આ જોરદાર દેશી ઇલાજથી વાત્ત-પિત્ત અને કફના 100થી વધુ રોગો જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણે આપણા રોજિંદા જીવનમાં થોડું ઘણું પણ ધ્યાન રાખીએ તો બીમારીઓ અને દવાઓના ખર્ચાથી બચી શકીએ છીએ. પણ સ્વાસ્થ્ય જાળવવા માટે જીવનમાં કેટલાક નિયમોનું પાલન કરવું બહુ જ જરૂરી હોય છે. કારણ કે બેદરકારી અને અસ્ત-વ્યસ્ત જીવન જ રોગોનું કારણ બને છે. જો દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં કેટલીક નાની-નાની બાબતોને અનુસરે અને નિયમોનું પાલન કરે તો તે શરીરને હમેશા સશક્ત અને નિરોગી રાખી શકે છે.

શરીર નીરોગી રાખવું હોય તો શરીરમાં રહેલા ત્રણ દોષ-કફ, પિત્ત અને વાયુને સમઅવસ્થામાં રાખવા એ પ્રાથમિક જરૂરિયાત છે. એ માટે આઇડિયલ દિનચર્યા પાળવી જરૂરી છે, જેમાં સવારે ઊઠીને દસ ચીજો અવશ્ય કરવી જોઈએ.

આ દસ ચીજો એટલે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને પેટ સાફ કરવું, દાંત સાફ કરવા, આંખમાં અંજન કરવું, નાકમાં નસ્ય કરવું, મોંમાં ગંડૂષ કરવો, આયુર્વેદિક ધૂમ્રપાન કરવું, માલિશ કરવી, કાનમાં તેલ નાખવું, કસરત કરવી અને સ્નાન કરવું. આજની ભાગદોડ ભરી જિંદગીને જોતાં આપણે રોજ આ બધું ન કરીએ તો પણ અઠવાડિયામાં એક વાર કે પખવાડિયામાં એક વાર કરીએ તો ચાલે.

આયુર્વેદની દૃષ્ટિએ આદર્શ કહેવાય એવી એક સવાર માણવા માટે આગલા દિવસે રાતે વહેલાં સૂઈ જવું જરૂરી છે. રાતે મોડામાં મોડા સાડા દસથી અગિયાર વાગ્યા સુધીમાં સૂઈ જવું અને સવારના સાડા ચાર-પાંચ વાગ્યે ઊઠી જવું. આખો દિવસ ખૂબ જ ફ્રેશનેસ અનુભવાશે એની ગેરન્ટી.

સૌથી પહેલું કામ પેટ સાફ કરવાનું કરવું. પેટ સાફ રહે તો જ શરીરની અન્ય ગ્રહણશીલતા વધે છે. મળમૂત્રનો ઉત્સર્ગ થાય તો શરીરમાં હળવાશ અનુભવાય છે તથા ભૂખ અને તરસ લાગે છે. જો કબજિયાત રહેતી હોય તો રાતે સૂતાં પહેલાં એક ચમચી હરડે અથવા ત્રિફળા ચૂર્ણ સહેજ હૂંફાળા પાણી સાથે લઈ લેવું, સાથે જ રાતે તાંબાના લોટામાં પાણી ભરી રાખવું. સવારે ઊઠીને એકથી બે ગ્લાસ શક્તિ મુજબ એ પાણી પીવું.

ખોરાકના પાચનની શરૂઆત મોંથી થાય છે એટલે પેઢાં અને દાંત સ્વચ્છ હોવાં જરૂરી છે. બ્રશ કરવાના બદલે દાતણ કરવું વધુ હિતકર છે. એ માટે લીમડો, આવળ, બાવળ અથવા કરંજની ડાળીનો ટુકડો વાપરી શકાય છે. આ વનસ્પતિઓ કડવા, થોડા તીખા અને તૂરા રસવાળી હોવાથી મોઢામાં રહેલ કફ એટલે કે ચીકાશને દૂર કરે છે અને યોગ્ય માત્રામાં લાળનો સ્રાવ કરે છે. ખોરાકમાં લાળ ભળે તો જ એનું યોગ્ય પાચન થાય છે. કોગળા કરતી વખતે મોઢામાં પાણી ભરી પછી આંખ પર છાલક મારવી.

સવારે વહેલા ઊઠીને જલપાન કરવું એનું નામ ઉષઃપાન. વહેલા ઊઠી પાણી વડે મોં સાફ કરી જેટલું પિવાય તેટલું ઠંડું પાણી પીવું એ આરોગ્યપ્રદ છે.ઉષઃપાન કરવાથી હરસ (મસા), સોજો, સંગ્રહણી, જ્વર, ઘડપણ, કોઢ, મેદના વિકારો, મૂત્રાઘાત) રક્તપિત્ત મટે છે. તેમજ કાનના રોગો, ગળાના રોગો, માથાના રોગો, કમરના રોગો, આંખના રોગો, આ સિવાય વાત-કફ અને પિત્તથી ઉત્પન્ન થતા બીજા અનેક રોગો સવારમાં વહેલાં ઊઠી પાણી પીવાથી મટે છે અથવા થતા નથી.માટલાનું ઠંડું પાણી એ રસાયણ છે. રસાયણનો અર્થ ‘ઘડપણ તથા વ્યાધિનો નાશ કરનાર’ એવો થાય છે.

પાણી દ્વારા કબજિયાત તથા પેશાબની છૂટ થાય છે. સંગ્રહણી, મેદ વગેરેનું કારણ વિજાતીય દ્રવ્યસંચય છે, પાણીથી શરીરના દોષો ધોવાઈ શરીર શુદ્ધ બને છે. કબજિયાત માટે આ સર્વોત્તમ ­યોગ છે. ઉષઃપાનમાં નાકથી પાણી પીવાનો ­યોગ પણ ફલપ્રદ છે. ટૂંકમાં ઉષઃપાન ચક્ષુષ્ય, વ્યાધિહર છે.

હરડે ચૂર્ણ, ત્રિફલા ચૂર્ણ, મધુવિરેચન ચૂર્ણ, દીનદયાલ ચૂર્ણ, પંચસકાર ચૂર્ણ, શિવાક્ષાર પાચન ચૂર્ણ, ઈસબગુલ, ગરમાળાનો ગર, દિવેલ, સોનામુખી, જેઠીમધ વગેરે અનેક ઔષધિઓ રેચક છે. નિષ્ણાત આયુર્વેદ-આચાર્યના માર્ગદર્શન મુજબ રેચક ઔષધિનો પ્રયોગ કરવો જોઈએ.

જો ઝાડામાં દુર્ગંધ આવતી હોય તો તે શરીરમાં ઉત્પન્ન થયેલ અપચનનો દ્યોતક છે. તે વખતે પાચક ઔષધિઓ તથા રેચક ઔષધિ લેવી જોઈએ સાથે આહારમાં પથ્યપાલન કરવું જોઈએ. જો ઝાડામાં ચીકાશ આવે તો તે મરડાની સૂચક છે. તેના ઉપાય માટે બેલગીરી, સૂંઠ, ઇન્દ્રજવ, ચર્પટીયોગ, છાસ, ઈસબગુલ, હરડે વગેરે દવાઓનો ઉપયોગ કરી શકાય.

આજના જમાનામાં દાંત વિશે ઘણી જાગૃતિ આવી છે. નવાં નવાં પેસ્ટ તથા બ્રશ વિશે નિત્યે નવી નવી જાહેરખબર જોવા મળે છે, પણ આયુર્વેદ મતાનુસાર દાતણ ઘણું જ શ્રેષ્ઠ છે. દાતણ માટે બાવળ, કરંજ, વડ, ધમાસ, કાંમ્બોજી, લીમડો વગેરે વાપરવામાં આવે છે.

ચામડી શરીરમાં સૌથી મોટો અવયવ (અંગ) છે. ૧૩૦ રતલ વજનવાળા માણસમાં ૮ રતલ જેટલું વજન ચામડીનું હોય છે. ૧૮૦૦ ચોરસ ફૂટ જેટલી ચામડી આપણા શરીરમાં છે. ત્વચા સંપૂર્ણ શરીરને વ્યાપ્ત કરી રહેલી છે.

ત્વચા પંચભૌતિક છે છતાં તેમાં વાયુ ભૂતની વિશેષતા છે. ચરકસંહિતામાં કહ્યું છે કે સ્પર્શમાં વાયુની અધિકતા છે. આથી કરીને રોજ તૈલાભ્યંગથી ચામડી સ્નિગ્ધ રાખવા આયુર્વેદે આજ્ઞા કરી છે.

અભ્યંગ (માલિશ) એ પરમત્વચ્ય (ત્વચાને હિતકર) છે એટલે અભ્યંગ વાયુનો નાશ કરનાર છે, ચામડીને સંરક્ષનાર છે. અભ્યંગ દ્વારા શરીર ભરાવદાર તથા બળવાન બને છે. ત્વચા સુંવાળી રહે છે અને ઘડપણ મોડું આવે છે.

નાકમાં ઔષધિ ­યુક્ત તેલનાં ટીપાં નાખવાં. હંમેશાં નાકમાં તેલનાં ટીપાં મૂકવાથી આંખો, નાક અને કાન કદી બગડતાં નથી. દાઢી-મૂછ સફેદ થતાં નથી, વાળ ખરતા નથી. ગરદન ઝલાય જવી, શિરઃશૂલ, અર્દિત (મોંનો લકવો), શરદી, સાયનસ, શિરઃકંપ જેવા રોગો નથી થતા. મગજની નાડીઓ, માથાના-ખોપરીના સાંધા, સ્નાયુ, કંડરા આ બધાને નસ્યકર્મથી લાભ મળે છે.અણુતેલ, તલનું તેલ વગેરે નાખી શકાય.

જે રીતે નાકમાં તે રીતે જ કાનમાં તેલનાં ટીપાં નાખવાથી પણ ફાયદો થાય છે.ચરકસંહિતામાં કહ્યું છે કે ‘હંમેશાં કાનમાં તેલ નાખનાર મનુષ્યને કાનના રોગો થતા નથી, ગળું ઝલાઈ જતું નથી, હડપચી ઝલાઈ જતી નથી, બહુ ધીમેથી બોલેલું પણ સહેલાઈથી સાંભળી શકે છે, બહેરાશ આવતી નથી.’

શરીરની સ્થૂળતા(મેદવૃદ્ધિ)ના અપકર્ષણ માટે પણ વ્યાયામ ખૂબ જ જરૂરી છે, પરંતુ વ્યાયામ જેટલું બળ હોય તેનાથી અર્ધો કરવો જોઈએ, નહીં તો વ્યાયામથી નુકસાન થાય છે.

દંડ-બેઠક, મેદાનમાં રમાતી વિવિધ પ્રકારની રમતો, સૂર્યનમસ્કાર, દોરડા કૂદવા, ઉતાવળે ચાલવું, નિયમિત યોગાસનો વગેરે શરીર માટે હિતકર છે.વ્યાયામ સાથે શાકભાજી, ફળ, દૂધ, ભાત, રોટલી, પૂરી, શીરો, માખણ, શિખંડ, ઘી, પેંડા, કઠોળ, દૂધની બનાવટો લેવું ખૂબ જ જરૂરી છે.

અતિવ્યાયામ શરીર માટે હાનિકર્તા છે. તેનાથી હૃદય નબળું પડે છે, શરીરમાં અમ્લતા નામનો ગુણ લોહીમાં વધે છે. જેથી માંસપેશીઓને બહુ થાક લાગે છે અને તેની સ્થિતિસ્થાપકતા ઓછી થતી જાય છે અને શરીર નબળું પડે છે. એટલે યોગાસનોનો લાભ વ્યાયામ કરતાં ઘણો અધિક છે.વ્યાયામ-પ્રેમીઓએ બહુ ખાટાં, ખારાં, લૂખાં ભોજન ન લેવાં, કબજિયાત, અજીર્ણ રહેતો હોય તો વ્યાયામ હિતાવહ નથી.

હંમેશાં ગરમાગરમ (દઝાય એવો નહીં) તાજો ખોરાક ખાવો જોઈએ, ઉષ્ણ ખોરાક ખાવાથી જમવામાં સ્વાદ આવે છે.જઠરાગ્નિ ­દીપ્ત થાય છે. ખાધેલું પચી જાય છે, વાયુનું સારી રીતે અનુલોમન થાય છે.ખોરાક સ્નિગ્ધ ખાવો જોઈએ, લૂખો ખોરાક અહિત કરે છે.માત્રાસર ખાવું જોઈએ. માત્રા એટલે યોગ્ય પ્રમાણ, બહુ ઠાંસી ઠાંસીને ખાનાર જલદી મરે છે. ઠાંસી ઠાંસીને ખાવાથી વાત-પિત્ત-કફના ઉપદ્રવ વધે છે. હંમેશાં બે જ વખત જમવું જોઈએ.

ખૂબ જ ચાવીને ખાવું જોઈએ.ઉતાવળે ન જમવું જોઈએ.ખાતી વખતે હાહા-હીહી કે બીજી આડીઅવળી વાતો ન કરવી અને ખૂબ જ વિલંબ કરી ન જમવું.ખોરાક માફક આવતો હોય તે જ ખાવો.

વિરુદ્ધ રસવીર્યવાળા પદાર્થો સાથે ન જમવા, જેમ કે, મધ અને ઘી સરખાં ભાગે ન લેવાં. મૂળા, કેરી, આમળાં, કઠોળ, તુલસી સાથે દૂધ ન લેવાય. દૂધ-ફ્રૂટ સાથે ન ખવાય. દૂધ-દહીં / દૂધ-છાસ સાથે ન લેવાય.

ભોજનમાં છ એ છ રસોનું સેવન કરવું જોઈએ. કોઈ એક જ રસનું સેવન આરોગ્યપ્રદ નથી. મધુર-અમ્લ, કટુ (તીખો), તિક્ત (કડવો), લવણ, કષાય (તૂરો) આ છ રસ શરીરપુષ્ટિ માટે ખૂબ આવશ્યક છે.મધ્ય ભોજને પાણી પીવામાં જરાપણ નુકસાન નથી.

ભોજન પહેલાં આદુનું કચુંબર અને સંચળ ખાવું હિતાવહ છે, જેનાથી જઠરાગ્નિ ­દીપ્ત થાય છે.ભોજન તાજું હોવું જોઈએ, વાસી ભોજન વાયુવર્ધક હોય છે.ભોજનમાં દરેક પ્રકારનાં પોષકતત્ત્વ, Vitamins etc. હોવાં જોઈએ.ખાઈને તરત ઊંઘી જવાથી કફ કોપાયમાન થઈ જઠરાગ્નિનો નાશ કરે છે.

જમ્યા બાદ વામકુક્ષિ, શતપાવલી અર્થાતû ૧૦૦ થી ૧૫૦ પગલાં ચાલ્યા બાદ કરવું જેમાં ડાબે પડખે શાંતિથી પડ્યા રહેવું, સૂવુંનહીંરાત્રિભોજન સદાય હલકું હોવું જોઈએ.ભોજન બાદ ફળાહાર લેવો જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top