સુવા માટે પલંગ આપણા પૂર્વજોની પ્રથમ પસંદગી છે.આપણા પૂર્વજોને શું લાકડાને કાપતા નહિ આવડતું હોય. તેઓ પણ લાકડા કાપીને તેની પટ્ટીઓ બનાવી ડબલ બેડ બનાવી શકતા હતા.
ડબલ બેડ બનાવવામાં કોઈ રોકેટ સાયનસ નહિ પરંતુ લાકડાની પટ્ટીઓને ખીલીઓ જ તો મારવાની હોય છે. ખાટલામાં પણ ભલે કોઈ સાઇનસ ના હોય પરંતુ એક સમજદારી છે કે કેવી રીતે શરીરને વધારે આરામ મળી શકે. ખાટલો બનાવવો એક કળા છે. તેને દોરડાથી ભરવું પડે અને તેમાં દિમાગ લગાવવું પડે છે.
જ્યારે આપણે સુઈએ છીએ ત્યારે માથું અને પગની સરખામણીએ પેટને વધારે લોહીની જરૂર પડતી હોય છે. કારણ કે, રાતે કે બપોરે લોકો ઘણી વાર જમ્યા પછી સૂઈ જાય છે. પેટને પાચન ક્રિયા માટે વધારે લોહીની જરૂરત હોય છે. આ માટે સૂતા સમયે પલંગનું ખોયું જ સ્વસ્થને લાભ પહોંચાડે છે.
દુનિયામાં જેટલી પણ આરામ ખુરશીઓ જોઈ લો તેમાં પણ પલંગની જેમ ખોયું બનાવેલું હોય છે. બાળકોનું જૂનું પારણું ફક્ત કપડાંનું ખોયું હતું. લાકડાનો સપોર્ટ બનાવીને તેને પણ બગાડી દેવામા આવ્યું છે.
પલંગ પર સુવાથી કમરનો દુખાવો અને સાંધાનો દુખાવો નથી રહેતો. ડબલ બેડની નીચે અંધારું હોય છે અને તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય છે, વજનમાં પણ ભારે હોય છે. આ જ કારણે તો રોજ રોજ સફાઈ નહિ થતી હોય. ખાટલાને રોજ સવારે ઊભો કરી દેવાય અને સફાઈ પણ થઈ જાય. સૂરજનો તાપ ખૂબ સારી કીટનાશક છે. પલંગને તાપમાં રાખવાથી ઉધઈ પણ નથી પડતી.
સામાન્ય લોકોને લેવું હોય તો પણ 2 હજારથી વધારે ખર્ચો નથી થતો. કપડાંની દોરીના બદલે નારિયેળની દોરીથી કામ ચલાવવું પડે છે. આજના સમયે કપુસની દોરી મોંઘી પડશે. સસ્તા પ્લાસ્ટિકની દોરી અને પટ્ટીઓ આવી ગઈ છે. પરંતુ તે યોગ્ય નથી. અસલી મજા તેમા નહિ આવે. બે હજારના પલંગના બદલે હજારો રૂપિયાની દવા અને ડોક્ટરનો ખર્ચ બચાવી શકાય છે.
જો તમને કમર નો દુખવો રહેતો હોય અને તમે ને શેટી પર સૂવાની ટેવ હોય તો એક વાર ખાટલા પર સુઈ ને જરુર ચેક કરો તમારો મકરનો દુખવો જતો રહેશે આ ઉપરાંત ખાટલા ઉપર સુવાથી આપણુ કરોડરજ્જુ મજબુત થાય છે.
ખાટલા મા સુવાથી પીઠ દર્દ પગનો દુખવો અને અન્ય કળતર જેવી સમસ્યા મા રાહત મળે છે અને ખાટલા મા સુવાથી સુવના સ્થાન ની સફાઈ સરખી થય શકે છે જો બેડ પર સુતા હોય તો બેડ ની નીચે જીવજંતુ નો ભય રહે છે આપને અહી જણાવી દઈએ કે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો મા ખાટલા ની કીંમત ઘણી ઉચી છે તેવો એ આપણી સંસ્કૃતિ અપનાવે છે.
જયારે પણ આપડે રાત્રે સુતા હોઈએ ત્યારે આપણને માથા અને પગ ની સરખામણીમાં આપણા પેટ ને વધારે લોહીની જરૂર પડતી હોય છે.મિત્રો તમને જણાવીએ કે તે કેમ કે, સામાન્ય રીતે મોટાભાગના લોકો જમ્યા પછી સૂવાનું પસંદ કરતાં હોય છે,વધુ માં તો જમ્યા બાદ સૂતી વખતે આપણા પેટમાં પાચનક્રિયા શરૂ થતી હોય છે.અને તે ખુબ સારી પાચન ક્રિયા થાય છે અને તેને વધારે લોહી ના પરી ભ્રમણ ની જરૂર બને છે, આથી જ આપણે સૌથી વધુ લોહી ની જરૂર પડતી હોય છે, અને આથી જ જમ્યા બાદ ખાટલામાં સુવાના કારણે આપણું પેટનો ભાગ નીચે તરફ ઝૂકેલો રહે છે.જેથી કરીને આપણા પેટ ને પૂરતા પ્રમાણમાં મળી રહે છે, અને આથી જ તે આપણા સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.