ગુજરાતી માં કહેવત છે “કાખ માં છોકરું ને ગામ માં ગોતે ” એવી જ રીતે આપણા દરેક ના રસોડા માં મેથીદાણા અને મેથીના બીજ ખૂબ જ સહેલાઈથી મળી રહે છે અને તેમા જોવા મળનારા સ્વાસ્થ્ય ગુણોને કારણે ભારતીય રસોડામાં તેનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. આખા વિશ્વમાં ભારતમાં મેથીનુ ઉત્પાદન સૌથી વધુ કરવામાં આવે છે. મેથીની ભાજીમાંથી આપણે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ક ખોરાક બનાવી શકીએ છીએ.
પેટની તકલીફો :
મેથી પેટની તકલીફોનું ઉત્તમ ઔષધ છે. વાયુ, મળ, ઊબકા, આફરો, ખાટા ઘચરકા, વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂંક, બંધાયા વગરનો પાતળો ઝાડો એ બધા ઉપદ્રવમાં આ સરળ ઘરગથ્થુ ઉપચાર કરવો. બે ચમચી મેથી અને બે ચમચી સુવા એ બંને અધકચરા શેકીને ચૂર્ણ કરી લેવું. સવાર-સાંજ એક-એક ચમચી જેટલું આ ચૂર્ણ ફાકી, ચાવીને પેટમાં ઉતારી જવું.આમ કરવાથી ફાયદો થશે.
સ્ત્રીઓમાં સફેદ પાણી ની સમસ્યા :
સ્ત્રીઓના વ્હાઈટ ડિસચાર્જ એટલે કે સફેદ પાણી પડતું હોય તેમાં મેથીનું સેવન લાભકારક છે. સુવાવડ પછી ઘણી સ્ત્રીઓને પ્રદરની ફરિયાદ કાયમ માટે ઘર કરી જાય છે. એમાં અડધી ચમચી જેટલું મેથીનું ચૂર્ણ થોડા ગોળ અને ઘી સાથે મેળવીને સવાર-સાંજ લેવાથી સારો લાભ થાય છે. મેથીના સેવનથી ગર્ભાશય સંકોચાય છે અને શરીર ધોવાતું અટકે છે. વળી તે વાયુશામક હોવાથી કમરનો દુખાવો અને પગની કળતરને પણ દૂર કરે છે.
ડાયાબિટીસ :
મેથી ડાયાબિટીસ ને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેનાથી પેશાબમાં સુગર ની માત્રા ઓછી થાય છે. આ બ્લડ સુગરને ખૂબ ઉપર અને નીચે જતા રોકે છે. દરરોજ ત્રણથી ચાર ચમચી મેથીનો ઉપયોગ કરવાથી સારા પરિણામ મળી શકે છે.તેની ગરમ અસરથી બચવા માટે, રાત્રે એક ચમચી મેથીના દાણા બરછટ અને એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણી પીવો.
ડાયાબિટીસના દર્દીએ બે ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લઈ એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. ડાયાબિટીસના રોગીએ આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવા જેવો છે.
વાયુને દૂર કરે :
મેથી વાયુને દૂર કરે છે. ભૂખ લગાડે છે, પાચનશક્તિ વધારે છે અને શરીરને પુષ્ટ કરે છે. ખીચડીમાં મેથી નાંખી શકાય, વઘારમાં એ વાપરી શકાય. મેથીનો સંભારો કરીને પણ રોજ લઈ શકાય. કોઈ પણ રીતે આહારમાં મેથીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. મેથીને ઘીમાં સેકીને એનો લોટ બનાવવો. પછી એના લાડુ બનાવી રોજ એક લાડુ ખાવો. આઠ-દસ દિવસમાં જ વાયુને કારણે થતી હાથ-પગની પીડામાં લાભ થશે.
સાઈટિકા અને પીઠના દુખાવામાં :
સાઈટિકા અને પીઠના દુખાવામાં એક ગ્રામ મેથી દાણાનું પાવડર અને સુંઠનું પાવડર નવશેકા પાણી સાથે દિવસમાં બે-ત્રણવાર લેવું ફાયદાકારક હોય છે અને દુખાવામાં રાહત મળે છે. તે વાટ, આર્થરાઇટિસ રોગને કારણે સાંધાના દુખાવામાં રાહત આપી શકે છે. સવારે ખાલી પેટ પર એક ચમચી મેથીના દાણા ગરમ પાણી સાથે નિયમિત લેવાથી સાંધાની તપેલીમાં ઘણી રાહત મળે છે.લાડુ મેથી, લોટ અને ગોળમાંથી બનાવેલ ખાવાથી પણ સાંધાનો દુખાવો થતો નથી. તૂટેલું હાડકું તેના ઉપયોગથી ઝડપથી જોડાય છે.
કોલેસ્ટ્રોલ :
મેથીમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની ગુણધર્મો છે. આ હાનિકારક એલડીએલ કોલેસ્ટરોલ ઘટાડે છે. આ કોલેસ્ટરોલ છે જે રુધિરવાહિનીઓમાં એકઠા થઈ શકે છે અને હૃદયરોગનો હુમલો લાવી શકે છે. મેથીમાં હાજર ફાઇબર ગેલેક્ટોમોન લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવામાં પણ મદદ કરે છે.તેનો નિયમિત ઉપયોગ કરવાથી લોહીમાં ગંઠાઈ જવાની સંભાવના ઓછી થાય છે. આમ મેથી હૃદય રોગને રોકી શકે છે. મેથીની શાક આ સમસ્યામાં લાભ આપે છે.
વાળ માટે છે ઉપયોગી :
તાજા મેથીના દાણાને નારિયળના દૂધમાં પલાળીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળની ત્વચા પર લગાવવાથી વાળ ખરવા, વાળ ઉતરવા ઓછા થાય છે. વાળની વૃદ્ધિ થવામા મદદ મળે છે. વાળનો પ્રાકૃતિક રંગ કાયમ રહે છે અને વાળ સફેદ થતા નથી. વાળ રેશમી અને મુલાયમ થવા માંડે છે. વાળમાં ખોડા ની સમસ્યા દૂર થવા માંડે છે.
ત્વચા નિખારવામાં મદદરૂપ :
મેથીના તાજા પાન અને હળદરના પેસ્ટ્ને ચેહરા પર લગાવવાથી ચેહરાની ત્વચા પરથી ખીલ ફોલ્લીઓ અને કાળા ધબ્બા દૂર થવામાં મદદ મળે છે. અને ત્વચા સાફસુથરી થવા માંડે છે. તમારા ચહેરાને સુંદર બનાવવા માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી રહ્યાં છો. પરંતુ એકવાર તમે મેથીના દાણાનો ઉપયોગ કરો આનો ફાયદો એ છે કે તે તમારા શરીરમાંથી ફ્રી રેડિકલ્સને દૂર કરે છે, કરચલીઓ, ફાઇન લાઇન્સ, ડાર્ક સર્કલ અને ઇન્ફેક્શન જેવા ગંભીર ફેશિયલ સમસ્યાઓ દૂર કરે છે.
શરદી અને ખાંસીથી રાહત :
શરદી અને ખાંસીથી રાહત મેળવવા માટે મેથીનું પાણી પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મેથીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ચેપને દૂર રાખવામાં પણ મદદ કરી શકે છે. આ કારણોસર, મેથીનું પાણી શરદી અથવા ખાંસીથી બચાવવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. મેથીનું પાણી શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે.
રોગ પ્રતિરોધક વધારે છે :
જો મેથી દાણાને ૧ ચમચી મધ અને લીંબૂના રસ સાથે લેવામાં આવે તો આપણને તાવ, શરદી ખાંસી અને ગળાની ખારાશ જેવી સમસ્યાઓથી રાહત મળે છે. શરીરની નબળાઈ દૂર કરે – મેથીના પાનમાં આર્યન પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. મેથીના પાનને નિયમિત રૂપે ખાવાથી શરીરને શક્તિ પ્રાપ્ત થાય છે અને શારીરિક નબળાઈને દૂર થવામાં ખૂબ મદદ મળે છે.
પાચન ક્રિયા ઠીક રહે છે :
મેથી પાચનતંત્રને અનેક રીતે ફાયદો કરે છે. તે પેટ અને આંતરડામાં બળતરા અને સોજોમાં રાહત આપે છે. તે પેટ અને આંતરડાના અલ્સરમાં રાહત આપે છે.તેના પાણીમાં દ્રાવ્ય તંતુ આંતરડાને શુદ્ધ કરે છે અને કબજિયાતને દૂર કરે છે અને આંતરડાની શક્તિમાં વધારો કરે છે. આનાથી ભૂખ ખુલી જાય છે. ખોરાકમાં આ રસ જાગૃત થાય છે. મેથી ચયાપચયમાં પણ સુધારો કરે છે. મેથી ખાવાથી શારીરિક પાચનશક્તિને પ્રોત્સાહન મળે છે અને અપચન, કબજિયાત વગેરે જેવી શારીરિક તકલીફો દૂર થાય છે. મેથીના દાણા ખાવાથી આપણા શરીરમાં જોવા મળનારા વિવિધ પ્રકારના ઝેરીલા હાનિકારક રાસાયણિક પદાર્થોને બહાર નીકળવામાં ખૂબ મદદ મળે છે અને આપણી પાચનશક્તિનો યોગ્ય રૂપે વિકાસ થાય છે.