ઔષધિનો રાજા હરડેનું કરો માત્ર આ રીતે સેવન, શરીરમાં નહીં રહે એકપણ રોગ , જાણી લ્યો અહી ક્લિક કરી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હરડે એક આરોગ્ય માટે લાભકારી જડીબુટ્ટી છે. હરડે દેખાવમાં નાનકડી અને અનેક ગુણોથી ભરેલી છે. ભારતના પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં હરડેના અનેક લાભો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં હરડેને અનેક ઔષધિના રાજા તરીકે તરીકે ગણવામાં આવે છે. આયુર્વેદમાં હરીતકી તરીકે ઓળખવામાં આવે છે.

હરડે માત્ર ઔષધી જ નથી પરંતુ તે સ્વાસ્થ્ય અને સૌન્દર્ય પદાર્થો માટે પણ લાભદાયી છે. હરડેના ફળ, મૂળ અને છાલ બધાનો ઉપયોગ કરવામાં આવે છે.હરડેના ફાયદા વિષે જાણીશું.  આજના સમયમાં તણાવ ભર્યા જીવનને લીધે લોકોને માથાના દુખાવાની સમસ્યા ખાસ રહેતી હોય છે. આ રોગના ઉપચાર માટે હરડેની ગોટલી લઈને પાણી સાથે વાટીને માથા પર લેપ કરવાથી માથાના દુખાવાની સમસ્યામાં રાહત રહે છે. હરડે માથાના દુખાવામાં શાંતિ આપે છે અને તણાવને દુર કરે છે.

મોટા ભાગના લોકોને ખોડાની સમસ્યાને લીધે માથાના વાળ ખરી જતા હોય છે અને એક સમય એવો આવે છે કે માથામાં ટાલ પડી જાય છે. હરડેના પ્રયોગ દ્વારા માથા પરના ખોડાને દુર કરી શકાય છે. આંબાની ગોટલીનું ચૂર્ણ અને હરડેનું ચૂર્ણ મિકસ કરીને સરખા પ્રમાણમાં દૂધ સાથે ભેળવીને માથા પર લગાવવાથી ખોડો દુર થાય છે.

લાંબા સમય સુધી ટીવી અને કમ્પ્યુટર તેમજ મોબાઈલ સામે બેચી રહેવાથી આંખોમાં બળતરા અને દુખાવો થાય છે. હરડેનું દરરોજ સેવન કરવાથી આંખોમાં આરામ મળે છે. હરડેને આખીરાત પાણીમાં પલાળીને રાખ્યા બાદ પાણીને ગાળીને આંખો ધોવાથી આંખોને ઠંડક મળે છે તેમજ આંખો સંબંધી બીમારીઓમાં રાહત મળે છે.

મોતિયાના રોગમાં હરડેના બીજને પાણીમાં પલાળવા દીધા બાદ ઘસીને લગાવવાથી મોતિયાના રોગમાં લાભ થાય છે. હરડેની છાલને વાટીને લગાવવાથી આંખોમાંથી પાણી ટપકતું બંધ થાય છે. આંખના અન્ય રોગમાં હરડેને ઘીમાં વાટીને આંખોમાં મેશ આંજવાથી ફાયદો થાય છે.

ભોજન પહેલા દરરોજ ૩ ગ્રામ હરડેનું ચૂર્ણ અને ૩ ગ્રામ સુકી દ્રાક્ષનો પેસ્ટ બનાવી તેમાં સાકરનો ભૂકો ભેળવીને અથવા મધ સાથે ખાવાથી મોતિયાનો રોગ નાબુદ થાય છે. જયારે ઋતુ બદલે સે ત્યારે ઘણા લોકોને કફ શરદી અને ઉધરસ થતું હોય છે તેના લીધે તાવ માથું દુખાવા જેવી સમસ્યા થાય છે.આં સમયે હરડે અથવા હરડેનું ચૂર્ણ દૂધ અથવા પાણી સાથે પીવાથી કફ દુર થાય છે અને જેથી માથાનો દુખાવો અને તાવ પણ મટે છે. દરરોજ 2 થી 5 ગ્રામ હરડેનું સેવન કરવાથી કફ દુર થાય છે.

હરડે, અરડૂસીના પાન, સુકી દ્રાક્ષ, નાની એલચી અને આ બધાથી બનેલા 10 થી 3 ml ઉકાળામાં મધ અને ખાંડ મેળવીને દિવસમાં ત્રણ ટાઈમ પીવાથી શ્વાસ, ઉધરસ અને નાક અને નાકમાંથી લોહી નીકળવું જેવી સમસ્યા દુર થાય છે. હરડે અને સૂંઠને સરખી માત્રામાં લઈને તેનું ચૂર્ણ બનાવી, હુંફાળા પાણીમાં 2 થી 5 ગ્રામ માત્રામાં સવાર અને સાંજ સેવન કરવાથી શરદી, ઉધરસ, શ્વાસ અને કમળાની સમસ્યા દુર થાય છે.

સવારે મધ સાથે હરડેનું ચૂર્ણ ચાટવા થી શરીરમાં બળ અને શક્તિ વધે છે.માખણ મિશ્રી ની સાથે હરડેનું ચૂર્ણનું સેવન કરવાથી યાદ શક્તિ અને બુદ્ધિ વધે છે એટલે વિદ્યાર્થીઓ એ તેનું સેવન જરૂર કરવો જોઈએ.આના સેવનથી ઘણી નાની મોટી બીમારીઓ મૂળ માંથી દુર થઇ જાય છે, તે મગજને સ્ફૂર્તિમાં રાખવામાં અને આંખો માટે સૌથી ગુણકારી ઔષધ છે. જે શરીરને શક્તિ આપીને નીરોગી બનાવે છે. ફક્ત એટલું જ નહિ તે આપના શરીરને કબજિયાતમાં છુટકારો મેળવવામાં પણ મદદરૂપ સાબિત થઈ છે. તો આજ થી તેનું સેવન શરુ કરો, તેનું ચૂર્ણ અને ગોળીઓ સરળતાથી બજારમાં મળી રહે છે.

જો તમને અચાનક ચક્કર આવવાની તકલીફ છે, તો પીપર (જે ગરમ મસાલામાં મળે છે) સુંઠ એટલે સુકું આદુ, વરિયાળી અને હરડે ૨૫-૨૫ ગ્રામ લઈ લો. હવે ૧૫૦ ગ્રામ ગોળમાં આ બધું ભેળવીને ગોળ આકારની ગોળીઓ બનાવી લો. ૧-૨ ગોળી દિવસ માં ૩ વખત લેવાથી ચક્કર આવવાના,માથું ભમવું બંધ થઇ જશે.૩-૬ ગ્રામ જેટલી હરડે ના ચૂર્ણ ને તેના બરાબર જ સાકર મિક્ષ કરીને સવાર સાંજ ભોજન બાદ સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત બને છે.

હરડેનું સેવન સતત કરવાથી શરીરમાં થાક નો અનુભવ નથી થતો અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.હરડે ના ટુકડા ને ચાવીને ખાવા થી ભૂખ વધે છે.હરડેના સેવનથી ખાંસી કે કબજિયાત જેવા રોગો પણ દુર થઇ જાય છે.હરડેને વાટીને તેને મધમાં ભેળવીને ચાટવાથી ઉલટી આવવાની બંધ થઇ જાય છે, જો શરીરમાં ક્યાય ઘા થયો હોય તો હરડેથી તે ઘા ને ભરી દેવો જોઈએ.પિત્ત ની સમસ્યામાં હરડે નો આ ઉપાય સારો છે. ૩-૬ ગ્રામ હરડેના પાવડરને દૂધ માં નાખીને તેમાં ખાંડ પીસીને મિક્સ કરી ને તે દૂધ પીવાથી ઝડપ થી ફાયદો થાય છે.

માખણ સાથે સાકર અને હરડે ના ચૂર્ણ નું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. તેથી વિદ્યાર્થીઓને તેનું સેવન દરરોજ કરાવવું જોઈએ.બાવાસીરમાં અને કબજિયાત માં હરડેનું ચૂર્ણ ખુબ જ ફાયદેમંદ છે. હરડે માં થોડોક ગોળ મિક્સ કરીને નાની નાની ગોળીઓ બનાવી લો.

છાશ માં સેકેલું જીરું મિક્સ કરીને એ છાશ પીવાથી અવશ્ય ફાયદો થાય છે.દમ ની તકલીફ માં હરડે અકસીર ઉપાય છે. દમ ની તકલીફ વાળા દર્દીઓએ હરડેને ચૂસી જવી અને આંબળાના રસ માં હરડેને મિક્સ કરીને સેવન કરવાથી રાહત મળે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top