ઘરે જ બનાવો જીવજંતુનો આ ઘાતક સ્પ્રે, વંદા, કીડી-મકોડા રહેશે કાયમ માટે ઘરથી દૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સાબુ ​​એક એવી બાથરૂમની પ્રોડક્ટ છે જેની મદદથી તમે સરળતાથી કુદરતી જંતુનાશક સ્પ્રે બનાવીને તૈયાર કરી શકો છો. તેનો ઉપયોગ કિચન સિંક કીડાઓથી લઈને બાથરૂમ સિંક, ગાર્ડનના જીવજંતુઓ સુધી સરળતાથી છાંટી શકો છે. આના ઉપયોગથી જંતુઓ પણ ભાગી જશે અને છોડને પણ કોઈ નુકસાન થશે નહીં.

સૌથી પહેલા એક વાસણમાં બે કપ પાણી લઈને અને તેમાં સાબુ નાખો અને તેને 1 કલાક માટે આમ જ છોડી દો. 1 કલાક પછી સાબુને નિચોડીને એક સોલ્યુશન તૈયાર કરો. હવે આ સોલ્યુશનમાં બેકિંગ સોડા સાથે લીમડાનું તેલ ઉમેરો અને તેને બધું સારી રીતે મિક્સ કરો.પછી, વધેલું પાણી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો અને મિશ્રણને ગળણીથી મદદથી ગાળી લો અને તેને સ્પ્રે બોટલમાં ભરો.

જો ઘરમાં માખીઓ, સિંક ફ્લાય, કીડી વગેરે જેવા જીવજંતુઓ આવવાથી પરેશાન છો, તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે આ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. તેને સરકારક જગ્યા પર છાંટવાથી તેની તીવ્ર ગંધને કારણે બધા જંતુઓ થોડા સમયમાં ભાગી જશે.

આ સિવાય તેનો ઉપયોગ બાથરૂમના સિંક હેઠળ જોવા મળતા જીવજંતુઓને દૂર કરવા માટે પણ કરી શકો છો. આ સ્પ્રેની મદદથી તમે સ્ટોર રૂમથી લઈને બીજા કોઈ રૂમમાં જંતુઓને દૂર કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો.
આમ તો વંદા દરેક સીઝનમાં ઘરમાં થઈ જાય છે, પરંતુ વરસાદની સીઝનમાં તેનો ત્રાસ ખૂબ જોવા મળે છે. તેનો અટકાવ યોેગ્ય રીતે કરવામાં ન આવે તો ટીબી, કોલેરા, ડિસેન્ટ્રી, ટાઈફોઈડ, અસ્થમા વગેરે બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે, એટલે તેનાથી બચવા માટે નાળાની આજુબાજુ અંધારી જગ્યાઓ વગેરેમાં તેને ખતમ કરવા માટે અસરકારક સ્પ્રેનો છંટકાવ ચોેક્કસ કરવો જોઈએ.

કિચનમાં સિંકમાં અને વોશબેસિનની નીકમાં ૨-૩ ફિનાઈલની ગોળીઓ નાખવામાં આવે તો વંદા અને અન્ય કીડામકોડા જે ઝડપથી ગટરમાં આવી જાય છે, તે નહીં આવે. મિક્સર અને વિજળીના ઉપકરણોના મોટરવાળા ભાગમાં વંદા પોતાનુતં ઘર ન બનાવે તે માટે સ્ક્રૂ ખોલીને તેમાં ૧-૨ નેપ્થેલીનની ગોળીઓ ચોક્કસ મૂકી દો.

આ સિવાય વંદાથી મુક્તિ મેળવવા માટે બોરિક એસિડ પાઉડરમાં સરખા ભાગે દેશી કપડાં ધોવાનો સાબુ ભૂકો કરીને મેળવો અને તેની ગોળીઓ બનાવીને વાસણના રેક, ચોખા વગેરેના ડબ્બાની આસપાસ મૂકી દો. વંદા ભાગી જશે. માઈક્રોવેવ ઓએવન, ઈલેક્ટ્રોનિક ઓવન વગેરેની પાછળ ગોળીઓને ભીની કરીને ચોંટાડી દો.

બોરેક્સ પાઉડરમાં હળદર ઉમેરીને કીડીઓ નીકળવાની જગ્યાએ નાખવાથી પણ ફાયદો થશે. કાળી કીડીઓ કિચનમાં ન આવે તે માટે બારી પર ગંધકનો એક ટુકડો મૂકી દો. જ્યાં લોટ, ખાંડ, શરબત વગેરે રાખતા હો તે શેલ્ફ પર લક્ષ્મણરેખાથી લાઈન્સ બનાવો, પછી સામાન મૂકો. કીડીઓ આસપાસ પણ નહીં ફરકે.

વરસાદની ઋતુમાં કરોળિયા પણ રૂમની દીવાલોના ખૂણામાં જાળા બનાવી લે છે. ટેબલના ડ્રોઅર અને કપબોર્ડમાં પણ કરોળિયા જોઈ શકાય છે. કરોેળિયા છત ઉપર જાળા ન બનાવે તે માટે એક કપડાંને કેરોસીનમાં બોળીને સાવરણી પર લપેટી છત પર ફેરવી દો. કરોળિયા જાળા નહીં બનાવે. સામાન કાઢ્યા પછી ટેબલના ડ્રોઅર, કપબોર્ડ વગેરેમાં પણ કેરોસીનવાળું કપડું ફેરો. થોડીવારમાં જ્યારે કેરોસીનની ગંધ દૂર થઈ જાય ત્યારે સામાન મૂકી દો.

ઉંદર દરેક સીઝનમાં આતંક મચાવતાં હોય છે. અને તે પ્લેગ જેવી બીમારીના વાહક પણ છે. તેનાથી બચવા માટે એક તોે ઉંદર મારવાની દવા જગ્યાએ જગ્યાએ રાખવી જોઈએ.બીજુ ંતેને પૂરવા માટે પિંજરાનો ઉપયોગ કરવો જોઈએ. તેને પિંજરામાં પૂર્યા પછી તેના પર ગરમ પાણી નાખો, જેથી તેના પગ કામ ન કરે, પછી તેને બહાર ફેંકી દો. આ સિવાય પુસ્તકોના રેક, કપડાંની તિજોરીમાં નેપ્થેલીન બોલ્સ રાખો, જેને ખાઈને ઉંદર ભાગી જશે.

માંકડ લાકડાના પલંગ, સોફા, તિજોરી, ફર્નિચર, તસવીરોની ફ્રેમ, ગાદલા, કપડાં તથા દીવાલોની તિરાડોમાં કે કાણામાં મળી આવે છે. તેના ઉપાય માટે કપડાં ફોટોફ્રેમ વગેરેને તડકામાં રાખો. પલંગના ખાનામાં ઊકળતું પાણી રેડો. જીવજંતુ મારતી દવાનો સ્પ્રે ફર્નિચર પર કરો. કેરોસીન પણ નાખી શકાય. ગંધક બાળીને તેનો ધૂમાડો રૃમમાં કરો. ગેમેક્સીન પાઉડર છાંટવાથી પણ માંકડ મરી જાય છે.

રેડ બગ્સ મોટે ભાગે રસોડામાં જોવા મળે છે. તેના પર બોરેક્સ પાઉડર છાંટશો તો તે નહીં આવે. આ ઉપરાંત ઘરમાં અન્ય પણ નાના મોટા જીવજંતુઓ હોય છે, જેને તમે દવા છાંટીને કે ઘરેલું ઉપચાર દ્વારા દૂર કરી શકો છો. જેમ કે ચોમાસામાં નાની નાની જીવાત ગાદલામાં ઘૂસીને રાતના સમયે હેરાન કરે છે. તેવામાં જો ગાદલાની નીચે કાળાં મરી મૂકવામાં આવે તો જીવાત હેરાન નહીં કરે.

મોર પંખને ગરોળી ભગાવવા માટે બહુ જ કારગત માનવામા આવે છે. જૂના જમાનામાં લોકો મોર પંખને પોતાના ઘરની દિવાલ પર લટકાવતા હતા. આ ઉપરાંત તમે નેપ્થલીન બોલ્સની મદદથી ગરોળી ભગાવી શકો છો. એક લીંબૂ લો બન્ને ટુકડા જુદા-જુદા કરો અને ટુકડામાં 10-15 લવિંગ દબાવી દો. મચ્છર કે માખી નજીક આવવાની હિમ્મત પણ નહી કરશે.

વિનેગરથી પણ માખીને દૂર કરી શકાય છે. તે માટે પાણીમાં વિનેગર અને ડિર્ટજેટ નાખી પોતું કરવાથી માખી ઘરની બહાર જતી રહે છે. લીલા મરચાંને પાણીમાં ડુબાડીને રાખો અને આ પાણીને ત્યાં સ્પ્રે કરો જ્યાં તમારે માખીઓ વધારે હોય છે બસ આમ કરવાથી માખીઓ દૂર જતી રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top