માત્ર 3 દિવસમાં ખરતા વાળ, ખોડો અને પેટના રોગ જીવનભર ગાયબ કરવાનો જોરદાર દેશી ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અરીઠાં અતિ ઉત્તમ ઔષધ છે. સંસ્કૃતમાં એને અરિષ્ટ(જેના ઉપયોગથી કોઈ અનિષ્ટ થતું નહી) કહે છે. અરીઠાં સ્વાદમાં તીખાં, કડવાં, લઘુ, સ્નિગ્ધ, તીક્ષ્ણ , પચ્યા પછી પણ તીખાં, ગરમ , મળને ખોતરનાર, ગર્ભપાત કરાવનાર, તથા વાયુ, કુષ્ઠ, ખંજવાળ, વિષ અને વિસ્ફોટકનો નાશ કરવાર છે. અરીઠાં નું પાણી પીવડાવવાથી ઉલ્ટી થતાં વિષ નીકળી જાય છે.

અરીઠાંના ફીણથી માથું ધોવાથી વાળ અને ચામડીની શુધ્ધિ થાય છે. આથી માથાના ખોડા, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉંદરી જેવા રોગો મટે છે.

અરીઠાંને ૧૫ મિનિટ માથા પર રહેવા દેવું. બાળકને પેટમાં ચુંક આવતી હોય , આફરો ચડ્યો હોય, પેટમાં કૃમિ થયા હોય તો પેટ પર અરીઠાંનું ફીણ લગાડવાથી થોડી વારમાં શાંતિ થાય છે અને કરમિયાં હોય તો નિકળી જાય છે.

યુવતીઓ વાળ ની સમસ્યાઓને દુર કરવા અરીઠાનો સૌથી વધુ ઉપયોગ કરે છે. અરીઠાને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેને મસળીને તેના ઠળિયા કાઢી નાખવા. હવે આ પાણી વડે વાળ ધોવા. રેગ્યુલર રીતે વાળ ધોવાથી તમારા વાળ રેશમી, કાળા અને લાંબા બનશે. તેમજ અરીઠા વાળને મજબૂતી પણ પ્રદાન કરે છે.

થોડાક નારિયળના તેલમાં 4 ચમચી અરીઠાનો પાવડર મિક્સ કરો. તેને 20 મિનિટ માટે તમારા વાળમાં લગાવીને છોડી દો અને પછી શેમ્પૂથી ધોઈ લો. આનાથી વાળ ખરતા બંધ થઈ જશે અને બે છેડાવાળા વાળની સમસ્યાથી મુક્તિ મળશે.

અરીઠાં એ એક વૃક્ષ છે જે ભારતીય ઉપખંડમાં લગભગ દરેક જગ્યા પર જોવા મળે છે. આ વૃક્ષનાં પાંદડાં ઉંબરાનાં પાંદડાં કરતાં મોટાં, છાલ ભૂરા રંગની તથા ફળની લૂમો હોય છે. આ ઝાડની બે જાતિઓ હોય છે. પ્રથમ જાતિનાં વૃક્ષનાં ફળોને પાણીમાં ભિંજવીને અને હલાવવાથી ફીણ ઉત્પન્ન થાય છે અને આ ફીણવાળા પાણી વડે સૂતરાઉ, ઊન તથા રેશમ એમ બધા પ્રકારનાં કપડાં તથા વાળ ધોઈ શકાય છે.

ખોડો, ખંજવાળ વગેરે મસ્તકની વિકૃતિમાં અરીઠાનો ઉપયોગ એક વાર અવશ્ય કરવો જોઈએ. અરીઠાના ફીણથી માથું ધોવાથી વાળ અને શિરની ત્વચાની શુદ્ધિ થાય છે. માથું ધોવા માટે સીધો અરીઠાનો પાઉડર વાપરી શકાય અથવા એક અરીઠું લઈ તેના ટુકડા કરી થોડી વાર પાણીમાં પલાળી તેને મસળીને તેનાથી માથું ધોઈ શકાય. અરીઠાને આ રીતે પાણીમાં પલાળીને મસળવાથી સાબુની જેમ જ ફીણ ઉત્પન્ન થાય છે.

વાળ ધોવા માટે અરીઠા, આમળા અને શિકાકાઈનો ઉકાળો કરીને પણ વાપરી શકાય. આ ત્રણે ષધો સરખા વજને લઈ તેનો ઉકાળો કરી, ગાળી, ઠંડો પડે પછી તેનાથી વાળ ધોવા. આ ઉકાળાના ઉપયોગથી વાળ સ્વચ્છ, સુંદર, કાળા, લીસા, ચમકતા અને ઘાટા થાય છે.નાના બાળકોને પેટમાં ગેસ-આફરો ચડયો હોય, ચૂંક આવતી હોય તથા ઝાડો બરાબર ઊતરતો ન હોય ત્યારે પેટ પર અરીઠાનું ફીણ ચોપડવાથી વાયુનું અનુલોમન થઇ થોડી વારમાં બાળકને ઝાડો ઊતરે છે. આ ઉપચારથી બાળકના પેટના કૃમિ પણ દૂર થાય છે. મોટી વયસ્ક વ્યક્તિની ગેસ-આફરા- ચૂંક જેવી તકલીફોમાં પણ આ ઉપચાર કરી શકાય છે. એમાં અરીઠાના ફીણમાં ચપટી હિંગ મેળવી દેવી.

સુકા આંબળા અને મેંદી ને સરખા ભાગે લઈને સાંજે પાણીમાં પલાળી દો. સવારે તેનાથી વાળ ધુવો. આનો પ્રયોગ સતત ઘણા દિવસો સુધી કરવાથી વાળ મુલાયમ અને લાંબા થઇ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top