જોયા છે તમે ક્યારેય લાલ કેળાં? બીપી અને આંખના દરેક રોગો માટે તો છે સંજીવની સમાન..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પીળા અને લીલા કેળા વિશે તો ઘણું સાંભળ્યું હશે પરંતુ લાલ કેળા ના વિશે લગભગ જ જાણ હશે. લીલા અને પીળા કેળા સિવાય લાલ કેળા પણ મળી આવે છે. આ  સત્ય છે કે લાલ કેળાનું પણ અસ્તિત્વ હોય છે. આમ તો કેળા ખાવાથી શરીરને ઘણા બધા લાભ મળે છે.

લાલ કેળામાં પોટેશિયમ, આયર્ન અને વિટામિન વધુ જોવા મળે છે. તેની ત્વચા લાલ અને અંદરથી આછો પીળો છે. આ કેળામાં જ્યાં ખાંડ ઓછી જોવા મળે છે, ત્યાં બીટા કેરોટિન લીલા અને પીળા કેળા કરતા વધુ જોવા મળે છે. બીટા કેરોટિન ધમનીઓમાં લોહી ગંઠાઈ જવા દેતું નથી, જેના કારણે લાલ કેળા કેન્સર અને હૃદય સંબંધિત રોગોને દૂર રાખવામાં મદદગાર છે. તે ફાઈબરથી ભરપૂર છે.

દરરોજ લાલ કેળા ખાવાથી શરીરને જરૂરી ફાઈબર મળે છે. તેમજ તેને ખાવાથી ડાયાબિટીસ નું જોખમ ઓછું થાય છે. લાલ કેળામાં ઘણા પોષક તત્વો હોય છે, જે શરીર માટે જરૂરી છે. પરંતુ તે ખાસ કરીને વિટામિન સી, વિટામિન બી6 અને ફોલેટ જેવા તત્વોમાં ઉપલબ્ધ છે. આ બધા તત્વો શરીર માટે ખૂબ ફાયદાકારક છે.

લાલ કેળા ખાવાથી શરીરનું બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે લાલ કેળા ખૂબ ફાયદાકારક છે. નિયંત્રિત બ્લડ પ્રેશરના પરિણામે, હૃદયરોગ નું જોખમ પણ ખૂબ ઓછું થાય છે. લાલ કેળામાં ઘણા પોષક તત્વ મળી આવે છે, જે શરીર માટે ખૂબ જ અનિવાર્ય છે. પરંતુ તેમાં વિશેષ રૂપથી વિટામિન-સી વિટામિન બી-6 અને ફોલેટ જેવા તત્વો મળી આવે છે. આ બધા તત્વ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

લાલ કેળાનું સેવન કરવાથી આપણને કેન્સર રોગ થતો નથી અને તેમાં પોટેશિયમ ની માત્રા વધારે પ્રમાણમાં મળી આવે છે, જેથી આપણા શરીરમાં ક્યારેય પથરીની સમસ્યા ન આવે. જો વજન ઓછું કરવા માંગો છો, તો લાલ કેળા આ માટે શ્રેષ્ઠ છે. કારણ કે, તેમાં બાકીના ફળો અનુસાર ઓછી કેલરી હોય છે. જેના કારણે તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

લાલ કેળા ખાવાથી તમારું પેટ ભરાઈ રહે છે અને તમને ભૂખ ઓછી લાગે છે, તેથી લાલ કેળા પણ વજન ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે. લોહીની ગાંઠ જામી જવાથી શરીરમાં ઘણા પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે, તેવામાં લાલ કેળા ખાવા ખુબ જ ફાયદાકારક હોય છે. તે શરીરમાં લોહીની ગાંઠ જમા થવા દેતા નથી.

લાલ કેળા ની અંદર વિટામીન B6 ખૂબ જ સારા પ્રમાણમાં મળી આવે છે અને આ વિટામિન B6 આપણા શરીરની અંદર એન્ટીબોડી અને લાલ રક્તકણો ના બનવાની પ્રક્રિયા માં મદદરૂપ થાય છે, તેમજ તેના કારણે આપણે શરીરની પાચન ક્રિયા સારી થાય છે તેમજ તેની અંદર વિટામિન સી હોય છે જે આપણને ઘણા બધા રોગો સામે રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે.

લાલ કેળા આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. હકીકતમાં જેમની આંખો કમજોર હોય છે કે જેમને ચશ્મા આવેલા હોય છે, તે લાલ કેળાનું સેવન કરી શકે છે. તેનાથી તમારી આંખોને ખૂબ જ ફાયદો પહોંચશે. શરીરમાં લોહીની ખામી છે તો તમારે લાલ કેળાને પોતાના રોજિંદા જીવનમાં જરૂર સામેલ કરી લેવા જોઈએ. એવું એટલા માટે કારણ કે લાલ કેળા ખાવાથી હિમોગ્લોબીન ની માત્રા વધે છે અને એનિમિયા જેવા રોગો થવાનું જોખમ ઓછું રહે છે.

લાલ કેળા ની અંદર સામાન્ય ફળો કરતાં વધુ કેરોટીનોઇડ હોય છે જેને કારણે આ કેળા ની છાલ લાલ રંગની હોય છે. તેમજ લ્યૂટિન અને બીટા કેરોટીન એ લાલ કેળા ની અંદર મુખ્યત્વે 2 કેરોટીનોઇડ મળી આવે છે જે આપણી આંખો ના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

લાલ કેળા ની અંદર રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ અને ડાયટરી ફાઈબર મળી આવે છે આ બંને તત્વો આપણા પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જે આપણને કબજિયાત જેવી સમસ્યાથી દૂર રાખે છે, તેમજ ઝાડા ની સમસ્યા મા તે આપણા શરીરની અંદર પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ ની ઉણપ પણ પૂરી કરે છે. જો તમે દિવસની શરૂઆત લાલ કેળાની સાથે કરો છો, તો તે શરીરને ઊર્જાવાન બનાવી રાખે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top