હૂંફાળું ગરમ પાણી પીવાથી મોંમાં લેપાયેલો કફ દૂર થાય છે. ગળામાં કફની છારી બાઝી ગઈ હોય તે પણ દૂર થાય છે. સરળતાથી કફ છુટો પડે છે. જીભનું સ્વાદ પારખવાનું, ગળામાં રહેલી ગ્રંથિયોના લાળ વગેરે સ્ત્રાવનાં કાર્યમાં સુધારો થાય છે.
ગરમ પાણી પીવાથી જઠરમાં યોગ્ય રીતે પાચન નહીં થવાથી જમા થયેલો કાચા આમનું પાચન થઇ તેની આગળ ગતિ આપે છે. અપકવ આમ હોજરીમાં પડી રહ્યો હોય તેમ છતાં ફરીથી કઈ પણ ખાવા-પીવામાં આવે, આવું વારંવાર થાય ત્યારે હોજરીની આંતર ત્વચા પર અપકવ આમનાં થર બાઝી જાય છે. જે અપચો, એસિડીટી, મંદાગ્નિ જેવા પાચનનાં રોગોનું કારણ બને છે.
હોજરીમાં જમા થઈને રહેલાં અપકવ આમને કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. આવી તકલીફ વારંવાર થતી હોય, ઠંડા પ્રદેશમાં રહેતા હોય, કફની બિમારીથી, વાયુની બિમારી વગેરે થી પીડાતા હોય તેઓને હુંફાળું ગરમ પાણી સવારે ખાલી પેટે પીવાથી ફાયદો થાય છે.
ભૂખ ન લાગતી હોય, પાચનશક્તિ નબળી હોય, આગલા દિવસે ખાધેલું ભોજન બરાબર પચ્યું ના હોય તેવું અનુભવાતું હોય તેઓએ સવારે નવશેકું ગરમ પાણી પીવું જોઈએ.
નવશેકું પાણી પીવાથી શરીતનું તાપમાન વધી જાય છે, જેથી શરીરનું મેટાબોલિક રેટ વધી જાય છે. મેટાબોલિક રેટ વધવાથી કેલરી બર્ન કરવામાં શરીરની ક્ષમતા વધે છે. જો તમે દિવસની શરૂઆત હુંફાળા લીંબુ પાણીથી કરો તો બોડી ફેટ બ્રેક થવાની પ્રક્રિયા ઝડપી બને છે. લીંબુમાં પેક્ટિન ફાઈબર હોય છે, જે તમારી ભૂખને નિયંત્રણમાં રાખે છે.
તબીબી વિજ્ઞાન મુજબ ગરમ પાણી પીવાથી શરીરમાં હાજર તમામ બેક્ટેરિયા બહાર નીકળી જાય છે અથવા મરી જાય છે. તેથી દરેક વ્યક્તિએ ગરમ પાણી પીવું જોઈએ. ખરેખર ગરમ પાણી પીવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ ઘટે છે અને વ્યક્તિ ફીટ પણ રહી શકે છે.
દરરોજ રાત્રે જમીને અડધો કલાકો પછી એક ગ્લાસ પાણી પીવાથી કબજિયાતની સમસ્યા રહેતી નથી. ધ્યાનમાં રાખો કે પાણી તમે જેટલું પી શકો તેટલું જ ગરમ રાખવું. એટલે કે હુંફાળું ગરમ પાણી પીવું.
સવાર સવારમાં ગરમ હુંફાળું પાણી પીવાથી અનેક રોગોનો નિરાકરણ થઈ જાય છે. આ હૂંફાળું પાણી પીવાથી શરીરમાં જમા થયેલ લાળ સક્રિય થાય છે અને આ લાળ શરીર ના પિત્ત અને હવાને શરીરની બહાર કાઢી નાખે છે આ અશુદ્ધિઓ દૂર થવાથી અનેક પ્રકારના ફાયદાઓ થાય છે.સવાર નું પાણી માથાના દુખાવાની પરેશાની થી છૂટકારો આપે છે. સાથે સાથે કબજિયાતમાં પણ ખૂબ જ રાહત થાય છે.
કહેવાય છે કે જળ એ જ જીવન છે અને જો કે તે સત્ય છે. ડૉક્ટરથી લઇને ડાયટિશિયન, દિવસમાં 7થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. જ્યાં અનેક લોકો ઠંડુ પાણી પીવે છે તો કેટલાંકને ગરમ કે હુંફાળું પાણી પીવાનું પસંદ કરે છે. ગરમ પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
ગરમ પાણી પીવાથી રક્તવાહિનીઓ પણ સચેત થાય છે અને લોહીનું પરિભ્રમણ ઝડપથી થાય છે. શિયાળામાં રક્તવાહિનીઓના સંકોચનને કારણે લોહીનું પરિભ્રમણ ધીમું પડી જતું હોય છે. જેને પરિણામે સુસ્તી અને આળસ અનુભવાતી હોય છે. એવામાં હુંફાળું પાણી શરીરને જરૂરી ગરમી આપે છે અને રક્તવાહિનીઓને નોર્મલ કન્ડિશનમાં લાવે છે. આથી શરીરમાં જાણે નવી તાજગીનો સંચાર થયો હોય તેવું લાગે છે.
ભૂખ વધારવામાં પણ ગરમ પાણી ખૂબ જ ઉપયોગી છે.એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ, કાળા મરી અને મીઠુ ઉમેરી પીવાથી પેટનું ભારે પણું દૂર થાય છે. ખાલી પેટ ગરમ પાણી પીવાથી મૂત્ર સંબંધી બીમારીઓ પણ દૂર થાય છે.
ગરમ પાણીનું નિયમિત સેવન કરવાથી બ્લડ સર્કુલેશન પણ ઝડપી થાય છે. તાવ આવ્યો હોય ત્યારે પણ ગરમ પાણી પીવું ફાયદાકારક છે. પેટમાં ગેસ થતો હોય તો ગરમ પાણી પીવાતી ગેસ બહાર નીકળી જાય છે. ગરમ પાણી પીવાથી ઉધરસ અને શર્દી સંબંધી રોગ દૂર થાય છે. આંચકી, ગળામાં ખરાશ જેવા રોગોમાં પણ ગરમ પાણી ફાયદાકારક નીવડે છે.
જ્યારે પણ તમે કોઇ ગરમ વસ્તુ ખાઓ કે પીઓ છો તો પરસેવો બહાર નીકળે છે. આવું ત્યારે થાય જ્યારે શરીરનું તાપમાન વધી જાય છે અને પીધેલું પાણી તેને ઠંડુ કરે છે, ત્યારે જ પરસેવો નીકળે છે. પરસેવાથી ત્વચામાંથી મીઠું બહાર નીકળે છે અને શરીરની અશુદ્ધિ દૂર કરે છે.
સવારની શરૂઆત બેડ ટી અથવા કોફીથી કરવાના બદલે હુંફાળું કે થોડું ગરમ પાણી પીને કરવાથી તમારું જીવન ચમત્કારી રૂપથી બદલાઈ શકે છે. ખાલી પેટે હુંફાળું પાણી પીવું સ્વાસ્થ્ય માટે કેટલું લાભદાયક બને છે.