કુવાડિયાનો છોડ ચોમાસાની ઋતુ દરમિયાન ઊગતો સૌનો જાણીતો છોડ છે. ગરીબ માણસો એનો ઉપયોગ વધારે કરે છે. આનાં પાનની ભાજી કરીને ખાવાથી ખંજવાળ મટે છે. કુવાડિયાના પાનનું રાયતું સારું થાય છે. કુવાડિયાના બીજ ની કોફી બનાવીને પીવાથી ખસ, ખંજવાળ, ખુજલી, કફ, શરદી, ખાંસી, દમ, શ્વાસ, કે ઉધરસ પણ મટે છે.
આ છોડ ખરાબ લોહી પણ સારું કરી શકે છે. ગુજરાતમાં કોફી હાઉસ બહુ ઓછા છે, પણ કેટલાંક ખેડૂતો હવે કુવાડિયાના બીજ ના પડીકા તૈયાર કરીને કોફી તરીકે વેંચે છે. તો ચાલો હવે આપણે જાણીએ આ કુવાડિયાથી આપણને કયા કયા ફાયદાઓ થાય છે :
પેશાબના અટકાવમાં ૧૦ ગ્રામ કુવાડિયાના ફૂલ, ૧૦ ગ્રામ સાકર સાથે ખાવાથી ફાયદો થાય છે, કુવાડિયાના પાનને વાટીને તેમાં જરુરત પ્રમાણે આમલી તથા ગોળ નાખીને રાઈ વગરનું રાઈતું બનાવવું. આ રાયતું રોજ તાજું બનાવીને ૧૫ થી ૨૦ દિવસ ખાવાથી ખંજવાળ, લુખસ, નાની નાની ગાંઠ, વગેરેમાં ફાયદો થાય છે.
કુવાડિયો સ્વાદમાં તીખો, કડવો લાગે છે પણ તે ભૂખ ન લાગે, અરુચિ, પાચન સારું કરે, અજીર્ણ, વાયુ, ના કૃમિને દૂર કરે છે. ખેતર માટે તે કુદરતી નાઈટ્રોજનની ફેક્ટરી છે. કૂંવાડિયા બળ દેનારછે અને મેદસ્વિતા, લકવા, અડદિયો, વા, વાયુનાં દર્દો, કબજિયાત, ગોળો, હરસ, લોહી વિકાર, હ્રદયરોગ વગેરે મટાડે છે.
કૂંવાડિયાના ઉપયોગથી શરીરના કોષ વધવા લાગે છે. ખંજવાળ થતી નથી. કૂંવાડિયાના છોડમાંથી બનતી ઔષધિઓ સોરાયસીસ જેવી ચામડીની ખરાબ સમસ્યામાં સારાં પરિણામ આપે છે. તેમા રહેલા રસાયણ ખંજવાળ અને સોરાયસીસના ચકામા પર ઝડપથી અસર કરે છે અને તે હતી એવી ચામડી કરી દે છે અને ડાઘ પણ રહેવા દેતાં નથી.
શરીરમાં કોઈ પણ જગ્યાએ ગાંઠ થઈ હોય, પીડા થતી હોય તો તેના પર કુવાડિયાનાં પાન લઈને થોડા ગરમ કરીને લગાડવાથી પીડા તથા ચરકા મટે છે. કુવાડિયાનાં મૂળને પાણીમાં ઘસીને ઘાટો લેપ તૈયાર કરીને ફોડલી ખરજવા પર લગાડવાથી તરત જ આરામ થાય છે.
કૂંવાડિયાના મૂળનો ઉકાળો કરી પીવાથી ચરબી ઘટે છે. લીલા છોડનો રસ વધારે અસરકારક છે. કુવાડિયાના બીનો પાઉડર બનાવી એલોવેરા જેલી સાથે પેસ્ટ બનાવીને ચકામા પર લગાવવી. તેની સાથે આરોગ્યવર્ધિની વટી, જેઠીમધ ઘનવટી, ભૃંગરાજ ઘનવટી, હરડે-દ્રાક્ષ અને અરડૂસી પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
કુવાડિયાના બીજ ધાધર અને ખરજવા પર ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આના પર તે એટલાં ગુણકારી છે કે સંસ્કૃતમાં તેનું નામ દુધન એટલે કે ધાધર મટાડનાર કહેવામાં આવે છે. આનાં બીજ ને ત્રણવાર દૂધમાં વાટીને લેપ કરવાથી ફોડા, ગાંઠ કે ખરજવા પર લાગડવાથી તરત જ આરામ થાય છે.
ગરમીમાં મૂળનું 2 થી 5 ગ્રામ ચૂર્ણ ૩ વાર ઠંડા પાણી સાથે લેવાથી ગરમી, પિત્તનો તાવ, હાથ કે પગનાં તળિયાંની ગરમી, શરીરની ગરમી બહાર નીકળે છે. આંખોની બળતરા મટે છે. કુવાડિયાના મૂળનું ચૂર્ણ સવારે ઘી સાથે ભેળવી ને ચાટવું, તેથી લોહી શુદ્ધ થઈ શક્તિ વધે છે. શીળસમાં કુવાડિયાના મૂળનું ચૂર્ણ એ આ શીળસનું ઉત્તમ ઔષધ છે. ચૂર્ણ દિવસમાં બે વાર ઘી માં મેળવીને ચાટવાથી ઘણો લાભ થાય છે.
8 મહિના પછી બાળકોને દૂધિયા દાંત આવવાની શરૂઆત થાય છે ત્યારે કુવાડિયાના પાનનો ઉકાળો કરી સવાર-સાંજ અડધી-અડધી ચમચી આપવાથી દાંત સરળતાથી આવે છે અને બાળકની શક્તિ વધે છે. કુવાડિયાની ભાજીનું શાક ખાવાથી કફ જેવા રોગો નાશ પામે છે. આખા શરીરે સોજા આવી ગયા હોય તો પાનનો ઉકાળો અને ભાજીનું શાક શ્રેષ્ઠ છે. કૃમિ, શ્વાસ, કફમાં કૂંવાડિયાના પાનની ભાજીનું શાક ફાયદો કરે છે.