કમરનો દુ:ખાવો તેમજ શરીરના અન્ય દુખાવા જેવા કે ખભા, કાંડા, ગળા, ઘૂંટણ, પગની ઘૂંટી, કોણી વગેરે નો દુખાવો દૂર કરવા માટે કુમેરકસ નો ઉપયોગ ફાયદાકારક ગણવા માં આવે છે.
કુમેરકસ ૧/૨ ચમચી, દેશી ઘી ૧ ચમચી, દૂધ ૧ ગ્લાસ બનાવવાની રીત : આ સામગ્રી બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં ગાયનું ઘી નાખી ગેસ પર ગરમ થવા મૂકવાનું. ઘી ગરમ થાય પછી તેમા અડધી ચમચી કુમેરકસ નાખી ને શેકી લો. કુમેરકસ શેકાય જાય પછી તેમાં ગાય નું દૂધ ઉમેરો. તેનો સ્વાદ વધારવા માટે તેમાં સાકર પણ ઉમેરી શકાય છે. ત્યારબાદ દૂધ ને અડધું થાય ત્યાં સુધી પકવો. દૂધ અડધું થાય પછી ગેસ પરથી ઉતારીને નવસેકુ હોય ત્યારે જ તેનું સેવન કરવાથી શરીર માં ઘણા રોગો નાશ પામે છે.
કુમેરકસ ના આ ઉપચારથી શરીરના બધા રોગ દૂર થઈ જશે. તેમજ શારીરિક શક્તિમાં પણ વધારો થશે. આ રેસીપી ના ઉપયોગથી બધી જ પ્રકારની નબળાઈ દૂર થઈ જશે. દરરોજ નિયમિત રીતે આ દૂધ પીવાથી શરીરને અનેક ફાયદા થશે. આ દૂધ દરરોજ રાત્રે સૂતા સમયે અથવા સવારે પણ પી શકાય છે. આ દૂધનું સેવન કરવાથી હૃદયને લગતા બધા રોગ દૂર થાય છે. આ દૂધ પીવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે.
ગુડ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધે છે. જેથી લોહી ગંઠાતુ નથી અને શરીરમાં બધી જગ્યાએ પરિભ્રમણ કરી શકે છે. તેને લીધે હાર્ટ એટેક આવવાની સંભાવના ઘટી જાય છે. તેથી હૃદય રોગના દર્દી આ દૂધની નિયમિત રીતે સેવન કરવું જોઈએ.
આ દૂધ પીવાથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે. અને આ ઉપરાંત તે લોહીને સાફ પણ કરે છે. લોહી સાફ થવાથી શરીર માંથી અનેક બીમારીઓ દૂર થઈ જશે. તેથી આ દૂધનું નિયમિત રીતે સવારે અથવા સાંજે સેવન કરવું જોઈએ. રાત્રે તેનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે.
ડાયાબિટીસ ના દર્દી માટે આ દૂધ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસ વાળા લોકો આ દૂધ બનાવતી વખતે તેમાં ખાંડ ન નાખવી. આ દૂધનું નિયમિત રીતે સેવન કરવાથી ડાયાબિટીસ હંમેશા કંટ્રોલમાં રહે છે.
જો કમરનો દુખાવો હોય તો આ દૂધનું સેવન કરી શકો છો. તેનાથી કરોડરજ્જુ પણ બનશે અને કમરનો દુખાવો પણ દૂર થઈ જશે. તે શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી કરે છે, તેથી માત્ર કામર જ નહીં બધા સાંધાના દુખાવા દૂર થશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.