્રમાણ વધારે છે જેના લીધે સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતી એનીમિયાની તકલીફ મટે છે.
તાવમાં ગોખરુંની 15 ગ્રામ છાલને 250 ગ્રામ દુધમાં ઉકાળીને સવારે અને સાંજે પીવડાવવાથી વંધ્યત્વની સમસ્યા અટકે છે. આ ઉકાળામાંથી થોડો ઉકાળો વધે ત્યારે તેને સાચવી લઈને 3 થી 4 વખત દિવસમાં લેવાથી તાવ ઉતરી જાય છે. આ સિવાય ગોખરુનું ચૂર્ણ લેવાથી તાવ મટે છે.
ગોખરું પ્રકૃતિમાં ઠંડુ છે. શરીરની ઉષ્મા, ગરમીને તે તત્કાળ મટાડે છે. જેમનું શરીર ગરમ રહેતું હોય જેને ગોખરુંનું સેવન કરાવવામાં આવે તો તે શરીરની ગરમીને દુર કરે છે. ગોખરું ઉનાળામાં પણ ખુબ જ ઉપયોગી થાય છે. સાથે તે બળવર્ધક હોવાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો સંચાર કરે છે. જે શરીરના થાકને દૂર કરે છે.
કમરના દુખાવાના ઈલાજ તરીકે પણ ગોખરું ઉપયોગી છે. આ સમસ્યા સાથે સ્ત્રીઓમાં સફેદ પાણી પડવું, અનિયમિત માસિક, ખોરાકનું બરાબર પાચન ન થવું વગેરે સમસ્યા રહે છે. અને આ સમસ્યાને લીધે જ કમરનો દુખાવો મોટાભાગે થતો હોય છે. આ કમરનો દુખાવો દુખાવો મટાડવા માટે ગોખરું અને સુંઠનો ઉપયોગ કરીને ઉકાળો બનાવી સેવન કરવાથી દુખાવો મટે છે.
ગોખરું છાતીમાં દુખાવો મટાડવા માટે ઉપયોગી છે. આ એક પ્રકારે હ્રદયના દુખાવાની કે હાર્ટએટેકની સમસ્યાના લક્ષણો છે. જયારે છાતીમાં દુખાવો થાય ત્યારે ગોખરુંનું ચૂર્ણ અને પાણી કે દુધમાં ગરમ કરીને તેમાં મધ નાખીને સેવન કરવાથી છાતીનો દુખાવો મટે છે.