વગર ખર્ચે અને દવાએ લોહીને પાતળું કરવા કરી લ્યો આનું સેવન, કોલેસ્ટ્રોલ, હદયરોગ અને જામી ગયેલ લોહીથી જીવનભર છુટકારો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સામાન્ય રીતે શરીર માં લોહીનું ઘટ્ટ થવું નુકસાનકારક નથી હોતું, પરંતુ આવી પરિસ્થિતિ ત્યારે ખતરનાક થઈ શકે છે. જયારે ઘટ્ટ લોહી હ્રદય, ફેફસા કે પછી મસ્તિષ્કમાં લોહીના પરિભ્રમણને રોકવા લાગે છે. આના કારણે સ્ટ્રોક કે પછી હાર્ટ એટેક આવી શકે છે. લોહીને ઘટ્ટ થતું રોકવા માટે બ્લડ થીનર્સનો ઉપયોગ કરવામાં આવે છે.

બ્લડ થીનર્સ એટલે, લોહીને પાતળું કરનાર પદાર્થ. લોહીના ગઠ્ઠાને ભેગા થઈને શરીરના રક્ત સ્ત્રાવથી બચાવવાના રીત છે, બ્લડ થીનર્સ નસોમાં અને ધમનીઓમાં રક્ત કોશિકાઓને એકસાથે ચોટાડી રાખવા માટે લોહીને પાતળું કરે છે, અને લોહીના ગઠ્ઠાને બનવામાં લાગતા સમયને વધારીને ગઠ્ઠાને જામી જતા અટકાવે છે.

આદુ બ્લડ ક્લોટિંગને ધીમું કરી શકે છે. અને લોહીના પાતળાપણાને પ્રેરિત કરી શકે છે. આદુમાં રહેલ સૈલીસીલેટ નામનું કુદરતી રસાયણ હાજર હોય છે. જે કેટલાક છોડમાં મળી આવે છે, અને લોહીના ગઠ્ઠાને જામવાથી અટકાવવામાં મદદ કરી શકે છે.

હળદરમાં મુખ્ય તત્વ કરક્યુમીન નામનું એક એંટીકોઆગુલંટના રૂપમાં કામ કરે છે. આ લોહીને પાતળું કરવા માટે કોલેસ્ટ્રોલ અને પ્લાકને હટાવવામાં મદદ કરે છે, અને આવી જ રીતે લોહીના ગઠ્ઠાને બનતા અટકાવે છે. તજમાં કૌમારીન નામનું એક યૌગિક મળી આવે છે, જે લોહીને પાતળા કરવાનો ગુણ ધરાવે છે. તજના સેવનથી આખા શરીરના બ્લડ સર્ક્યુલેશનમાં સુધાર થાય છે.

વધારે પ્રમાણમાં તજનો ઉપયોગ કરવાથી શરીરમાં લીવરને પ્રભવિત કરી શકે છે,અને લીવરને હાનિ પહોચાડી શકે છે. એટલા માટે આપે તજનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવે છે. લસણ શરીરમાં મુક્ત કણોને મારવામાં મદદ કરે છે. અને આવી રીતે કોશિકાઓને થતા નુકસાનને અટકાવે છે. લસણ શરીરમાં પ્લેટલેટ કાઉન્ટને વ્યવસ્થિત બનાવવામાં મદદ કરે છે, અને બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. લોહીને પાતળા કરવાની સાથે જ લસણની મદદથી શરીરના બ્લડ સર્ક્યુલેશન સુધારવા માટે પણ જાણવામાં આવે છે. લસણને એંટીથ્રોમ્બેટીક ગતિવિધિઓ માટે ઓળખવામાં આવે છે, એટલે કે, એંટી થ્રોમ્બેટિક એંજટ લોજીના ગઠ્ઠાને ઓછા જમા થવામાં મદદ કરી શકે છે.

વરીયાળીની બરાબર મત્રામા મીશરી ભેળવી આ મિશ્રણ ને 2 મહિના સુધી સવાર સાંજ પીવાથી લોહિ નુ પ્રમાણ સારુ રહે છે અને લોહિ પાતળુ બને છે. કિસમીસ ને આખી રાત પલાળી ને સવાર મા પાણી અને કિસમીસ બન્ને ને ખાવાથી લોહિ પાતળુ બને છે અને લોહિ નુ દબાણ ઓછુ થાય છે. લોહિ ને પાતળુ બનાવવા માટે નિયમીત કસરત કરવી જોઇએ.
25 ગ્રામ એલોવેરાના તાજા રસમાં 12 ગ્રામ શુદ્ધ મધ અને અડધાં લીબુંનો રસ ભેળવીને સવાર-સાંજ પીવાથી લોહી પાતળું રહે છે. વિટામીન-સી થી ભરપુર આમળાંનું સેવન શરીરમાંથી હાનિકારક તત્વોને બહાર કાઢે છે અને નવું લોહી બનાવે છે. દિવસમાં ત્રણ વખત પાણીમાં લીબું મેળવીને તેનું સેવન કરો. આનાથી તમારી તમામ પ્રકારની લોહીના વિકાર ની સમસ્યા દૂર થઇ જશે.

ડુંગળી નો રસ પણ લોહિ પાતળુ કરવામા મદદ કરે છે. ડુંગળીના રસમા લિંબુનો રસ અને મધ ભેળવીને પીવાથી પણ લોહિ પાતળુ બને છે. ડુંગળીના રસમા ગાજરનો રસ અને પાલકનો રસ ભેળવીને પીવાથી પણ ફાયદો થાય છે. લાલ મરચુ લોહિને પાતળુ કરવાન સાથે લોહિના દબાણ ને સામન્ય રાખીને લોહિનુ પરિભ્રમણને નિયમિત બનાવે છે. કારેલામા લોહિને સાફ કરવાનો ગુણ રહેલો છે. કારેલા ન રસ નુ સેવન કરવાથી લોહિ પાતળુ થાય છે.

લીમડાના પાદડાં, લીંબોળી અને તેના મૂળને પાણીમાં ઉકાળીને દિવસમાં એક વખત પીવો. તેનાથી લોહીની અશુદ્ધિઓની સાથે-સાથે ઘણી બધી બિમારીઓ પણ દૂર થઇ જશે. અને લોહી પાતળું થાય છે. લોહીને પાતળું કરવા માટે ફાઇબર યુક્ત આહારનું સેવન કરવું ખૂબ જરૂરી છે. તેનાથી પાચન શક્તિ સારી રહે છે અને લોહી પાતળું રહે છે. બ્રાઉન રાઇસ, ગાજર, બ્રોકલી, મૂળા, સફરજન અને તેના જ્યુસનું ખોરાકમાં સામેલ કરો. લોહીને સાફ અને ગટ્ટ થવાથી બચાવવા માટે શરરીમાં પરસેવો થવો ખૂબ જરૂરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top