ગેરેન્ટી સાથે માત્ર 3 દિવસ આ બે દાણાથી જીવનભર ગેસ, એસિડિટી અને ઉધરસ ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આયુર્વેદમાં મરીને ‘મરીચ’ કહેવામાં આવે છે. આપણે ત્યાં સૌરાષ્ટ્રના તેને ‘તીખા’ કહે છે. ઔષધ તરીકે આ મરીનો ચરક-સુશ્રુતનાં કાળથી બહોળો ઉપયોગ થતો આવ્યો છે. રામાયણ જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ તેનાં ઉલ્લેખ મળી આવે છે.

કાળી મરીનો ઉપયોગ પુલાવ અને અન્ય શાકભાજીનો ટેસ્ટ વધારવા માટે થાય છે પણ તે સ્વાદ વધારવાની સાથે તંદુરસ્તી માટે પણ શ્રેષ્ઠ છે. તેને ભોજનમાં સામેલ કરવાથી ઘણી સમસ્યાઓને દૂર રાખી શકાય છે. કાળી મરી ભારતીય રસોઈના ખાસ મસાલામાંથી એક છે. અમે તમને કાળી મરીના ફાયદા અને ટિપ્સ ના વિશે જણાવીશું.પાકવા ના પહેલા કાળી મરી સફેદ હોય છે.સફેદ મરી વધારે પડતી થડું કે લાડુ બનાવવામાં કામ આવે છે. જ્યારે કાળી મરી વધારે પડતી શાકભાજીમાં નાખવામાં આવે છે.

હાઈ બલ્ડપ્રેશર ની સમસ્યા દૂર થાય :

કાળામરી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.શરીરને આરામ અપાવવામાં ઘણા ફાયદાકારક છે. જો તમે હાઈબ્લડ પ્રેસરની સમસ્યા થી પીડાતા હોવ તો નિયમિત જમ્યા બાદ ૧ ચમચી કાળામરીનું ૧ ગ્લાસ પાણી સાથે પીવો જેથી તમારું બ્લડ પ્રેસર નિયંત્રિત દૂર થાય.

ઉધરસ દૂર થશે :

ઉધરસ ની સમસ્યા થાય ત્યારે ૧/૨ ચમચી કાળા મરીનું ચૂર્ણ અને ૧/૨ ચમચી મધ મિક્સ કરીને એને દિવસમાં 3 થી 4 વખત ચાટવું, આમ કરવાથી તમારી ઉધરસ ની સમસ્યા દૂર થઇ જશે. કાળા મરીની તીખાસ ગળા અને નાકની સમસ્યાને થોડા સમયમાં દૂર કરી દે છે. કાળામરી શરદીમાં ખુબજ ફાયદા કારક હોય છે, એટલા માટે દૂધમાં કાળામરી નાખીને નિયમિત પીવાથી શરદીની સમસ્યા દૂર થાય છે.

અનિયમિત માસિક :

અનિયમિત માસિક ધર્મ એક ચમચી મધ તથા કાળી મરી ભેળવીને 2 મહિના સુધી લગાતાર ખાવ આનાથી અનિયમિત માસિક ધર્મ તથા આનાથી જોડાયેલી સમસ્યાઓથી છુટકારો મળે છે.

ગેસ ની સમસ્યા દૂર થશે :

જો તમે ગેસ ની સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો ૧ કપ પાણી મા ૧/૨ લીંબુ નો રસ નીચવીને અને એમાં ૧/૨ ચમચી કાળા મરીનું ચૂર્ણ અને ૧/૨ ચમચી સિંધવ નમક મિક્સ કરીને નિરંતર તેનું સેવન કરવાથી અપચો અને ગેસની સમસ્યા દૂર થઇ જાય છે. ભોજનમાં રોજ થોડી કાળી મરીના ઉપયોગથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. રોજ કાળી મરી ખાવાથી કોલન કેન્સર, કબજિયાત, ઝાડા અને બીજી બેક્ટેરિયા સંબંધી બીમારી દૂર થાય છે.

ગળું બેસી જવાની સમસ્યા દૂર થશે :

જયારે પણ ગળું બેસી જવાની સમસ્યા ઉદભવે તો કાળામરીને ઘી અને સાકર સાથે મિક્સ કરીને તેને ચાટવાથી બંધ થયેલું ગળું ખુલી જાય છે તથા તમારો અવાજ પણ મધુર બની જાય છે. આ સિવાય 8-10 કાળી મરી લઈને પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરવાથી પણ ગળાનું સંક્રમણ દુર થઇ જશે

સ્કિન ની સમસ્યા દૂર થાય :

કાળી મરી ને બારીક ક્રશ કરીને ઘી મા મિકસ કરી તેનો લેપ લગાડવા થી સ્કિન ની સમસ્યા દૂર થઇ જાય છે. કાળા મરી નું સેવન કરવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓ જેવી કે કાળા દાગ કે નિશાન, ખીલ વગેરે દૂર થઇ જાય છે.ત્વચાના મૂળ રંગને યથાવત રાખે છે

પેટ સંબંધિત(કરમિયા, કીડા) સમસ્યા :

જો તમે પેટ સંબંધિત કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો થોડી માત્રામાં કાળા મરીના પાઉડરને એક ગ્લાસ છાસમાં મિકસ કરીને તેનું સેવન કરી લો. આ ઉપરાંત દ્રાક્ષની સાથે કાળી મરી નું દિવસમાં 3 વાર સેવન કરવું જેથી તમને આ પેટની સમસ્યામાંથી મુક્તિ મળશે તથા તમારા પેટના તમામ કીડા મરી જશે. આ સિવાય જો પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા ઉદભવી રહી હોય તો તુરંત લીંબુના રસમાં કાળામરીનો પાવડર અને નમક મિકસ કરી તેનું સેવન કરી લો. આ ઉપચાર તમારી અપચો અને ગેસની સમસ્યાને પણ થોડા સમયમાં દૂર કરી નાખશે.

નેત્રો ની સમસ્યા :

આંખોનું તેજ વધારવા માટે, કાળી મરી પાવડરને દેશી ઘી માં ભેળવીને ચાંદની રાતમાં મૂકી દો.સવાર થયા પહેલા તેને હટાવી લો.પછી તેને તમે રોજ અડધી ચમચી ખાઓ આનાથી આંખોનું તેજ વધે છે.

ગઠિયા ની સમસ્યા :

જે લોકો ગઠિયાની સમસ્યા થી પીડાતા હોય, તે લોકો તલના ઓઈલ ને ગરમ કરીને તેમાં કાળા મરી ઉમેરી મિક્સ કરો અને તેને ગઠિયા વાળી જગ્યા પર માલીસ કરવું, આવું કરવાથી ગઠિયા ની સમસ્યા માંથી રાહત મળશે.

જો કોઈ વ્યક્તિ શ્વાસ સંબંધિત કોઈ સમસ્યા થી પીડાતું હોય તો ફૂદીનાની છાશમાં કાળા મરી ઉમેરીને તેનું સેવન કરવું જે તમારા માટે લાભદાયી સાબિત થશે.

હરસમાં પણ લાભદાયી :

હરસ ની સમસ્યા થી પીડાતા લોકો માટે કાળી મરી દવાથી કમ નથી. જીરું, સાકર અને કાળામરીના દાણાને ક્રશ કરીને પાવડર બનાવી લો ત્યાર બાદ આ પાવડરનું સવારે તથા સાંજ સેવન કરવું. આ પાવડરના સેવન થી હરસની સમસ્યા દુર થશે. પરંતુ, આના માટે તમારે જંકફૂડ તથા ઓઈલી ફૂડ ના સેવન થી દૂર રહેવું પડશે.

દાંતોની તમામ પ્રકારની સમસ્યાઓ જેવી કે દાંતનો દર્દ, દાંત બગડી જવા વગેરે માંથી મુક્તિ મેળવવાનો કાળામરી શ્રેષ્ઠ ઈલાજ છે. દાંતમાં થતાં દર્દ ને દૂર કરવા માટે કાળામરીના દાણાને દાંત વચ્ચે રાખીને નિરંતર ચાવવા, આનાથી દાંતનો દર્દ દૂર થઈ જશે. દાંતોમાં પાયોરિયા ની સમસ્યા હોય તો મરીના પાવડરને નમક સાથે મિક્સ કરીને દાંતો પર લગાવવામાં આવે તો પણ તમને રાહત મળશે.

જો તમે યાદશક્તિ નબળી થવાની સમસ્યા થી પીડાતા હોવ તો મધમાં કાળામરીનો પાવડર મિક્સ કરી દિવસમાં 2 વખત તેનું સેવન કરવું. તમને લાભ અવશ્ય થશે.

શરદી ની સમસ્યા :

શરદી ની સમસ્યા ઉદભવે તો મધ સાથે કાળામરીના દાણાનું સેવન કરવું, આ પ્રક્રિયા દિવસમાં 3 વાર કરવું. કાળા મરીની તીખાસ ગળા અને નાકની સમસ્યાને થોડા સમયમાં દૂર કરી દે છે. કાળામરી શરદી ની સમસ્યા દૂર કરવા માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top