કોલેસ્ટ્રોલથી લઈને તાવ અને પેટની અનેક બીમારીને દૂર કરવા જરૂર જાણો આ ઔષધને, ફાયદાઓ જાણી તઅમે પણ કરશો સેવન

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

કાળીજીરીને આયુર્વેદમાં સોમરાજી, સોમરાજા, વનજીરક, ટીક્તજીરક, કૃષ્ણફલ વગેરે તરીકે ઓળખવામાં આવે છે. હિન્દી ભાષામાં તેને બંગાળમાં કાલીજીરી, બાકચી અને સોમારાજી કહેવામાં આવે છે. કાળીજીરી સ્વાદમાં કડવી હોય છે અને તેની તીવ્ર ગંધ હોય છે. તેથી તેનો ઉપયોગ કોઈ પણ પ્રકારનો ખોરાક બનાવવા માટે થતો નથી.

કાળીજીરી નો ઉપયોગ માત્ર દવા તરીકે થાય છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ એન્ટિલેમિન્ટિક તરીકે થાય છે. ચામડીના રોગોની સારવાર માટે તેનો ઉપયોગ થાય છે. કાળીજીરી સાપ અથવા વીંછીના ડંખ પર પણ લાગુ પડે છે. કાળીજીરી દેશભરમાં પડતર જમીન પર જોવા મળે છે. તેમાં માંજર વરસાદની મોસમ પછી બહાર આવે છે. જેમાં કાળા દાણા હોય છે.  હવે અમે તમને જણાવીશું કાળીજીરીથી થતાં અનેક લાભો વિશે.

નાના બાળકોના કફ અને ઉધરસ માટે આ સારું ઔષધ છે. ૫૦ ગ્રામ કાળીજીરી વાટી નાના બાળકને મધ સાથે આપવાથી કફ નીકળીને રાહત થાય છે. ૫૦ ગ્રામ કાળી જીરી અને ૧૦ ગ્રામ સાકરનો ઉકાળો કરવો. આ ઉકાળો નાનાં બાળકોના કફ તથા તાવ માટે, તેમ જ કૃમિ માટે પણ ફાયદાકારક છે. મોટા માણસને પણ આ ઉકાળો આપી શકાય છે. કૃમિને લીધે થયેલા ઝાડા પણ આ ઉકાળાથી મટે છે.

કાળીજીરી ઘણા બધા અમીનોએસીડથી ભરપુર હોય છે. જે લોકોને  ટાઇપ ૧ કે ટાઇપ ૨ ડાયાબિટીસ હોય છે તે પોતાના ડાયટમાં કલીજીરીનો ઉપયોગ કરે તો ડાયાબીટીસની સાથે ઘણા રોગોમાં તેને રાહત મળે છે. કાળીજીરીને ડાયાબીટીસ માટે એન્ટીડાયાબીટીક પણ કહેવાય છે. તેનો ઉપયોગ કરવા માટે પાવડર બનાવીને ગરમ પાણીમાં ઉકાળીને તેને ચા ની જેમ પી શકાય છે.

કાળી જીરી નું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થઇ જાય છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઓછું થાય છે. શરીર ગરમ રહેતું હોય, અથવા થોડો તાવ રહેતો હોય, પાચન સરખું થતું ન હોય તો એવા રોગોમાં કાળીજીરીના પાવડરનો ઉકાળો કરીને પીવો. સવાર-સાંજ ઉકાળો પીવાથી થોડા જ દીવસમાં રાહત જણાય છે.

શરીર પર આવતી ચળ, ખરજ અને ખૂજલી ઉપર આના જેવું કોઈ ઔષધ નથી. ગોમૂત્રમાં ભેળવીને શરીર પર લેપ કરવો. સફેદ કોઢ ઉપર કાળા જીરી, હરતાળ અને ત્રિફળા સરખા ભાગે લઈ ગોમૂત્રમાં ભેળવીને લેપ કરીને આ લેપ ચોપડવાથી સારું થાય છે.

કાળીજીરી  શરીરમાં લોહીને શુદ્ધ કરે છે, રક્ત પરિભ્રમણને સુધારે છે, જે ત્વચાના રોગો ઘટાડે છે, અને ત્વચાને સ્વસ્થ તેમજ ચમકતી બનાવે છે. શરીરના આંતરિક અવયવોની સફાઇ સાથે, તે પેટને લગતા રોગોને દૂર કરે છે અને કબજિયાતની સમસ્યાને હંમેશા માટે રાહત આપે છે.

દાંતો માં દુખાવો થાય ત્યારે કાળીજીરીના પાવડર ને પાણી માં નાંખી આ પાણી થી કોગળા કરવા જોઈએ. જેનાથી દાંતનો દુખાવો મટી જાય છે અને  આ દુખાવા માંથી છુટકારો મળે છે. કોગળા કરવાના સિવાય કાળીજીરી ના પાવડર ને દુખાવો થતો હોય તે દાંત પર પણ લગાવી પણ શકાય છે. સુવારોગ માં કાળીજીરી ઉત્તમ ઔષધ છે. ૧૦ ગ્રામ કાળીજીરીનો અડધા  લિટર પાણીમાં ઉકાળો કરી તેમાં એક ચમચો મધ નાખીને રોજે પીવાથી એક અઠવાડિયામાં સુવાવડીના કફ-ઉધરસ મટે છે.

250 ગ્રામ મેથીનાદાણા, 100 ગ્રામ અજમો, 50 ગ્રામ કાળી જીરી. આ ત્રણેને સાફ કરીને થોડું શેકી લો. આ ત્રણે વસ્તુ બળી ન જાય અને માત્ર રંગ બદલાય તેટલું જ શેકવાનું છે. આ પછી આ મિશ્રણને ઠંડું થવા મૂકી દો. ઠંડું થયા બાદ તેને વાટી લો.પેટના રોગો, આંખોની નબળાઈ, હાડકાની નબળાઈ, હ્રદય સંબંધિત રોગોથી પણ આ ચૂરણ છૂટકારો અપાવે છે.

કાળીજીરીના  પાવડરના સેવનથી હાડકાં મજબૂત થાય છે અને તેના સંબંધિત અન્ય બીમારીઓ મટે છે. સંધિવા જેવી સમસ્યાઓમાં તે ખૂબ ફાયદાકારક છે. કાળીજીરી પેશાબ સંબંધિત રોગો માટે ખૂબ ફાયદાકારક છે, તે મૂત્રમાર્ગની સમસ્યાઓ દૂર કરે છે અને પેશાબ દ્વારા શરીરની ગંદકી પણ સાફ કરે છે.

કાળીજીરી ગર્ભાશયના આરોગ્ય માટે ફાયદાકારક છે, જ્યારે મેથી અને સેલરી સાથે લેવામાં આવે છે ત્યારે વજન ઘટાડવામાં ઉપયોગી છે, અને ઝેરી જીવોના ડંખમાં તેનો ઉપયોગ થાય છે. કાળા જીરુંનો ઉપયોગ સંધિવા, હાડકાં, આંખની સમસ્યાઓ અને વાળની ​​વૃદ્ધિના નિદાન માટે પણ થઈ શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here