કેટલાક લોકો ને એવું લાગે છે કે ખીચડી ફક્ત માંદા લોકો માટે જ ફાયદાકારક છે. પરંતુ આ તે લોકો ની સૌથી મોટી ભૂલ છે. અલગ અલગ સામગ્રી સાથે બનતી ખીચડી સ્વાદ માં તો સારી હોય જ છે સાથે સાથે તમારા આરોગ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. તે પોષણ થી ભરપુર હોય છે. જેના દ્વારા શરીર ને ઉર્જા મળે છે. આ ના દ્વારા ઘણા બધા પોષક તત્વો મળી રહે છે. આપણે ખીચડી ને આપણુ રાષ્ટ્રીય ભોજન કહીને પણ સંબોધી શકીએ છીએ. ગુજરાતીઓ મોટે ભાગે સાંજે જમવામાં ખીચડી વધારે પસંદ કરતા હોય છે.
ખીચડી ખાવાથી શરીર ને કાર્બોહાઈડ્રેટ મળે છે જે મગજ માટે બહુ સારું છે. અને તેનાથી શરીર ને ઊર્જા પણ મળી રહે છે. ખીચડીમાં ઘણા વિટામીન અને મિનરલ્સ જોવા મળે છે,પેટ ખરાબ થવા પર અથવા જાડા થવા પર ડોક્ટર ખીચડી ખાવાની જ સલાહ આપે છે.
હાઈ બ્લડપ્રેશર :
ખીચડી ગરમીઓમાં વધારે ખાવી જોઈએ કારણ કે એને ખાવાથી શરીરને ઠંડક મળે છે. ખીચડીમાં સોડિયમ અને કોલેસ્ટ્રોલ હોતું નથી તેથી હાઈ બ્લડપ્રેશર અને હાયપરટેન્સનની સમસ્યા વાળા લોકો માટે સૌથી સારી હોય છે.
પાચનશક્તિ :
જે લોકો ની પાચક શક્તિ નબળી હોય તેના માટે પણ ખીચડી ખુબ જ ફાયદા કારક છે. તે સરળતા થી પચી જાય છે. અને સાથે પાચન ક્રિયા પણ ધીમે ધીમે સુધરી જાય છે. એટલા માટે જ બીમારીઓ માં દર્દીઓ ને ખીચડી ખવડાવવા માં આવે છે. કારણકે તે વખતે પાચન શક્તિ નબળી હોય છે. જો તમને કબજિયાત હોય તો ખીચડી ખાવાથી આમાં ફાયદો થાય છે.
ઠંડીથી કરશે બચાવ :
શિયાળાની ઋતુમાં ઠંડકને કારણે ઘણા લોકો કફ, તાવની ફરિયાદ રહે છે. જો તમે શિયાળાની સીઝનમાં ખીચડી ખાઓ છો તો તે જરૂરી પોષક તત્વો પૂરો પાડે છે. આને કારણે શરીર ઝડપથી સ્વસ્થ થઈ જાય છે અને શિયાળામાં સરળતાથી કામ કરે છે. શિયાળાની ઋતુમાં ખીચડી પાચક શક્તિને મજબૂત બનાવે છે.
પ્રેગનેન્સી દરમિયાન થતો અપચો :
પ્રેગનેન્સી દરમિયાન અપચો અથવા કબજિયાત ની સ્થિતિ રહે છે. આવા માં ખીચડી ફાયદા કારક છે અને સાથે આરામદાયક પણ છે. આ ખાવાથી પેટ માં વધુ વજન નથી લાગતો અને પાચન પણ જલ્દી થી થઇ જાય છે. આવી અવસ્થા દરમ્યાન મહિલાઓ ને ખીચડી આપવી જોઈએ. એમના માટે એ સારો ખોરાક રહેશે.
ડાયેરિયા :
ડાયેરિયાની સમસ્યા કોઈપણ સમયે થઈ શકે છે. કારણ કે તે હવામાન સંબંધિત નથી પરંતુ આપણી જીવનશૈલીને લગતી સમસ્યા છે. જેવું કઇક ખાવામાં આવ્યું તો તરત જ પેટ માં ગડબડ થઇ અંદર પહોંચે અને તેને બહાર નીકાળવાનું કામ શરૂ કરી દે છે. તેના કારણે શરીરમાં ઘણી નબળાઇ આવે છે. જો મગની દાળની ખીચડી દિવસમાં બેથી ત્રણ વખત ખાવામાં આવે તો એક જ દિવસમાં ડાયેરિયાની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. સાથે જ તમે તમારા શરીરમાં નબળાઇની સમસ્યા પણ દૂર થશે.
ગરમીથી રક્ષણ :
ગરમીના દિવસોમાં ખીચડીનું સેવન જરૂર કરવું જોઈએ. કારણ કે તે ખાવાથી શરીરને ઠંડક મળે છે. અને રાત્રે ખીચડી ખાવાથી તે શરીરમાં ચરબીના સંગ્રહને નિયંત્રિત કરવા કાર્યક્ષમતાને વધારવાનું કામ કરે છે, જેનાથી વજન નિયંત્રિત રહે છે તે શરીરમાં રહેલી ચરબીને દોષરહિત રાખે છે, અને ખરાબ બેકટેરિયાને સશક્ત થવાથી રોકે છે.
ચામડીને લગતી સમસ્યા :
ખીચડીમાં મેથીઓનીન અને રેઝીસ્ટેન્ટ,વિટામીન મળી આવે છે,અને મેથિઓનિનમાં સલ્ફર વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેનાથી ચામડીની ઘણી સમસ્યાઓથી નિરાત મેળવવામાં મદદ મળે છે.
વજન ઘટાડવા :
ખીચડી ખાવાથી અપચોની સમસ્યા ઓછી થાય છે. જો વજન ઘટાડવાની વાત કરવામાં આવે તો ખીચડી વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.