શિયાળા ની ઋતુ શરૂ થઈ છે. શિયાળા માં મેથી ના લાડુ ઘરે ઘરે જોવા મળે છે. શિયાળા ની ઋતુ માં મેથી ખાવાથી શરીર ને ઘણા ફાયદા થાય છે. આ વસાણું શિયાળા માં કોઈપણ જાત ના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી રહે છે. અને આમાં સાથે ડ્રાયફ્રુટ અને એવી ઘણી વસ્તુયો ઉમેરવા માં આવે છે,જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.
તો સૌ પ્રથમ શિયાળા માં મેથી ના લાડુ બનાવવા માટે કઈ કઈ વસ્તુ નો ઉપયોગ થાય છે, તે જોઈ લઈએ. તો સૌથી પેહલા ૧૦૦ ગ્રામ મેથી નો લોટ, ૧૦૦ ગ્રામ ઘઉં નો કકરો લોટ, ૩૫૦ ગ્રામ ગોળ, ૧૫૦ ગ્રામ દળેલી સાકર, ૩૦૦ ગ્રામ દેશી ઘી, ૨૦ ગ્રામ સુંઠપાવડર, ૧૦ ગ્રામ ગંઠોડા પાવડર, ૫૦ ગ્રામ સુકું છીણેલું ટોપરું, ૫૦ ગ્રામ બાવળ નો ગુંદર, ૧/૨ ચમચી સફેદ મુસળી નો પાવડર, ૧/૨ ચમચી ખસખસ, ૫૦ ગ્રામ કાજુ અને બદામ, ૧ ચમચી સુકી દ્રાક્ષ. આ બધી વસ્તુ નાખી ને મેથી ના હેલ્દી લાડુ બનાવવા છે.
મેથી ના લાડુ બનાવવા માટે ની રીત :
શિયાળા માં મેથી ના લાડુ બનાવવા માટે સૌથી પહેલા એક નોન સ્ટીલ ની કે જાડા તળિયા વળી કડાઈ માં થોડું ઘી ગરમ કરવા માટે મુકો. પછી ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉ નો કરકરો લોટ નાખવો, લોટ નાખી ને તેમાં શેકી લેવો તેને બદામી રંગ નો થાય ત્યાં સુધી શેકવાનો છે. લોટશેકાઈ જાય એટલે તેમાં ગુંદર નો પાવડર ઉમેરો જેથી ગુંદર પણ થોડો શેકાઈ જાય.
હવે એમાં છીણેલું સુકું ટોપરું અને સુકી દ્રાક્ષ ઉમેરી મિક્ષ કરી લેવું.પછી ગેસ બંધ કરી ને આને ઠંડુ થવા દો. હવે કડાઈ માં બાકી નું ઘી અને ગોળ મિક્ષ કરી ગરમ કરવા મૂકવું. ગોળ નો પાયો નથી કરવાનો ફક્ત ગોળ અને ઘી ને ગરમ કરી ને સરસ મિક્ષ કરવાનું છે.
હવે જે વાસણ માં શેકેલો લોટ આપણે રાખ્યો હતો એમાં જ ગોળ અને ઘી નું મિશ્રણ ઉમેરી દો અને એને ૪-૫ મિનીટ સતત હલાવતા રહો. હવે એમાં સમારેલા કાજુ અને બદામ ઉમેરવા. હવે એમાં મુસળી નો પાવડર,ખસખસ અને સુંઠ, ગંઠોડા નો પાવડર ઉમેરવો. હવે આ મિશ્રણ નવશેકું ગરમ હોય ત્યારે તેમાં મેથી નો લોટ ઉમેરવો.
મેથી સરસ રીતે મિક્ષ થઇ જાય એ પછી તેમાં દળેલી સાકર થોડી થોડી મિક્ષ કરતા જવું. હવે એમાંથી લાડુ બનાવવા અને એને સર્વ કરવા, જો આ મિશ્રણ તમને ડ્રાય લાગે તો આ સમયે થોડું ગરમ ઘી ઉમેરી લાડુ બનાવી શકો છો . લાડુ ને તમે ડબ્બા માં ભરીને ૧ મહિના સુધી ઉપયોગ માં લઇ શકો છો.
ઘી બને ત્યાં સુધી ગાય નું કે ઘર નું બનાવેલું ઉપયોગ કરશો તો લાડુ નો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. ગોળ ને સમારીને કે ઝીણો ભૂકો કરી ને લેવો જેથી તે ઘી ની સાથે સરસ એકરસ થઇ જાય અને કોઈ કણી ના રહે. આ લાડુ એકલા ગોળ કે એકલી સાકર લઇ ને પણ બનાવી શકાય છે. મેથી નો લોટ વધારે ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય છે.