કોઠા એક એવું ઝાડ છે કે જેના ફળ નો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે કરવામા આવે છે. એક અતિ પ્રાચીન કથા મુજબ જયારે ભક્ત પ્રહલાદ તપસ્યા કરતા હતા ત્યારે આ ઝાડ ના ફળ નો પોતાના ભોજન તરીકે ઉપયોગ કર્યો હતો.
ઔષધિય ગુણોથી ભરપૂર કોઠું પેટ સંબધી બિમારીઓ માટે રામબાણ ઇલાજ છે. ખાસ કરીને ગરમીમાં તે ખૂબ જ ઠંડક આપે છે. કોઠુ ઉર્જાનો સ્ત્રોત છે. તેના માવામાં ગોળ મિક્સ કરીને ખાવાી થાક દૂર થઇ જાય છે. સાથે તમે તાજગી અનુભવો છો. તેનું શરબત પીવા થી મગજ શાંત રહે છે. કોઠાના પાંદળા હાઇબ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તેના પાંદળાને બરોબર ઉકાળો, ત્યાર બાદ પાણી ગાળીને પીવાથી બ્લડપ્રેશર સામાન્ય રહે છે.
આ કોઠા માનવ શરીર ની રોગપ્રતિકારક શક્તિ મા વધારો કરે છે તેમજ સાથોસાથ તે પાચનશક્તિ ને પણ મજબૂત બનાવે છે. આનાથી પાચનતંત્ર થી લગતા તમામ રોગો દૂર થઈ જાય છે.
આ ફળ માનવ શરીર ના તાપમાન ને નિયંત્રણ મા રાખવા માટે ઘણો ઉપયોગી સાબિત થાય છે. આ ફળ ના સેવન થી શરીર મા જામેલ વધારા ના કોલેસ્ટ્રોલ દૂર થાય છે તેમજ આ ફળ થી મોટાપા ની સમસ્યા માંથી પણ રાહત થાય છે.
કોઠા નું ઝાડ ગુજરાત માં બધેજ જોવા મળે છે. તેના પર ગોળ લાડવા જેવા ફળ લાગે છે. તેની છાલ કઠણ હોય છે. પાકું કોંઠુ ઘણું સુગંધી અને સ્વાદિષ્ટ હોય છે.
આ ફળ રક્ત દબાણ જેવી તકલીફો માંથી પણ છુટકારો અપાવે છે. આ ફળ ના સેવન થી રક્ત દબાણ નિયંત્રણ મા રાખવામા ઘણું ઉપયોગી સાબિત થાય છે. આ ફળ ના ઉપયોગ થી ઘણા પ્રકાર ના નાના-મોટા રોગો માંથી પણ તાત્કાલિક મુક્તિ મેળવી શકાય છે.
આ સાથે આ કોઠા ફળ ના બીજ હ્રદય રોગ તેમજ માથા ના દુખાવા જેવી તકલીફો મા પણ અસરકારક ઇલાજ સાબિત થાય છે. આ ફળ ના બી નો રસ પીવા મા સ્વાદે એકદમ ફિક્કો તેમજ મીઠો હોય છે. જેનાથી માનવ શરીર મા થતી પીત, કફ, ઊલટી તેમજ હેડકી જેવી તકલીફો દુર થાય છે. સાથોસાથ આ ઝાડ ના ફુલ નો મોટેભાગે ઉપયોગ કોઇપણ પ્રકાર ના તાવ ને દૂર કરવા માટે કરવામા આવે છે.
તેમા ગોળ અથવા સાકર નાખીચટણી બનાવી ખાવાના ઉપયોગ માં લેવાય છે. પાકા કોઠા નો મુરબ્બો પણ થાય છે. શરીર પર પીત્તના ઢીંમણા પર કોઠી ના પાનની ચટણી લગાવવાથી આરામ થાય છે.
સ્ત્રીના પ્રદર રોગમાં કોઠી તથા વાસના પાન નું ચુર્ણ મધ માં આપવાથી સારો ફાયદો થાય છે. સવારના પહોરમાં પાકા કોઠા ના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવી સરબત બનાવી પી જવાથી ૧૫ દિવસ માં હરસ મસા નાબુદ થાય છે.
સવારે પાકા કોઠા ના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવી શરબત બનાવી 15 દિવસ સુધી પીવાથી હરસ નાબૂદ થાય છે. અસ્થમા નાં એટેક આવવા કે પછી હૃદયના ધમબકારા અસામાન્ય ન હોય ત્યારે કોઠાના મૂળીયાનો ઉકાળો બનાવીને પીવાી આરામ મળે છે.
કોઠુ પેટની સમસ્યા દૂર કરે છે. સાથે આંતરડા પણ સાફ કરે છે. કબજીયાત, અપચો, પેપ્ટિક અલ્સ વગેરેમાં તેનું સેવન આરામ દાયી છે.
ગરમીમાં લૂી બચવા માટે પાકેલા કોઠાના માવાને મસળી, તેને પાણીમાં મિક્સ કરી તેમાં થોડી ખાંડ મિક્સ કરીને પીવા થી લૂ લાગતી નીથી.