તે એક પ્રકારની કિડનીની તકલીફ હોય છે જેનાથી શરીરમાં પ્રોટીન urine ના માધ્યમથી બહાર નીકળવાનું શરુ થઇ જાય છે અને શરીર ઉપર સોજો આવી જાય છે અને કીડનીનું ફિલ્ટરેશન system ખરાબ થઇ જાય છે. તે વખતે પુનર્વવાનો ઉપયોગ કોઈ સંજીવનીથી ઓછો નથી કેમ કે તેમાં રહેલા એમીનો અમ્લ શરીરમાં થયેલ પ્રોટીનની ઉણપને પૂરી કરે છે તથા urine માં થનારા protein lose ને પણ ઓછો કરે છે અને kidney dysfunction થી થતા સોજા જેવા edema કહે છે તેને પણ ઓછા કરે છે.
અન્ય એક દરદીને મૂત્રપિંડનો વિકાર થયો હતો. આલ્બ્યુમીન વધ્યું હતું. આલ્બ્યુમીન શબ્દ ઇંડાનો સફેદ ભાગ જેને પ્રોટીન કહે છે તેમાં કુદરતના અનેક ખાદ્ય પદાર્થોમાં તે છે. આપણા શરીરમા પદાર્થોમાં તે છે. આપણા શરીરમાં પ્લાઝમાં પ્રોટીનમાંથી તે ૫૫ ટકા છે. ટૂંકમાં કિડની કામ ન કરે ત્યારે કુદરતે પુનર્નવા (સાટોડી નામની વનસ્પતિ)નું નિર્માણ કર્યું છે. ખોરાકમાં દહીં, દાળ, કઠોળ, માંસ, ચીકન, ઇંડા વગેરે પ્રોટીનપ્રધાન ખોરાક બંધ કરાવ્યો. એ દરદીને બે ત્રણ વર્ષ પછી મળ્યા ત્યારે તેમનું કિડનીનું દરદ સાવ મટી ગયું હતું. એમને અપાયેલી દવાથી સોજા, એનિમિયા, મંદાગ્નિ મટી પેશાબનો રોગ દૂર થયો, આવા ઘણા કેસ જોવા મળે છે.
હૃદયરોગમાં સાટોડી આપવાથી લાભ થાય છે. સાટોડીનાં મૂળનું અડધી ચમચી જેટલું ચૂર્ણ રોજ દૂધ સાથે લેવાથી અથવા પુનર્નવાનો આસવ બેથી ચાર ચમચી લેવાથી હૃદયને શક્તિ મળે છે. હૃદયરોગમાં દશમૂલાસવ, પુનર્નવાસવ, કુમારિકાસવ અને અર્જુનાસવ સરખા પ્રમાણમાં મિશ્ર કરી, તેમાંથી રોજ સવાર-સાંજ બે બે ચમચી આસવ પી જવો. આ ઉપચારથી સ્ફૂર્તિ સારી રહે છે, હૃદયના ધબકારા નિયમિત થાય છે, કફ છૂટે છે, પેશાબ સાફ આવે છે અને સોજા ઉતરે છે. સંધિવામાં પણ આ પ્રમાણે ઉપચાર કરી શકાય છે.
સાટોડીના મૂળનું ચૂર્ણ બેથી ૫ ગ્રામ દહીંના પાણી સાથે લાંબો સમય લેવાથી, કોઢ-શ્વિત્ર-સફેદ દાગ મટે છે.
મૂત્ર ત્યાગ વખતે દાહ-બળતરા થતી હોય કે પેશાબ થોડો આવતો હોય તો રોજ સાટોડીનાં મૂળનું અડધી ચમચી ચૂર્ણ દૂધ સાથે પીવું. પથરીમાં પણ સાટોડીનું ચૂર્ણ કે ઉકાળો આપી શકાય છે. વૃદ્ધાવસ્થામાં ઘણીવાર પ્રોસ્ટેટ વૃદ્ધિ થતી હોય છે. પ્રોસ્ટેટ ગ્રંથિની વૃદ્ધિમાં સાટોડીનું સેવન કરવાથી સારો લાભ થાય છે.
સાટોડીનાં મૂળથી હૃદયની સંકોચન ક્રિયા વધે છે, રક્ત જોરથી ધમનીઓમાં આવે છે, બ્લડપ્રેશર વધે છે અને હૃદયમાંથી રક્ત અધિક પ્રમાણમાં ફેંકાય છે. રક્તનું દબાણ વધવાથી મૂત્રનું પ્રમાણ પણ વધે છે અને શરીરમાં સંચિત થયેલું પાણી બહાર નીકળી જાય છે. આ રીતે સાટોડી સોજા ઉતારે છે. આયુર્વેદમાં એટલે તો સાટોડીને ‘શોથધ્ની’ (સોજા ઉતારનાર) કહી છે. સાટોડી સાથે બીજા સાત ઔષધો પ્રયોજીને ‘પુનર્નવાષ્ટક ક્વાથ’ તૈયાર કરવામાં આવે છે. જે બજારમાં તૈયાર પણ મળી રહે છે. સવાર-સાંજ આ ઉકાળા સાથે ‘આરોગ્યર્વિધની વટી’ બે બે ગોળીની માત્રામાં લેવાથી સર્વ પ્રકારનાં સોજા અને જલોદર જેવા રોગો મટે છે.
મૂત્ર ત્યાગ વખતે દાહ-બળતરા થતી હોય કે પેશાબ થોડો આવતો હોય તો રોજ સાટોડીનાં મૂળનું અડધી ચમચી ચૂર્ણ દૂધ સાથે પીવું. પથરીમાં પણ સાટોડીનું ચૂર્ણ કે ઉકાળો આપી શકાય છે. વૃદ્ધાવસ્થામાં ઘણીવાર પ્રોસ્ટેટ વૃદ્ધિ થતી હોય છે. પ્રોસ્ટેટ ગ્રંથિની વૃદ્ધિમાં સાટોડીનું સેવન કરવાથી સારો લાભ થાય છે.
કોઈપણ જાતના ચામડીના રોગ જેવા કે ડાઘ, ધબ્બા, અળાઈ, વાગવાનું નિશાન વગેરે ઉપર પુનર્વવા ના મૂળ વાટીને લેપ બનાવીને લગાવો. થોડા જ દિવસોમાં તમે રોગને દુર થતો જોઈ શકશો. પુનર્વવા જરૂરી જીવન જાળવી રાખવામાં મદદ કરે છે. તે આંતરિક ચરબી ઓછી કરે છે અને દુબળાપણા ને પણ દુર કરે છે. પુનર્નવાનું નિયમિત સેવન મૂત્રપ્રવાહ ને યોગ્ય કરીને શરીરને સ્વસ્થ અને સ્વચ્છ રાખે છે. તે કોશિકાઓ માં તૈલી પદાર્થોના પ્રવાહને પણ ઉત્તમ બનાવે છે. તે કેન્સરના દર્દીઓ માટે આયુર્વેદ જગતની સૌથી અદ્દભુત ઔષધી છે કેમ કે તે નવી કોશિકાઓ બનાવે છે.
તે નવી કોશિકાઓ કેન્સર સામે લડવાની શક્તિ આપે છે. પેરાલીસીસ, શરીરના કોઈ વિશેષ ભાગ સુન્ન પડે અને માંસપેશીઓ ના નબળાઈ આવવા જેવી તકલીફો પણ પુનર્વવા ના સેવનથી દુર થાય છે.જો તમે પથરી ના રોગ થી પીડાતા હોય તો સાટોડી ના મૂળ ને દૂધ માં ઉકાળી સવાર સાંજ પીવું.જો કોઈ ને કૂતરું કારડ્યું હોય તો સફેદ સાટોડી ના મૂળ ને 25 થી 50 ગ્રામ ઘી માં ભેળવીને રોજ પીવો.
આયુર્વેદમાં કહેવાયું છે કે, “પુનર્નવા નેત્ર નવા કરોતી.” એટલે સાટોડીના મૂળ દૂધમાં ઘસીને આંખે લગાડવાથી આંખનો મેલ-પીયા, આંજણી, ખુજલી, સોજો, રતાશ મટે છે અને આંખ ચોખ્ખી થાય છે. તેને મધ સાથે ઘસીને ચોપડવાથી આંખમાંથી સતત વહેતું પાણી અટકે છે અને ઘી સાથે આંજવાથી ફુલુ મટે છે. આમ આંખના રોગોમાં પણ સાટોડી-પુનર્નવા સારું કામ આપે છે.