આ સામન્ય લાગતો સફેદ પથ્થર છે દવા કરતાં વધુ ગુણકારી, ચામડીના દરેક રોગ, મોંના ચાંદા અને ચહેરાની કરચલી માત્ર 1 દિવસમાં થઈ જશે ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સામાન્ય રીતે ફટકડી મોટાભાગના લોકોના ઘરોમાં જોવા મળે છે અને જો તે ન હોય, તો તે બજારમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે. પાણીમાં ઓગળતા જ, પાણી ચોખ્ખુ થઈ જાય છે. ત્વચાના દાગ દૂર કરવા માટે ફટકડી એ એક સરસ ઉપાય છે. જો તમે ઈચ્છો, તો તમે દરરોજ ફટકડી સાથે ચહેરા પર મસાજ કરી શકો છો અથવા ફટકડીનાંપાણીથી ચહેરો સાફ કરી શકો છો. આ કરવાથી, ત્વચા બેદાગ થઈ જશે.

દાંતમાં દુખાવો થઈ રહ્યો છે અને તમને તેનાથી રાહત નથી મળી રહી, તો સંબંધિત જગ્યાએ તેનો પાઉડર લગાવો. આમ કરવાથી તમને દાંતના દુખાવાથી રાહત મળશે. શરીર પર ગંદકી અને જંતુઓને દૂર કરવા માટે, ફટકડીના પાણીથી સ્નાન કરવામાં આવે છે. આમ કરવાથી તમારા શરીરમાંથી પરસેવાની દુર્ગંધ પણ ઓછી થાય છે.

ચહેરા પર કરચલીઓથી છુટકારો મેળવવા માટે ફટકડીનાં નાના ટુકડાને પલાળીને ધીમે-ધીમે તમારા ચહેરા પર રગડો. થોડા સમય બાદ ગુલાબ જળથી ચહેરો ધોઈ લો. ત્યારબાદ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો, થોડાક જ દિવસમાં તેના ઉપયોગથી કરચલીઓ દૂર થઈ ગઈ છે.

ફટકડીને ખાલી પ્યાલીમાં ગરમ કરો અને ઓગળીને તે ફોમના રૂપમાં થઈ જશે. ઠંડુ પડ્યા બાદ તેને નારિયેળનાં તેલમાં ઉમેરીનએ ફાટેલી પગની એડીઓ ઉપર લગાવો. આ ટીપ્સ ફાટેલી એડીયોમાં તરત જ આરામા આપે છે. ઉધરસની સ્થિતિમાં સવારે અને સાંજે એક ગ્લાસ ગરમ પાણી સાથે ફટકડીનો પાવડર મેળવી પીવાથી સમસ્યા દૂર થાય છે. અસ્થમા (અસ્થમા) ની ફરિયાદ પણ નિયંત્રિત કરી શકાય છે.

નાકમાંથી રક્તસ્રાવ થવાને બોલાચાલની ભાષામાં નસકોરી ફૂટવાનું કહેવામાં આવે છે. જ્યારે નાકમાંથી લોહી નીકળતું હોય ત્યારે પાણીમાં ફટકડી મિક્સ કરો અને તેના ટીપાંને નાકમાં નાંખો. તેનાથી નાકમાંથી લોહી નીકળતુ બંધ થઈ જશે.
એક ગ્લાસ પાણીમાં ફુલાવેલી ફટકડીનું અડધી ચમચી ચૂર્ણ મિક્સ કરી તેનાથી સવાર સાંજ કોગળા કરવાથી સડી ગયેલા દાંતના પેઢાં મજબુત થાય છે તેમજ દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. તે દાઢ કે દાંતનો સડો અટકાવી મોઢામાંથી આવતી દુર્ગંધને બંધ કરે છે. પાયોરીયાની તકલીફમાં ફટકડી ઉમેરેલા પાણીના કોગળા કરવાથી ચમત્કારિક ફાયદો થાય છે.

એકથી બે ચપટી ફુલાવેલી ફટકડીનો પાવડર મધમાં મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી એકથી બે દિવસમાં જ ચાંદા રુઝાઈ જાય છે. વાગ્યા પછી થતા ઘામાં ફટકડીનો પાવડર લગાવી દેવાથી લોહી નીકળતું તરત જ બંધ થઈ જાય છે.

જૂના અને ન રુઝાતા ઘા ને ફટકડી ઉમેરેલા પાણીથી દિવસમાં બેથી ત્રણ સાફ કરવાથી ઘામાં જલ્દીથી રૂઝ આવે છે તેમજ ઇન્ફેકશનને કારણે થયેલ રસી બંધ થાય છે. બગીચા કે કુંડામાં વાવેલા ફૂલછોડમાં ફટકડી ઉમેરેલું પાણી નાખવાથી વધુ પ્રમાણમાં ફૂલ આવે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં ફટકડીનો એક ટુકડો 8 થી 10 વખત ફેરવી તે પાણી ફૂલછોડમાં નાખવું. મહિનામાં એક વખત આવી રીતે કરવાથી માટી એસીડીક બને છે અને ફૂલનું પ્રમાણ વધી જાય છે.

સ્ત્રીઓને થતી વધુ પડતા માસિકની તકલીફમાં એકથી બે ચપટી ફુલાવેલી ફટકડીનું ચૂર્ણ મધ સાથે લેવાથી ફાયદો થાય છે. ફુલાવેલી ફટકડીના ચૂર્ણમાં જરૂર પૂરતું પાણી ઉમેરી પેસ્ટ બનાવવી. જ્યાં ખીલ થયા હોય તે જગ્યાએ આ પેસ્ટ લગાવી અડધો કલાક રહેવા દેવાથી ખીલ સંકોચાઈને સુકાઈ જાય છે અને જેનાથી ખીલના ડાઘ પણ દૂર થાય છે.

આ પ્રયોગથી ચામડી પરનું તેલ દૂર થવાથી નવા ખીલ થતા અટકે છે. ફટકડીનો ઉપયોગ ડહોળા પાણીને સ્વચ્છ બનાવવા માટે પણ થાય છે. ફટકડીનો ઉપયોગ એક થી બે ગ્રામના પ્રમાણમાં જ કરવો. વધુ પડતા પ્રમાણમાં ફટકડીનું સેવન કરવાથી ઉલટી, ઉબકા અને કબજીયાતની સમસ્યા ઉભી થાય છે.

કોરોના વાયરસમાં લોકોને વારંવાર સાબુથી હાથ ધોવાની અને સેનેટાઈઝરથી હાથ સાફ કરવાની સલાહ આપવામાં આવે છે. જો આ બંને વસ્તુની સુવિધા ન હોય તો તમારા માટે ફટકડી ખુબ જ કામ આવી શકે છે. આ દેશી નુસ્ખાથી બેક્ટેરિયા અને વાયરસને દૂર કરી શકાય છે. ફટકડીમાં એલ્યુમિનિયમ સલ્ફેટ હોય છે જે પાણીને એકદમ ચોખ્ખું કરી દે છે.

જો પાણીમાં એક ટુકડી ફટકડી નાખીને તેમાંથી હાથ ધોવામાં આવે તો તેનાથી બીમારીઓથી બચી શકાય છે. ફટકડી ફેરવેલું પાણી સાદા પાણી કરતા વધુ પ્રભાવી સાબિત થાય છે. જે લોકોને વધારે પરસેવો હોય તે લોકોએ સ્નાન કરતી વખતે પાણીમાં ફટકડી નાખીને નાહવાથી પરસેવો આવવો ઓછો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top