માત્ર 5 મિનિટમાં ગેસ, અપચો અને પેટના દરેક રોગ ગાયબ કરજો જોરદાર દેશી ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જો આપણો ખોરાક સાદો અને પૌષ્ટિક હોય, અને આપણે તેને સમયસર નિયમબદ્ધ ખાતા હોઈએ તો પાચનનની કોઈ સમસ્યા ઊભી થવાનો પ્રશ્ન જ ન રહે. પરંતુ એવું બનતું નથી. પહેલાંની જેમ સાદો અને પૌષ્ટિક ખોરાક ખાવાને બદલે બજારમાં મળતી અને પૌષ્ટિક હોવાનો દાવો કરતી વાનગીઓ આપણે ખાવા લાગ્યા છે. દોડધામભરી જીવનશૈલીના કારણે જમવાનો કોઈ સમય સચવાતો નથી.

સમય-કસમયે ખોરાક ખાવાથી પાચનની સમસ્યાઓ માથું ઊંચકે છે.ભૂખ લાગ્યા ૫છી લાંબા સમયે ખોરાક લઈએ તો એસીડીટી થઈ શકે. ખોરાક લેતાં પહેલાં એકાદ ગ્લાસ પાણી ન પીધું હોય અને ખોરાક લીધાના અડધા કલાક પછી પણ પાણી ન પીધું હોય તો ખોરાકનું પાચન અવરોધાય અને અપચો કે ગેસ થઈ જાય છે.

ઘણી વખત પેટ નાં ગેસની તકલીફથી લોકો બીજા માટે મજાકનું પાત્ર બની જાય છે. જેના લીધે તેમને શરમ અનુભવવી પડે છે. જે લોકોને ગેસ વધુ ઉત્પન્ન થાય છે. તે પોતે જ બીજા થી દૂર રહેવા લાગે છે. પેટમાં ગેસ આમ તો દરેક લોકો ને બને છે, પરંતુ જેની પાચનક્રિયા ખરાબ રહેતી હોય કે પછી જેમને એસીડીટી કે કબજિયાત રહેતી હોય, તેમને ગેસનીફરિયાદ બીજા થી વધુ રહે છે, જો પેટમાં ગેસ વધુ સમય સુધી રહે છે તો આફરા જેવું લાગે છે,પેટમાં ભારેપણું, અલ્સર અને બવાસીર જેવી અનેક પ્રકારની તકલીફો થવાની શક્યતાઓ વધી જાય છે.

ઘણી વખત આંતરડામાં ગેસ બનવાથી પેટમાં દુઃખાવો થાય છે અને જયારે આ દુઃખાવો આંતરડાની ડાબી બાજુએ જાય છે ત્યારે તે એપેન્ડિક્સ નો દુખાવો પણ થઇ શકે છે. તેના માટે ઘણી વખત આપણે મોંઘી દવાઓનો સહારો લઈએ છીએ. ગૈસ્ટ્રિક તકલીફ માટે મોંઘી દવાઓનો સહારો લેવાથી ઘણી વખત સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે. સાધારણ ગૈસ્ટ્રિક તકલીફ માટે ભારે મેડિસિન્સ ના બદલે ઘરઘથ્થુ ઉપચાર વધુ અસરકારક રહે છે.

આજકાલ ના વર્તમાન સમય માં લેવાતો આડેધડ ખોરાક અને જંકફૂડ ને લીધે પેટ માં થતાં ગેસ અને કબજિયાત જેવી ભયંકર બીમારી થી લાખો લોકો પીડાય છે. આ બીમારી થી તમે તમારા દૈનિક કામ માં ધ્યાન પરોવી શકતા નથી. લોકો પ્રફુલ્લિત રહી શકતા નથી. એક કારણ એ પણ છે કે લોકો જેટલો હેવિ ખોરાક ખાય છે એ મુજબ ના તેમના શરીર ને કસ્ટ આપતા નથી એટલે કે જરૂરી કસરત, યોગાસન કરતાં નથી અને અધૂરા માં પૂરું કરતાં ઘણા લોકો મેંદા થી બનેલ જંકફૂડ ની સાથે સ્ટ્રોંગ ઠંડા પીણાં પીવે છે, જેને લીધે તેમની પાચન શક્તિ સાવ નબળી પડી જે છે, જેના લીધે કબજિયાત થાય છે.

કેળાં

કેળાંમાં કેટલાંય એવાં પોષક તત્ત્વ છે જે શરીરની સાથે સાથે પેટના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી હોય છે. અપચાની અને ગેસની સમસ્યા માટે કેળાં લાભદાયી છે. કેળાંમાં રહેલું પોેટેશિયમ અને એન્ટિ ઓક્સિડેન્ટ પેટમાં વધી જતાં એસિડને કંટ્રોલમાં લાવવાનું કામ કરે છે. પેટમાં એસિડનો સ્ત્રાવ વધતાં આપણે એસિડિટીની સમસ્યાથી પીડાવું પડે છે, પણ રોજ બે કેળાં ખાવામાં આવે તો સ્ત્રાવ કંટ્રોલમાં આવે છે. કેળાં ખાવાથી કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે. માટે તે જરૂરથી ખાવાં જોઇએ.

છાસ અને કાળું મીઠું

પેટમાં ગેસ બનવાની તકલીફ હોય તો, છાસમાં જરૂર મુજબ કાળું મીઠું ભેળવીને પીવો, એમ કરવાથી જ આ બીમારી તરત દુર થઇ જાય છે. આ સમસ્યા હોવાની સ્થિતિમાં છાસ અને કાળું મીઠું સૌથી વધુ અસરકારક ઉપાય છે.

ખાધા પછી ઈલાયચીનું સેવન
જયારે પણ તમે ખોરાક ખાવ છો, તો ત્યાર પછી જરૂર ઈલાયચી અને એક લવિંગનું સેવન કરો, આ વસ્તુઓ તમારા પેટમાં ખોરાક ખાધા પછી એપ્રિીડીટી અને ગેસ બનવાને અટકાવી દે છે.

આદુનું સેવન

આદુના નાના એવો ટુકડો લઇને તેને ચાવો પછી તેની ઉપર હુફાળા પાણીનું સેવન કરો, કે પછી તમે આદુને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરી શકો છો. જો તુલસી ના મળે તો ગરમ પાણીમાં લીંબુનો રસ પીવો જોઇએ. મોટાભાગના રોગોનું મૂળ ગેસ છે. ગેસની સમસ્યામાંથી રાહત મેળવવા આદુ લો. તે માટે આદુ, વરિયાળી અને એલચીને સમપ્રમાણમાં લ્યો અને પાણીમાં ભેળવી દો. તેમાં એક ચપટી હિંગ પર્ણ નાખો. દિવસમાં એક કે બે વાર પીવાથી તમને પેટમાં મારામ મળશે.

અજમો

વાયુના નિકાલ માટે સૂંઠ,સંચળ અને અજમો ભેગાં કરી સોડાબાયકાર્બ સાથે પાણીમાં નાખીને પીવું જોઈએ. અજમો અને સંચળનું ચુર્ણ ફાકવાથી ગેસ મટે છે. અજમો સિંધવ અને હિંગ વાટી તેની ફાકી મારવાથી ગોળો મટે છે. વાયુ ખૂબ થતો હોય તો દિવસમાં ત્રણ વાર અડધો તોલો અજમો ગરમ પાણી સાથે ચાવી જાઓ જેને લઇને પેટનો દુખાવો અને ડાબી બાજુ ના હૃદયના દુખાવામાં ખૂબ જ રાહત થશે.અજમા સાથે થોડું સિંધવ અને લીંબુનાં બે-ત્રણ ટીપા અકસીર ઈલાજ છે.

લીંબુ

એલચી ધાણાનું ચૂર્ણ ચારથી છ રતીભાર અને શેકેલી હિંગ એક રતીભાર લઈ લીંબુના રસમાં મેળવીને ચાટવાથી વાયુ પેટનો દુખાવો અને આફરો મટે છે. આદુ અને લીંબુના પાંચ-પાંચ ગ્રામ રસમાં 3 કાળા મરીનું ચૂર્ણ લેવાથી દિવસમાં ત્રણ વખત લેવાથી ઉદરશૂળ મટે છે.એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધુ લીંબુ થોડું સંચળ શેકેલું જીરું અને થોડી હિંગ ભેળવીને લેવાથી ગેસ ની તકલીફ માં તાત્કાલિક રાહત મળે છે. લીંબુના રસમાં મૂળાનો રસ મેળવી જમ્યા પછી થતો દુખાવો અને ગેસ મટે છે. પેટમાં વાયુ ની ગરબડ કે આફરો ચડ્યો હોય ત્યારે મોટી એલચી નું પાંચ રતી ચૂર્ણ અને તેમાં એક રતી શેકેલી હિંગ મેળવી લીંબુના રસમાં મેળવીને ચાટી જવાથી તરત જ રાહત થશે. ભોજન પછી પેટ ભારે લાગે તો ચાર-પાંચ એલચીના દાણા ચાવીને ઉપર લીંબુનું પાણી પીવાથી પેટ હલકું લાગશે.

અન્ય ઉપાયો

ગેસની તકલીફ દુર કરવા શેકેલા કાચકા અને મરી સમભાગે લઇ પાવડર બનાવી તેની ફાકી મારો,ગેસમાં ચોક્કસ રાહત થશે.

ગોળ સાથે સુંઠ દિવસમાં ત્રણ વાર લેવાથી વાયુનો નાશ થાય છે.

વાયુ,ગોળો,આફરો,ખાટા ઓડકાર, પાતળા ઝાડા નો અકસીર ઉપાય અઢી તોલા મેથી અને અઢી તોલા સુવા લઈ તેને અધકચરા સેકો અને પછી ખાંડી કાઢો આ ચૂર્ણ નો ડબ્બો ભરી રાખો દિવસમાં ત્રણવાર અડધો તોલો ઉપર નું ચૂર્ણ લઇ ફાકી મારીને ચાવી જવું ઉપરની બધી પીડાઓ પણ મટી જશે.

ગળ્યા દૂધમાં સવાર સાંજ બે ચમચી ઈસબગુલ સાથે એક ચમચી લવણભાસ્કર ચૂર્ણ સુતા પહેલા ફાકી જવું વાયુની તકલીફ દૂર થશે. ઇસબગુલ લાંબો વખત લેવાથી સ્નાયુઓ જકડાઇ જાય છે.

વાયુ,મોળ,આફરો,ઉબકા અને ખાટા ઓડકાર માટે મેથી અને સૂવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી પણ ફાયદો થાય છે.

વાયુની તકલીફ ન થાય તે માટે મરીનું ચૂર્ણ લસણ સાથે ભેળવીને લેવું.

જીરાના પાઉડર સાથે અલ્પ પ્રમાણમાં હીંગ ભેળવી ને આપવાથી પણ પેટમાંનો વાયુનો ભરાવો દૂર થાય છે. છાસ માં જીરું અને સિંધવ અથવા સંચળ નાખીને પીવાથી પેટ ફૂલતું નથી. વાછૂટ માટે ત્રણ-ચાર ગ્રામ હિંગ પાણી સાથે લેવી.

ભોજન લીધા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી.

ચીકણી સોપારીનો પા તોલો ભૂકો મોળા મઠ્ઠા માં સવારે લેવાથી ગેસ મટે છે.

કોકમનો ઉકાળો કરી તેમાં થોડું મીઠું નાખી પીવાથી પેટનો વાયુ અને ગોળો મટે છે.

જમ્યા પછી થોડા મીઠા સાથે આદુના થોડા ટુકડા પોતાની પ્રકૃતિને માફક આવે એ રીતે લેવામાં આવે તો ત્રણેય દોષ ના એટલે કે વાયુ પિત્ત અને કફથી ઉત્પન્ન થતા રોગો થતા નથી.

પેટમાં આફરો અને ગેસ રહેતા હોય તો કુંવારના એક ચમચી રસમાં બે ચમચી ઘી મિશ્ર કરી જમ્યા પછી લેવું જેથી આહાર સરળતાથી પચી જશે અને ગેસ તથા આફરો થશે નહીં.

સંચળ અને સોનામુખી ખાવાથી વાયુનો ગોળો મટે છે.

સવાર-સાંજ ત્રણ ગ્રામ ત્રિફળા ચૂર્ણ પાણી સાથે લેવાથી પથ્થર જેવું પેટ મલ જેવું નરમ થઈ જાય છે.

250 ગ્રામ પાણી ઉકાળી એક ગ્રામ લવિંગનું ચુર્ણ નાખી દિવસમાં ત્રણવાર લેવાથી પેટ ફુલી ગયું હોય તો ધીરે-ધીરે બેસી જાય છે.

ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કાળા મરચાં અને મીઠાને પીસીને પાણી સાથે લેવાથી લાભ થાય છે.

દહીં સૂંઠ ગોળ વગેરે પાચનમાં અત્યંત સહાયક વસ્તુઓનું સેવન કરવાથી આ બીમારી ઝડથી ચાલી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top