કમળો, દમ, અસ્થમા જેવા 100 થી વધુ રોગોનો જડમૂળથી સફાયો કરે છે આ સંજીવની સમાન આયુર્વેદિક છોડ, અહી ક્લિક કરી જરૂર જાણો તેને વાપરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કમળો, દમ-અસ્થમા અને એલર્જીક શરદીમાં કામ આવતી સંજીવની – કુકડવેલ. કુકડવેલ આપણે ત્યાં ચોમાસા ઠેરઠેર ઉગી નીકળતી તુરીયા કુળની વેલ હતી. અત્યારે પેસ્ટીસાઇડ અને નિંદામણ નાશક ગ્લાયસેલના ઉપયોગના લીધે આ ખુબજ ઉપયોગી વનસ્પતી નાશ થવાના આરે છે. છતાં પણ હજુ ગામડામાં કોઇક ખેતરોની વાય્ડે કે નદીઓના કોતરોમાં જોવા મળે છે.

કુદરતે દરેકે ઋતુ પ્રમાણે શરીરને ડીટોક્ષ કરવા પુરતા પ્રમાણમાં શાક્ભાજી અને મેડીસીનલ હર્બસ આપ્યા છે. ભાદરવો આવે એટલે મોટાભાગની ચોમાસુ વનસ્પતીના પરાગનયનની ક્રીયા પુર્ણ થયેલી હોય છે અને જે તે વનસ્પતીના બીજ કે ફળ તૈયાર થઇ ગયા હોય છે. આ પરાગનયનની ક્રીયા પછી વધેલા પરાગરજ એટલે કે પોલનની મોટાભગના લોકોને ખુબજ એલર્જી હોય છે.

ચોમાસા દરમ્યાન થતી કુકડવેલ. આ કુકડવેલના ફળના જ્યુસનું નસ્ય લેવાથી ગમેતેવી એલર્જીક શરદી ભાગી જાય છે. આ કુકડવેલનું નસ્ય લેતી વખતે કે ફળ ખાંડતી વખતે ખાસ ધ્યાન રાખવુ કારણ કે આપને આ ફળની સ્મેલથી ભયંકર છીકો આવી શકે છે. જો કે આ છીંકોથી શરીરમાં રહેલો કચરો દુર થાય છે.

આ ઉપરાંત કુકડવેલનો ખરો ઉપયોગ તો કમળો મટાડવામાં થાય છે. ભાદરવામાં તાવ અને કમળાનો વ્યાધી પણ પુરબહારમાં હોય છે કારણ કે ભાદરવામાં પિત્ત પ્રકોપે છે. કમળામાં પણ નસ્ય આપવામાં આવે છે. કમળો પિત્તજન્ય રોગ છે અને કમળામાથી મોટેભાગે કમળી થઇ જવાના ચાન્સ વધુ રહેતા હોય છે.

આ કમળામાં જો આ કુકડવેલનું નસ્ય કોઇ સારા જાણકાર વૈધની દેખરેખ નીચે આપવામાં આવે તો ખુબ જ સારા પરીણામ મળે છે. નસ્ય આપવાથી દર્દીના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં પિત્ત બહાર નીકળી આવે છે.

આમ તો આ કુકડવેલ સંજીવની ગણી શકાય કારણ કે આ કુકડવેલથી અનેક રોગોમાં ચમત્કારીક પરીણામ મળે છે, જેમે કે હાઇ ફીવર, હરસ-મસા, દાદર-ખરજવામાં, કરમીયા, દમ-અસ્થમામાં, ટી.બી.માં, લીવર અને બરોળના રોગોમાં કામ આવે છે.

અને છેલ્લે કોઇને એમ લાગતુ હોય મને ભુત વળગ્યુ છે તો એ ભુત કાઢવામાં આનો ઉપયોગ ભુતકાળમં થતો. છીંકાવી છીંકવીને ભુત કાઢવામાં આવતું… છીંકો જ એટલી આવતી કે ભુત ભાગી જતુ.આ વનસ્પતી ઝેરી કુળમાં આવે છે એટલે જાણકાર વૈધની સલાહ વગર ઉપયોગ કરવો નહીં

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top