ગેરેન્ટી સાથે આ જોરદાર ઔષધિથી સાંધાના દુખાવા, કોલેસ્ટ્રોલ અને ચરબી જીવનભર ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સરગવાની સિંગ જે લોકો ખાવામાં પસંદ કરતા નથી તે અન્ય આહારની સરખામણીમાં સૌથી વધારે પૌષ્ટિક છે. તેમાં પણ બાળકોને તો સરગવાનું શાક ખાવાની વાત આવે તો તેમનું મોં પડી જાય છે. સરગવાની સિંગ સ્વાદિષ્ટ ભલે ન લાગે પરંતુ સ્વાસ્થ્ય માટે તો અમૃત સમાન છે.

જી હાં કદાચ તમે જાણતા નહીં હોય પરંતુ વર્ષ 2008માં તેને પ્લાંટ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે. સરગવાને દેશના અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તેનું બોટનિકલ નામ મોરિગા ઓલિફેરા છે. સરગવામાં કેળા કરતાં અનેક ગણુ વધારે પોટેશિયમ હોય છે, તેમાં ગાજર કરતાં વધારે વિટામીન એ, દૂધ કરતાં વધારે કેલ્શિયમ અને દહીં કરતા વધારે પ્રોટીન હોય છે. આ જાણકારી પરથી એટલું તો તમે જાણી જ લીધું હશે કે એક સરગવો આપણા શરીર માટે કેટલો ઉપયોગી સાબિત થાય તેમ છે.

દેશના મોટાભાગના રસોડાઓમા સરગવાની શીંગનો વપરાશ માત્ર સ્વાદ અને સુગંધ માટે થાય છે. દાળ અને સંભારનાં સબડકાં લહેજત સાથે લેવાય એ માટે એનો વપરાશ થાય છે. પરંતુ એનો આનંદ માણીએ ત્યારે બહુ ઓછાને એના આરોગ્યપ્રદ ગુણોની જાણ છે.

પ્રાચીન કાળથી જ સરગવાની શીંગનો ઉપયોગ અનેક રોગના ઉપચારમાં થતો આવ્યો છે. સરગવાની સિંગ આપણા શરીરની પોષકતત્વોની જરૂરીયાતને પૂરી કરે છે. જુના જમાનામાં ઔષધીય ગુણ ધરાવતા સરગવાની શીંગના પાંદડાં અને છોડ હવે આધુનિક ચિકિત્સા પધ્ધતિમાં પાછા ફર્યા છે. આરોગ્યને લગતાં અનેક લાભ સરગવાની શીંગના પાંદડા, છોડ અને શીંગના સેવનથી થાય છે.

સરગવા ના પાંદડામા રહેલા બાયોએક્ટિવ કમ્પાઉન્ડ શરીરનાં સક્રિય અણુને અનેકવિધ મદદ કરે છે. એમાં પણ ખાસ કરીને સરગવાના ઝાડના પાંદડાં પોષણની દ્રષ્ટિએ અત્યંત સમૃધ્ધ ગુણો ધરાવે છે. વીટામીન બી-૬, સી, રિબોફ્લેવિન, બેટા-કેરોટીન અને મેગ્નેશિયમનો અખૂટ સ્તોત્ર સરગવાની શીંગ છે. એનાં નિયમિત સેવનથી અહીં જણાવેલા ફાયદા થાય છે.

હૃદય માટે:

આ ઔષધીય સરગવાના પાનમાં ધમનીઓનો સોજો ઓછો કરતાં ગુણો છે. જેનાથી હૃદયની ધમનીમાં થયેલા બ્લોકેજ અને હૃદયના અન્ય વિકારોને સાજા કરવામાં મદદ મળે છે. સરગવાના પાનના પાવડરમાં ક્વેરસિટીન નામનો કમ્પાઉન્ડ હોય છે જે કોઈ પણ આડ-અસર વિના રક્તચાપ ઘટાડે છે.

બ્લડ સુગર:

સરગવાના પાનામાં રહેલું એક તત્ત્વ શરીરના એસિડનું પ્રમાણ ઘટાડે છે અને ”આલ્કેનિટિ” જાળવી રાખે છે. હાઈ બ્લડ સુગરની ઘણી આડઅસરો શરીરમાં એસિડના અસંતુલનને કારણે ઊભી થાય છે.

કોલેસ્ટ્રોલ:

સરગવાના પાનમાં અમુક એવા તત્વો હોય છે જે આપડા શરીરમાં સારા અને નરસાં કોલેસ્ટરોલના સંતુલનને સરગવાના પાંદડા જાળવી રાખે છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ નીચું લાવે છે, જે હૃદય માટે ગુણકારી છે.

અલ્સર:

જમ્યા બાદ પેટમાં એસિડનું સ્તર વધી જાય તો અલ્સર થવાની સંભાવના વધી જાય છે. બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોને કારણે શરીરમાં રહેલાં એસિડનું પ્રમાણ સરગવાનાં પાંદડાં આલ્કેલિન અસરો ઉપજાવી ઓછું કરે છે.

હાડકા મજબૂત કરે:

સરગવાની સીંગમાં કેલ્શિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.

 

સરગવાની સીંગના જડમાં ઉત્કૃષ્ટ પોષક તત્વો સમાયેલા છે. તેમાં ફાઇટોકેમિકલ કમ્પાઉન્ડ તથા એલ્કેનોયડ સમાયેલું છે. એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે સરગવાની સીંગ અંડાશયના કેન્સરના ઇલાજમાં લાભદાયી છે. સરગવાનો ઉપયોગ ભોજન કરતા દવામાં વધારે થાય છે. સરગવાના મૂળમાં પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે અને તેમાં હાઈટોકેપિંકલ કમ્પાઉન અને એકોનાઇડ મળે છે. સરગવાની સીંગમાં એન્ટી ઓક્લિડન્ટ કેમ્પફ્રિઓલ, ક્યુરીસેટિન અને રેહામન્ટિન જેવા એન્ટી કેન્સર તત્વો હોય છે. તે સ્કિન, લીવર, ફેંફસા અને ગર્ભાશયના જેવા કેન્સરથી સુરક્ષા કરે છે.

સ્પર્મનું પ્રમાણ વધારે:

તેમાં વિટામિન ઉપરાંત જિંક, કેલશિયમ અને આર્યન સમાયેલા છે. જે સ્વાસ્થ્યમ માટે લાભકારી છે. પુરુષોમાં સ્પર્મ બનવાની પ્રક્રિયામાં જિંકની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેમજ તેનું સેવન કેલશિયમ અને રક્તની કમી થવા દેતું નથી. પ્રાચીન સમયથી જ ભારતમાં સરગવાનો ઉપયોગ યૌન શક્તિ વધારવા માટે કરવામાં આવી રહ્યો છે.

વજન ઉતારવામાં ગુણકારી:

સરગવાની સીંગમાં ડાઇયૂરેટિક ગુણ હોય છે જે શરીરની કોશિકાઓમાં અનાવશ્યક પાણીને ઓછું કરે છે. તેના એન્ટી-ઇન્ફલેમેટોરી ગુણ શરીરના સોજા ઓછા કરે છે. ફાઇબરથી ભરપૂર સરગવાની સીંગ શરીરની ચરબીને ઓછી કરે છે. તે ઇન્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરીને અનાવશ્યક ચરબી જામતી રોકે છે. મોટાપો એવી સમસ્યા છે જેનાથી આજે લગભગ દરેક બીજો માણસ પીડિત હોય છે. જેમાંથી સરગવો તમને છુટકારો અપાવી શકે છે. અને જો તમારી પાચન શક્તિ બરાબર નથી કે પછી તમને કબજીયાત અને ગેસની સમસ્યા રહે છે. તો તમે સરગવાનું સેવન કરો. તે તમારા પાચન તંત્રને મજબુત તો બનાવશે જ, સાથે જ પેટની બીજી સમસ્યાઓમાંથી પણ છુટકારો અપાવવામાં કામ કરી શકે છે.

દૂધ પીવડાનારી માતાઓ માટે:

સરગવાની સીંગના પાનને ઘીમાં ગરમ કરીને પ્રસૂતા સ્ત્રીને આપવાનો રિવાજ સદીઓથી ચાલે છે. તેના સેવનથી દૂધની કમી થતી નથી. તેમજ બાળકના જન્મ બાદ પ્રસૂતાને થતી નબળાઈ, થાક માટે પણ ઉપયોગી છે. સરગવાની સીંગમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ સમાયેલું છે કેલ્શિયમ સપ્લીમેન્ટ કરતાં અનેકગણું કેલ્શિયમ સરગવાના છે. જણાવી દઈએ કે ગર્ભવતી મહિલાઓને ખાસ કરીને તેનું જ્યુસ આપવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે તેનાથી ડીલીવરીમાં થતી સમસ્યા માંથી રાહત મળે છે અને ડીલીવરી પછી પણ માં ને તકલીફ ઓછી થાય છે.

માથાનો દુખાવો દૂર કરે:

સરગવાના પાનની પેસ્ટ ઘા પર લગાડવામાં આવે છે અને તેનો શાકમાં ઉપયોગ કરવાથી માથાના દુખાવામાં રાહત આપે છે અને આંખોની રોશની પણ તેજ થાય છે.

સરગવામાં વિટામિન સીનું પ્રમાણ ખુબ જ હોય છે. વિટામિન સી શરીરના કેટલાક રોગો સામે રક્ષણ આપે છે. સરગવા ખાસ કરીને શરદી-ઉધરસમાં રાહત આપે છે. જો શરદીનાં લીધે નાક બંધ થઇ ગયું હોય તો સરગવાને પાણીમાં ઉકાળી તેની વરાળ લઇ શકાય. તેનાથી નાક-કાન ખુલ્લા થઇ જશે.

સરગવામાં વિટામિન એ હોય છે જે પ્રાચીન સમયથી જ સુંદરતા વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જો તમે સરગવાનું શાક કાયમ ખાવાનું ચાલુ કરો તો તમારે ઉમર જલ્દી નહીં વધે. જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે સરગવામાં વિટામીન એ હોય છે, જે જુના સમયથી જ સોંદર્ય માટે ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. જો તમે આ લીલા શાકભાજીને હંમેશા તમારા ભોજનમાં લેશો તો તમે ક્યારેય ઘરડા નહિ થાવ. તેનાથી આંખોની દ્રષ્ટિ પણ સારી રહે છે. ઘણા ત્વચા રોગમાં સરગવાની સીંગનો ઉપયોગ કરીને તેનો લાભ ઉઠાવી શકીએ છીએ. તેનું તેલ સોરાયસિસ, એક્ઝિમાના રોગ પર લગાડવાથી ફાયદો થાય છે. ખીલ અને બ્લેકહેડસની તકલીફ હોય તો બેન ઓઇલને ચહેરા પર લગાડવું. તે કલીન્સિંગ અને એન્ટીસેપ્ટિક ગુણ ખીલ અન બ્લેકહેડસને દૂર કરે છે.

પથરી:

કિડનીમાં જામેલા અનાવશ્યક કેલશિયમને શરીરમાંથી બહાર કાઢે છે. સરગવાના શાકનો એ પણ એક ફાયદો છે, કે તેના નિયમિત સેવનથી કીડનીની પથરી ઘણા ઓછા સમયમાં દુર થઇ જાય છે. તેને કારણે જ પથરીની સમસ્યા માટે પણ સરગવો ઘણો જ લાભદાયક છે.

થાઈરોઈડ:

થાઇરોઈડના રોગીઓએ તો સરગવાની સીંગ અવશ્ય ખાવી જોઇેએ. જેની થાઇરોઇડ ગ્લેન્ડ અધિક સક્રિય હોય તે સરગવાની સીંગ ખાય તો થાઇરોડનો સ્ત્રાવ ઓછો થાય છે.

હેર ટોનિક:

તેમાં સમાયેલ જિંક, વિટામિન અને એમિનો એસિડ મળીને કેરાટિન નામનું તત્વ બનાવે છે. જે બાળકના ગ્રોથ માટે બહુ આવશ્યક છે. સરગવાની સીંગના બિયામાં એક ખાસ તેલ સમાયેલું હોય છે જેને બેન ઓઇલ કહેવામાં આવે છે. આ તેલ વાળને લાંબા, ઘાટા એ ખોડા રહિત કરે છે. તેમજ વાળ ખરવાની તકલીફ પણ દૂર કરે છે. તેથી સરગવાની સિંગનું શાક, સૂપ અને તેના પાંદડા તેમજ પાવડરનું સેવન કરવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top