જાસૂદને ગુડહલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું ફૂલ ખૂબ જ સુંદર છે. જાસૂદ નો છોડ માત્ર સુંદર જ નથી પરંતુ તેમાં ઔષધીય ગુણ પણ છે. ઘણા રોગો અને આરોગ્યની સમસ્યાઓ જેવી કે અપચો, બેચેની અને તાવની સારવારમાં પણ તમે જાસૂદનો ઉપયોગ કરી શકો છો.
જાસૂદમાં વિટામિન સી, કેલ્શિયમ, ચરબી, ફાઇબર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, ટેટ્રિક, ફ્લેવોનોઇડ્સ અને ફ્લેવોનોઇડ ગ્લાયકોસાઇડ્સનો સારા પ્રમાણ માં જોવા મળે છે. જાસૂદ એક સુંદર ફૂલોનો છોડ છે. જાસૂદના ફૂલ આરોગ્યના ખજાનાથી ભરેલા હોય છે. હવે અમે તમને જણાવીશું કે જાસૂદના ફૂલથી આપણે કયા કયા ફાયદાઓ થાય છે…
જાસૂદના પાનમાંથી બનેલી ચા કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ અસરકારક છે, તેમાં મળેલા તત્વો પેશાબના અટકાવ ને રોકે છે જેનાથી કોલેસ્ટરોલનું સ્તર ઓછું થાય છે. આ ફૂલોમાં એન્ટીઑક્સિડેન્ટ હોવાનું જોવા મળે છે જે કોલેસ્ટરોલ ઘટાડે છે અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે. આ માટે તેના ફૂલોને ગરમ પાણીમાં ઉકાળીને પીવાથી ફાયદો થઈ શકે છે.
જાસૂદના પાંદડા અને જાસૂદના ફૂલની પાંદડીઓમાંથી પેસ્ટ બનાવીને કુદરતી વાળના કન્ડિશનર તરીકે ઉપયોગ કરી શકાય છે. પછી શેમ્પૂ લગાડવાથી વાળનો રંગ કાળો થાય છે અને ખોડાથી પણ છુટકારો મળે છે.વાળના મૂળ મજબુત કરવાં માટે મેથીના દાણા, જાસુદ અને બોરના પાંદડા વાટીને એની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ૧૫ મિનીટ સુધી વાળમાં લગાવો અને પછી વાળ ધોઈ નાખો. તેનાથી વાળના મૂળ મજબુત અને સ્વસ્થ બનશે.
જાસૂદના તેલનો ઉપયોગ ઘાને ઝડપથી મટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેન્સરથી થતા ઘા પર જાસૂદનું તેલ લગાવવું પણ ખૂબ ફાયદાકારક છે. વળી, જો કેન્સરના શરૂઆતના તબ્બકામાં જાસૂદનો ઉપયોગ કરવામાં આવે તો તે કેન્સરથી બચાવવામાં મદદ કરે છે.
ડાયાબિટીઝ માટે નિયમિતપણે 20 થી 25 પાન લેવાનું શરૂ કરો છો, આ ડાયાબિટીસની સમસ્યાની સારવાર છે. જો મોંમાં ચાંદી પડી હોય તો જાસૂદના પાન ચાવવાથી ચાંદી માં રાહત મળે છે. લાળ વધારવા અને પાચક શક્તિ વધારવા માટે જાસૂદના પાન ચાવવા જોઈએ. તેનાથી ફાયદો થાય છે.
કિડની માટે જાસૂદ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જાસૂદના પાનમાંથી બનેલી ચા ઘણા દેશોમાં દવા તરીકે વપરાય છે. કિડનીના દર્દીઓ આ ચા ખાંડ વગર પીવે છે. તે કિડની ની પાથરીને દૂર કરવામાં પણ મદદ કરે છે. જાસુદમાં વિટામીન સી નું પ્રમાણ વધારે હોય છે. જો એની ચા કે બીજી કોઈ રીતે તેનું સેવન કરવામાં આવે, તો તે આ શરદી અને ખાંસી માટે ઘણું ફાયદાકારક રહે છે. તેનાથી શરદીમાં જલ્દી આરામ મળશે.
ચાંદી માટે પણ જાસૂદનો ઉપયોગ થાય છે. જાસૂદના પાનનો ઉપયોગ એન્ટી સોલર એજન્ટ તરીકે થાય છે. તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે અને ત્વચાને નવો દેખાવ અને આકાર આપે છે. એટલું જ નહીં, જાસૂદનો ઉપયોગ ત્વચાની કરચલીઓથી છૂટકારો મેળવવા માટે પણ થાય છે.
જાસૂદનું ફૂલ બળતરાથી તેમજ ખંજવાળ જેવી સમસ્યાઓથી રાહત આપે છે. જાસૂદના ફૂલનાં પાનને પીસીને સોજો અને બળતરા થતી હોય તે ભાગ પર લગાવવાથી થોડીવારમાં સમસ્યા દૂર થઈ શકે છે. જાસૂદના ફૂલ અને પાંદડાને સૂકવી લો. પછી તેનો પાવડર બનાવીને બરણીમાં ભરી લો. આ 1 ચમચી પાવડર રોજ 1 ચમચી મિસરી સાથે લેવાંમાં આવે તો યાદશક્તિમાં વધારો થાય છે.
ઉંઘની સમસ્યામાં પણ જાસૂદના ફાયદા જોવા મળે છે. આ માટે જાસૂદ ના ફૂલોને હથેળીથી મસળીને લીંબુના રસમાં મિક્સ કરો. આ પછી આ મિશ્રણને કાચનાં વાસણમાં ખુલ્લુ રાખો. થોડા કલાકો પછી તેને હલાવીને ચાળી લ્યો, ત્યારપછી તેમ ખાંડ ઉમેરો અને આખા મિશ્રણને ગુલાબજળ મિક્સ કરો.
આ આખું મિશ્રણ કાચની બોટલમાં ભરીને બંધ કરો અને તેને બે દિવસ તડકામાં રાખો. આ બે દિવસમાં બોટલને વારંવાર હલાવતા રહો. જ્યારે ખાંડ આખા મિશ્રણમાં ભળી જાય છે, ત્યારે તેનો શરબતની જેમ ઉપયોગ કરવો. તે પછી, આ પીણું 15 થી 40 મિલિગ્રામ પીવાથી ઉંઘની સમસ્યામાં ફાયદો થઈ શકે છે.
શરીરના ઘણા રોગો સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાસૂદના પાંદડા શરીરને ઉર્જા આપે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. માસિક સ્રાવમાં તેના પાન ખૂબ ફાયદાકારક છે. જે મહિલાઓને માસિક સ્રાવ સમયે આવતો નથી, તેઓએ જાસૂદના પાનની ચા પીવી જોઇએ.