વિશ્વના આ સૌથી તાકાતવર ફળના સેવન થી હદય ઉપરાંત અન્ય 7 ગંભીર બીમારીઓ થાય છે કાયમી દૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

કમરખ નું ફળ કે જેને અલગ અલગ નામથી ઓળખીએ છીએ ઘણા તેને સ્ટાર ફ્રૂટ તરીકે પણ ઓળખે છે. આ પૃથ્વી પર ઘણાં ફળો છે, જે ખાવાથી આપણાં સ્વાસ્થ્યને સુધારી શકે છે. તેના સેવન થી શરીર ને અનેક લાભ પહોંચે છે. પાકેલું કમરખ અથવા તો સ્ટાર ફ્રુટ એ પીળા કલર નું હોય છે અને ખૂબ જ આકર્ષક હોય છે.

ખટ્ટમીટ્ઠો સ્વાદ ધરાવતુ આ ફળ કમરખ વિટામિન C , વિટામિન E અને વિટામિન B-6 પુષ્કળ માત્રા હોય છે. મેગ્નેશિયમ, ઝિંક, પોટેશિયમ, સોડિયમ, આયરન મેળવવાનો ઉત્તમ સ્ત્રોત છે. ખૂબ ઓછી જગ્યાએ જોવા મળે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે સ્ટાર ફ્રુટનું સેવન કરી શકાય છે. આપણ ને હૃદય ના રોગો માંથી મુક્તિ અપાવે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.કમરખ મા વિટામિન સી ભરપૂર પ્રમાણમા સમાવિષ્ટ હોય છે, જે આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે.

હાડકાને સ્વસ્થ રાખવા માટે સ્ટાર ફ્રૂટનો ઉપયોગ કરી શકાય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયરન અને ઝીંક સારી પ્રમાણમાં હોય છે.આ દરેક તત્વ આપણા હાડકાને મજબૂત કરવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

વજન ઓછું કરવામાં મદદરૂપ છે સ્ટાર ફ્રુટ ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તેની અંદર રહેલ ફાઇબર અને ખૂબ જ ઓછી કેલેરી હોવાના કારણે જો તેનું સેવન કરો છો તો પેટ ભરેલું રહે છે. તમે સ્ટાર ફ્રૂટ દ્વારા વજન ઘટાડી શકો છો. વધારાનું ભોજન લેવાની જરૂર પડતી નથી આ રીતે તમને તમારા વજનને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

સ્ટાર ફ્રૂટમાં એન્ટીઓકિસડન્ટ આયરન, ઝીંક, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ગુણધર્મો છે. આપણા શરીરની અંદર જમા થતાં કફને ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે. જો વ્યક્તિ દ્વારા યોગ્ય માત્રામાં નિયમિત તેનું સેવન કરવામાં આવે તો તેને શ્વાસને લગતી સમસ્યાઓ પણ થતી નથી.

વાળ માટે ઉત્તમ સાબિત થયું છે. જો લાંબાવાળ ઈચ્છો છો તો સ્ટાર ફ્રુટ નું સેવન કરી શકો. જે વાળ ને મજબૂત અને સ્વસ્થ રાખવામા સહાયરૂપ બને છે. કમરખ આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે. વાળ નો વિકાસ વધારવા માટે વિટામિન B-6 કોમ્પ્લેક્સ ની આવશ્યકતા પડે છે.

કોલેસ્ટરોલ શરીરના તમામ કોષોમાં જોવા મળે છે. જો તેનું સ્તર વધે છે, તો તે હૃદય રોગોનું મોટું કારણ બની શકે છે. સ્ટાર ફ્રુટ આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. જેને કારણે આપણા શરીરની અંદર વધારાનું ફેટ જમા થતું નથી. તેમજ શરીર માટે જરૂરી સારા કોલેસ્ટ્રોલ સિવાય વધારાના ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઓછું કરે છે.

પાચન એ આપણા શરીર ની અગત્ય ની પ્રક્રિયા છે. જેના માધ્યમ દ્વારા શરીર પોષકતત્વો ને ગ્રહણ કરી શકે છે. કમરખ મા સારા પ્રમાણમાં ફાઈબર છે. પાચનક્રિયા મજબૂત હોવા થી અનેક સમસ્યાઓ સામે રક્ષણ મેળવી શકીએ. કમરખનું સેવન કરો છો તો અપચા તેમજ પેટને લગતી સમસ્યાઓ થતી નથી.

હૃદય આરોગ્યને સુધારવામાં અને હૃદયરોગનું જોખમ ઓછું કરવા માટે સ્ટાર ફ્રૂટનો ઉપયોગ કરી શકાય છે. કમરખ ની અંદર પોટેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તેમજ પોટેશિયમની સાથે સાથે તેની અંદર કેલ્શિયમ પણ હોય છે. તે સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે. સ્ટાર ફ્રૂટમાં હાજર રેસા હૃદય રોગને દૂર કરવા માટે ખુબ ઉપયોગી છે.

શરદીની સમસ્યા છે, તો કમરખ નું ફળ ફળનું સેવન કરવું જોઈએ. તે શરીરમાંથી હાનિકારક પદાર્થોને દૂર કરવામાં પણ મદદગાર છે. વિટામિન સી અને એન્ટીઓકિસડન્ટોથી ભરપુર આ ફળ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here