ગેરેન્ટી ભૂખ્યા રહ્યા વગર માત્ર આ વસ્તુના સેવનથી પેટની ચરબી ઓગળી ઘટી જાશે વજન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શરીર માટે સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન ગણવા માં આવે છે. કારણ કે સવાર નો નાસ્તો રાત્રિ ભોજનના લગભગ 9 કલાક પછી લેવામાં આવે છે.સવાર નો નાસ્તો એક એવું ભોજન છે. જે શરીરને સ્ફૂર્તિ આપવાની સાથે શરીરને ઉર્જા પણ આપે છે. દરેક લોકો એવું વિચારે છે કે સવાર ના નાસ્તો ખાવામાં પૌષ્ટિક હોય અને પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે.

તમે સવાર ના નાસ્તામાં શું ખોરાક લીધો છે, તે તમારા આખા દિવસ દરમિયાન બનાવેલા ખોરાકની પસંદગી નક્કી કરે છે. આ સિવાય તમે આખો દિવસ શું ખાઓ છો, તે તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યને નિર્ધારિત કરવામાં મદદ કરે છે. જે લોકો ડાયટ કરે છે. તે લોકો સવારના નાસ્તામાં એવા ખોરાકનો સમાવેશ કરવા ઈચ્છે છે, જેનાથી શરીર હલકું લાગે અને વજન પણ નિયંત્રણમાં રહે. પરંતુ શું તમે જાણો છો કે એવા ક્યા નાસ્તો છે જેને તમે સવારના નાસ્તામાં ખાઈ શકો અને વજન ઘટાડવાની સાથે તમારા પેટની ચરબી પણ ઓછી કરી શકાય.

આજે અમે તમને પેટની ચરબીઅને વજન ઘટાડવા માટે એવા જ કેટલાક સવારના નાસ્તા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમારે નાસ્તામાં અવશ્ય ખાવો જોઈએ.સવાર માટે નો સૌથી બેસ્ટ નાસ્તો ઉપમા છે. ઉપમા માં ફાઈબરથી ભરપૂર પ્રમાણ માં હોય છે. ઉપમા વજન ઘટાડવા માટે સારો વિકલ્પ છે. ઉપમા સોજીમાંથી બનાવવામાં આવે છે. સોજી માં કુદરતી રીતે ચરબી ઓછી હોય છે. અને તે સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. કારણ કે તેમાં સારી ચરબી હોય છે. સવાર ના નાસ્તા માટે જો ઉપમા બનાવવાની હોય તો તેને ઓછા ઘી અને ઓછા તેલમાં ફ્રાય કરો.

સવાર માટે નો બીજો નાસ્તો ઓટ્સ છે. કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર નાસ્તા માટે ઓટ્સ ખીચડી એક સારો વિકલ્પ છે. સવાર માં જો ઓટ્સ ખીચડી લેવામાં આવે તો તે પેટની ચરબીને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે, અને તે શરીરના વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

જો ઓટ્સ માં દૂધમાં મિક્સ કરી ને ખાવા માં આવે તો તે એક હેલ્ધી નાસ્તા ગણાય છે. તેની માટે ઓટ્સ ને આખી રાત દૂધમાં પલાળીને સવારના નાસ્તામાં તેનું સેવન કરવામાં આવે છે. તમારે આ પ્રકારના નાસ્તામાં ખાંડને બદલે મધનો ઉપયોગ કરવો જોઈએ.

જો સવારના નાસ્તામાં દહીં નો ઉપયોગ કારવવા માં આવે તો તે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે કેલ્શિયમ જેવા પોષક તત્વોને મહત્વ આપવામાં આવે છે. અને આ પ્રકારનો ખોરાક શરીરના વજનને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. ખોરાકમાં કેલ્શિયમની ઉચ્ચ માત્રા શરીરની માંસપેશીઓને જાળવવામાં મદદ કરે છે. જે કેલરી બર્ન કરવામાં અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. દહીં પ્રોટીનથી ભરપૂર હોય છે, જે કેલ્શિયમનું મુખ્ય તત્વ છે. જે શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

ઈંડા જરૂરી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, અને તેમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. એટલે ઇંડા એ સવાર ના નાસ્તાનો સારો વિકલ્પ છે. ઈંડા ને તળેલા, શેકેલા અને શાકભાજી સાથે ઓમેલેટ તરીકે પણ ખાઈ શકાય છે, જે સ્વાદ અને પોષણથી ભરપૂર હોય છે. ઈંડા નો નાસ્તો ઓછી ચરબીવાળો નાસ્તો છે. તમારે આ ધ્યાન રાખવું જરૂરી છે કે નાસ્તો ગમે તેટલો સારો હોય પણ કેલરીને નિયંત્રિત કરવી જોઈએ.

મગની દાળ ની અંદર મૂળભૂત રીતે ફાઈબરનો મુખ્ય સ્ત્રોત છે. મગ ની દાળ માં ફાઇબર સિવાય પ્રોટીન પણ ઉચ્ચ માત્રામાં હોય છે, જેને તમે સવાર માટે નો એક ઉત્તમ નાસ્તો બનાવી શકો છો. જે તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે નાસ્તાને હેલ્દી, વધારે પૌષ્ટિક બનાવવા માટે મગની દાળના ની અંદર શાકભાજી પણ ઉમેરી શકો છો. આ નાસ્તાઓને ખાઈને તમે પેટ ભરેલું રાખી શકો છો.અને સાથે સાથે તમારું શરીર પણ સવસ્થ અને હેલ્દી રાખી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top