ભૌતિક દુનિયાનું આ સત્ય છે, પરંતુ આધ્યાત્મિક દુનિયાની વાત કરીએ તો પ્રેમ, કરૂણા, દયા કમાવનાર વ્યક્તિ સંસારમાં સૌથી વધારે પૈસાદાર વ્યક્તિ છે. પૌરાણિક કથાઓમાં આવો એક પ્રસંગ છે.
શ્રીકૃષ્ણ અને સુદામાની મિત્રતા. જેમની મિત્રતાએ સંસારને એક નવી પરિભાષા આપી હતી. મિત્રતામાં કોઈ અમીર-ગરીબ, જ્ઞાતિ મહત્વની નથી હોતી, પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે શ્રીકૃષ્ણના મિત્ર હોવા છતાં સુદામા આટલા ગરીબ કેમ હતા. પૌરાણિક કથા અનુસાર, સુદામાએ જાતે શ્રાપ ગ્રહણ કર્યો હતો.
સુદામાની અનુભૂતિ શક્તિ બહુ તીવ્ર હતી. તેમને પોટલી પકડતા જ બ્રાહ્મણીના શ્રાપની અનુભૂતિ થઈ ગઈ એટલે જંગલમાં જ્યારે ભયાનક વાવાઝોડું આવે છે અને શ્રીકૃષ્ણને ભૂખ લાગે છે ત્યારે સુદામા તેમના ભાગનું પણ ખાઈ લે છે, કેમ કે, તે જાણતા હતા કે જો તે ચણા ખાઈ લેશે તો તેમના પરમ મિત્ર કૃષ્ણને પણ બ્રાહ્મણીનો શ્રાપ લાગશે. આ રીતે પોતાની સાચી મિત્રતા નિભાવતા સુદામાએ બ્રાહ્મણીનો શ્રાપ સ્વયં ગ્રહણ કરી લીધો.
નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલીજેની ગોઠડી તોડાય નહીં તોડી,સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી, દ્વારિકાના નાથનો ઉંચેરો મહેલ છેદીન રે સુદામો આવી બારણે ઉભેલ છે,હે…. વ્હાલો ઝૂલે હિંડોળા ખાટ
રાણી રુખમણીની સાથત્યાં તો જાણી એવી વાતસુદામો જુએ પ્રભુની વાટ,આવે શામળિયો સામેથી દોડી દોડી, આવી કૃષ્ણ સુદામાની જોડી,સાહ્યબી નિહાળીને સુદામો શરમાય છે,તાંદુલની પોટલી ધરતાં ખચકાય છે,હે… વ્હાલો માંગી માંગી ખાય, ફાકે ચપટી ને હરખાય,કૌતુક જોનારાને થાય,એવું શું છે તાંદુલ માંહ્ય,માધવ મૂલવે મીઠપ હાથ જોડી જોડી
આવી કૃષ્ણ સુદામાની જોડીનહીં રે જાણેલી, કદી નહીં રે માણેલીજેની ગોઠડી તોડાય નહીં તોડી,સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી. ભાઈબંધીની વાત નીકળે, એટલે સુદામા- શ્રી કૃષ્ણની જોડી ,અંતરને સૌરભથી છલકાવી દે. મનથી એવો મેળાપ હોય કે, મિત્ર માટે વહારે દોડી જાય.
ભાગવત કથામાં કૃષ્ણ અને સુદામાની મિત્રતાના ખુબ જ વખાણ કરેલા છે. કૃષ્ણ અને સુદામા બંને ખાસ મિત્રો હતાં. સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતાં. સુદામા અને શ્રીકૃષ્ણ બંન્ને સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતાં હતાં ત્યારથી જ ખુબ સારા મિત્રો બની ગયાં હતાં.
એક વખત તેઓ બંન્ને જણા જંગલમાં લાકડા કાપવા માટે ગયાં ત્યારે ત્યાં જબરજસ્ત તોફાન આવ્યુ. તે દરમિયાન તે બંન્ને છુટા પડી ગયાં. તે વખતે તેઓને સાંદિપની ઋષિની પત્નીએ ખાવા માટે ભાત આપ્યાં હતાં જે સુદામા પાસે હતાં અને તેઓને ખુબ જ ભુખ લાગી તો તેઓ બધા ભાત ખાઈ ગયાં. જ્યારે તોફાન શાંત થઈ ગયું ત્યારે તેઓ બંન્ને આશ્રમમાં પાછા ફર્યાં.
ત્યાર બાદ કૃષ્ણને ખુબ જ ભુખ લાગી હતી તો તેમણે ગુરુમાતા પાસે જમવાનું માગ્યું, ગુરૂમાતાએ કહ્યું કે મેં તો તમારા બંને માટે ભાત આપ્યા હતા. જ્યારે તેમણે ખબર પડી કે સુદામા બધા ભાત ખાઈ ગયા તો તેમણે સુદામાને શ્રાપ આપ્યો કે કૃષ્ણના ભાગનું જમવાનું તુ ખાઈ ગયો છે તો તું હંમેશા દરિદ્ર જ રહીશ. સુદામાએ ગુરૂમાતા પાસે માફી માગી અને ખૂબ વિનતી કરી ત્યારે તેમણે કહ્યું કે જેને કારણે તને શ્રાપ મળ્યો છે તે જ તને તેમાંથી મુક્તિ અપાવશે.
જ્યારે તેઓનું ભણવાનું પુરૂ થઈ ગયું ત્યાર બાદ તેઓ પોતપોતાના રસ્તે જતાં રહ્યાં. કૃષ્ણ ભગવાને રુકમણી સાથે લગ્ન કર્યા અને તેઓ દ્વારકાના રાજા બનીને ખુબ જ ખુશીથી પોતાની જીંદગી પસાર કરતાં હતાં. બીજી બાજુ સુદામા પણ ગરીબ બ્રાહ્મણ છોકરી સાથે લગન કરીને તે પણ ખુબ જ ખુશીથી પોતાની જીંદગી પસાર કરતાં હતાં
પરંતુ થોડા સમય બાદ જ્યારે સુદામાને બે બાળકો થયાં ત્યારે તેઓને ખવડાવવા માટે અને કપડા માટે તેમને ખુબ જ તકલીફનો સામનો કરવો પડ્યો. ત્યારે તેઓને પત્નીએ તેમને કહ્યુ કે તમે કૃષ્ણ પાસે જાવ અને મદદ માંગો પણ સુદામાએ કહ્યું કે કૃષ્ણ પાસે હુ ખાલી હાથે નહિ જાવું તો તેમની પત્નીએ તેમને કૃષ્ણ માટે ચોખા આપ્યાં જે તેમને અતિ પ્રિય હતાં.
જ્યારે સુદામા દ્વારકા પહોચ્યાં ત્યારે શ્રીકૃષ્ણને ખબર પડતાં તે દોડીને તેમની પાસે આવ્યાં અને તેમને ભેટી પડ્યાં. કૃષ્ણનાં કપડા અને દાગીનાં જોઈને સુદામાને શરમ આવી કે હુ તેઓને ચોખા કેવી રીતે આપુ તેથી તેમણે તેને સંતાડવાની કોશિશ કરી રહ્યાં હતાં ત્યારે કૃષ્ણને તેની ખબર પડતાં તેમને માંગીને તેમની પાસેથી ચોખા લઈને ખાવા ફાંકા મારવા લાગ્યા.
તેમનો આ ફાંકો માત્ર ચોખાનો જ નહી પરંતુ પોતાના મિત્રની દરિદ્રતાને દૂર કરવાનો પણ હતો. તેઓએ સુદામાને પોતાના મહેલમાં લઈ જઈને સુંદર કપડાં આપ્યાં. કૃષ્ણ અને રુકમિણીએ તેમના પગ ધોયા અને તેઓને પ્રેમથી જમવાનું આપ્યું.એવું કહેવાય છે કે જ્યારે સુદામા પાછા ફર્યાં ત્યારે તેઓએ પોતાની ઝુંપડીની જગ્યાએ એક મહેલ જોવા મળ્યો ત્યારે તેમને જ્ઞાત થયું કે આ બધી તેમના મિત્ર કૃષ્ણની જ કૃપાદ્રષ્ટિ છે.
જીવનની તડકા-છાંયની પળોને , ભાવથી વહેંચી હળવા થવાનું ધામ એટલે ભાઈબંધ…આવો’ Friendship’… માણીએ ને એ મિત્રોને યાદ કરીએ.