લીમડો હજારો વર્ષોથી આયુર્વેદમાં વપરાય છે. લીમડો એંટીબાયોટીક અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો સાથે શ્રેષ્ઠ દવા તરીકે ઓળખાય છે. સ્વાદમાં કડવા હોવા છતાં લીમડો શરીરના અનેક રોગને મટાડવા માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. લીમડો હજારો વર્ષોથી પરંપરાગત દવાઓમાં પણ વપરાય છે.
લીમડાનાં પાન, બીજ, ડાળીઓ અને ઝાડની છાલ આયુર્વેદમાં વપરાય છે. લીમડાને અલ્સર જેવા રોગોમાં, શરીરમાં લોહીની સફાઇથી લઈને બેક્ટેરિયા થી બચાવવા, શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
લીમડાના પાંદડામાં રહેલા એન્ટિ બેક્ટેરિયલ ગુણધર્મો શરીરને ચેપથી બચાવે છે અને ત્વચાના વિકારમાં ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. લીમડાના પાન વાળી ચાનું સેવન કરવું પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. લીમડાના પાનમાં ઘણા ઔષધીય ગુણ હોય છે. લીમડાનાં પાન નો ઉપયોગ એલર્જી, રિંગવોર્મ અને રક્તપિત્ત જેવા ત્વચા વિકાર માં પણ થાય છે.
આંખો, નાક, ભૂખની તકલીફ, આંતરડાના કૃમિ, હૃદય રોગ અને તાવ જેવી પરિસ્થિતિમાં લીમડાના પાંદડા ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. લીમડાના પાનના ઘણા ફાયદા થાય છે. લીમડાની ચા બનાવવાની રીત : તમારી જરૂરિયાત મુજબ પાણી ઉકાળો.
એક કપમાં લીમડાના પાન મૂકો અને તેના પર ઉકાળેલું પાણી નાખો.જો તમે ઇચ્છતા હોવ તો લીમડાના પાનના બદલે તમે લીમડાના પાનનો પાવડર પણ ઉમેરી શકો છો. લીમડાના પાનને 5-7 મિનિટ પાણીમાં પલાળ્યા પછી, પાંદડા ગાળી લો. પછી પાણીના કપમાં મધ અથવા લીંબુનો રસ મિક્સ કરો. જેથી તમે આ ચાની થોડી કડવાશ ઓછી કરી શકશો.
લીમડાના ચાનો સ્વાદ ખૂબ જ કડવો હોય છે પરંતુ તેના ઘણા ફાયદાઓ છે. લીમડાના ઝાડને આયુર્વેદિક દવામાં ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. લીમડાના પાનની ચા શરીરને બેક્ટેરિયાના ચેપથી દૂર રાખે છે, લીમડાની ચા બધા રોગોને મૂળમાંથી દૂર કરવામાં પણ અસરકારક છે. લીમડાની ચા લોહીને સાફ કરવામાં અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ ઉપયોગી માનવામાં આવે છે.
લીમડામાં મળી રહેલ એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો શરીરને ચેપ અને બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા પ્રદાન કરે છે. લીમડાની ચાના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેના એન્ટીઓકિસડન્ટ ગુણ કેન્સર જેવા રોગોનું જોખમ ઘટાડવામાં અત્યંત મદદગાર છે.
લીમડાના પાંદડામાં બળતરા વિરોધી ગુણધર્મો જોવા મળે છે જે શરીરને ઘણી સમસ્યાઓથી દૂર રાખવામાં મદદગાર છે. મોમાં દુર્ગંધ ની તકલીફ છે,તો લીમડાની ચાથી પણ આ સમસ્યાને દૂર કરી શકાય છે. આ દાંતના સડા થી પણ રક્ષણ આપે છે.
લીમડાના પાનની ચાનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. લીમડામાં જોવા મળતી એન્ટીફંગલ અને એન્ટિ મેલેરિયલ ગુણધર્મો તમામ રોગો સામે લડવામાં મદદગાર છે. લીમડાના પાનની ચા નું સેવન કરવાથી શરીરમાં લોહી સાફ રહે છે.
ત્વચાને સાફ રાખવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. જો આપણા શરીરનું લોહી શુદ્ધ છે, તો આપણે સ્વસ્થ રહીશું. લીમડો લોહી સાફ કરવામાં ઉપયોગી છે. લીમડાની ચા ન્યુમોનિયા, મેલેરિયા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હ્રદય રોગ જેવા મોટા રોગો સામે રક્ષણ આપે છે.
લીમડાના પાનની ચા ને કબજિયાત અને પેટની સમસ્યામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેના નિયમિત સેવનથી કબજિયાત અને પેટની સમસ્યાનો અંત આવે છે. તાવ જેવી સમસ્યા દૂર કરવામાં લીમડાના પાનનો ઉપયોગ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. લીમડાના પાન થી બનેલી ચાના ઉપયોગથી ન્યુમોનિયા અને વાયરલ ફીવર જેવી સમસ્યાઓ નું જોખમ ઓછું થાય છે.
જો તમે કોઈ પણ વસ્તુ ને લઈ ટેન્શનમાં છો, તો પછી તમે લીમડાની ચાનું સેવન કરો, તેનાથી તાણ ઓછો થશે અને યાદશક્તિ પણ વધશે. લીમડાની ચા પીવાથી હૃદય સ્વસ્થ રહે છે અને હૃદય યોગ્ય રીતે કાર્ય કરે છે. કારણ કે તેમાં પુષ્કળ ફ્લેવેનોઈડ હોય છે જે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
લીમડાની ચા ખૂબ ફાયદાકારક છે, પરંતુ જો તેનું સેવન યોગ્ય રીતે ન કરવામાં આવે તો તેની અસરો પણ જોઈ શકાય છે. સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ લીમડાની ચા ન પીવી જોઇએ. લીમડાની ચા માત્ર ઓછી માત્રામાં જ લેવી જોઈએ, જો અઠવાડિયામાં બે કે ત્રણ દિવસથી વધારે સેવન કરવામાં આવે તો તેની આડઅસર પણ થઈ શકે છે.