જાણો શું છે ઉનાળામાં લૂ લાગવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઉનાળાની ગરમી વધી રહી છે, તેથી હીટસ્ટ્રોક (સનસ્ટ્રોક) ની સમસ્યા એ સામાન્ય છે.ઉનાળામાં ગરમ તાપમાનથી લૂ લાગવાનું જોખમ વધે છે, ખાસ કરીને તડકામાં કામવગર ફરવાવાળા લોકો ,ખેલાડીઓ,બાળકો,વૃદ્ધો અને બીમાર લોકોને લૂ જડપરથી લાગી જે છે લૂ લાગવાથી શરીરનું તાપમાન 104º અથવા તેનાથી ઊંચું થાય જાય છે.તો ચાલો જોયે લૂ લાગવાના કારણો અને અને લૂ લાગવાથી બચવાના ઉપાયો.

લુ લાગવાના લક્ષણો :

ચક્કર આવવા,વધુ તાવ આવવો(102-104 ડિગ્રી ફેરનહાઈટ),શ્વાસની તકલીફ,ઉલટી અથવા ઉબકા, ઝાડા, માથાનો દુખાવો,શરીર તૂટવું,વારંવાર શુષ્ક મોં અને હાથ-પગમાં નબળાઇ એ લુના લક્ષણો છે. લૂ લાગવાથી વધુ પરસેવો થાય છે અથવા તો પરસેવો થતો અચાનક બંધ થાય જે છે.

તો ચાલો અજમાવીએ લૂ લાગવાના ઘરેલુ ઉપચાર

પાણી પીવાનું રાખો. ફ્રિજના પાણી કરતાં માટલાનું પાણી પીવા નું રાખો . શરીરને ઠંડુ રાખવા માટે દિવસમાં એક કે બે વાર લીંબું પાણી પીવો.

તમારા શરીર હાઇડ્રેટેડ રાખો. ઘરે કેરીના પીણું બનાવી લો અને તેને પીવો. આ લૂ થી બચવાના સૌથી વધુ અસરકારક ઘરેલું ઉપાય છે.

દૈનિક ખોરાકમાં કાચી ડુંગળીનો ઉપયોગ કરો. ડુંગળીને ફ્રાય કરી લો અને એક સામાન્ય ડુંગળી સાથે મિક્સ કરી પીસી લો. આ મિશ્રણમાં જીરું પાવડર અને મિશ્રી મેળવીને ખાવાથી પણ લૂ થી બચી શકે છે.

લૂ ન લાગે તે માટે, ઉનાળામાં દરરોજ ધાણા અને ફુદીનાનો રસ બનાવી ને પીવો. ધાણા અને ફુદીના ને શરીર માટે ઠંડા માનવામાં આવે છે.

દરરોજ લીલા શાકભાજી ખાઓ.અથવા તો તમે દરરોજ વેજીટેબલ સૂપ બનાવી તેનું સેવન કરી શકો છો.

લૂ લાગવાથી કેવી રીતે બચવું તે જાણો

પહેલા તો પાણી વધુ પીવાનું રાખો.

ઘરે થી નીકળો ત્યારે ફૂલ અને ઢીલ કપડાં પહેરીને જ બહાર જાઓ, કે જેથી તમને હવા લાગતી રહે,વધુ ફિટ અને કાળા રંગના કપડાં ન પહેરો.

તડકાથી બચવા છત્રીનો ઉપયોગ કરો, બીજું તે પણ કે માથા પર ભીનું અથવા તો સાદું કપડું રાખીને જ ચાલો.

જો તમે ખૂબ પરસેવો થાય તો તરત જ ઠંડું પાણી ન પીવો, સાદા પાણી પણ ધીમે ધીમે પીવો.

દરરોજ સ્નાન કરો અને શરીર ઠંડું રાખો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top