માધુરી દીક્ષિતે મુંબઈ માં ભાડે રાખ્યું ઘર, દર મહીને ભાડા પેટે ચૂકવશે આટલા લાખ

madhuri Dixit and ram nene

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત અને તેના પતિ ડો.શ્રીરામ નેનેએ મુંબઈમાં એક મકાન ભાડે લીધું છે. આ ઘર મુંબઈના વર્લીમાં એક ઊંચી ઈમારતમાં એક પોશ વિસ્તારમાં આવેલું છે. બિલ્ડિંગના 29મા માળે સ્થિત આ ઘરનો કાર્પેટ એરિયા લગભગ 5500 સ્ક્વેર ફૂટ છે.

“માધુરીના વર્તનથી પ્રભાવિત” ડિઝાઇનર: આ ઘરની ડિઝાઈન તૈયાર કરનારી અપૂર્વા શ્રોફે માધુરી અને શ્રીરામની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ,”સાચું કહું તો મને આશ્ચર્ય થયું કે તેઓ કેટલા ડાઉન ટુ અર્થ છે અને તેઓ કેટલા પ્રેક્ટિકલ છે. એક વસ્તુ જે થોડી અવરોધ પેદા કરી રહી હતી તે તેની સમયરેખા હતી. અપૂર્વાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તમે માધુરી અને શ્રીરામને સોફા પર બેઠેલા જોઈ શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Apoorva Shroff (@lythdesign)

ડિઝાઇનર સમક્ષ મૂકવામાં આવી કઈક આવી શરત: દંપતીની આ તસવીર ત્યારે લેવામાં આવી છે જ્યારે તેઓ તેમના ઘર માટે વોલપેપર પસંદ કરી રહ્યા હતા. અપૂર્વાએ જણાવ્યું હતું કે આ ઘરની ડિઝાઇન કરતી વખતે તેનો વિચાર માત્ર તેના ડેકોરેશનને સિમ્પલ, સોબર અને વર્સેટાઇલ રાખવાનો હતો અને આ તેમની ખાસ શરત હતી. પિન્કવિલા સાથેની વાતચીતમાં અપૂર્વાએ જણાવ્યું હતું કે, “ટૂંકમાં મને કહેવામાં આવ્યું હતું કે સ્ટાર કપલના નવા ઘરમાં ફટાફટ રિનોવેશન કરવું પડશે.”

ઘરના ભાડા ની વાત કરીએ તો સ્ટાર કપલે આ પોશ વિસ્તાર માં આવેલા ફ્લેટ માટે દર મહીંએ અંદાજિત 12.5 લાખ જેટલું ભાડું ચૂકવવું પડશે. અપૂર્વાએ ઘરમાંથી સમગ્ર શહેરનો નજારો જોતાં જણાવ્યું હતું કે વરલી હાઈ રાઈઝના ૨૯મા માળે આવેલા એપાર્ટમેન્ટમાં શહેરની નીચે રાત્રે તેજસ્વી રોશનીનો અદભૂત નજારો જોવા મળે છે અને દિવસ દરમિયાન દરેક દિશામાંથી પૂરતા પ્રમાણમાં લાઈટ ફિલ્ટરિંગ થાય છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો માધુરી દીક્ષિતે હાલમાં જ ઓટીટી પર ડેબ્યૂ કર્યું છે, આ વેબ સિરીઝને દર્શકોનો જોરદાર રિસ્પોન્સ મળ્યો છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here