જો તમે ડાયાબિટીસ અને એસિડિટીના દર્દી હોવ તો , તમારે સવારે દરરોજ નવશેકું પાણી સાથે એક ચમચી કલોંજી ના બીજ નો ઉપયોગ કરવાથી તેમાં રાહત મળે છે. આ બીજ નો વપરાશ તમારી ચામડી સંબંધિત ઘણી સમસ્યાઓને હલ કરી શકે છે . ખાસ કરીને , ખીલ – માસ ની સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.
દરરોજ કલોંજીનું સેવન કરવાથી મગજની શક્તિ વધે છે અને યાદશક્તિ ઝડપી બને છે. બાળપણથી બાળકોને કલોજીનું સેવન કરાવવું જોઈએ. સગર્ભાવસ્થામાં તેનો ઉપયોગ ન કરવો જોઇએ, ગર્ભાવસ્થામાં તેનો વપરાશ કરવા થી ગર્ભપાતનો ભય રહે છે. એટલા માટે વધુ અથાણું ખાવાની ગર્ભવતી સ્ત્રીઓને ના પાડવામાં આવે છે.
કલોંજીમાં પૂરતા પ્રમાણમાં એન્ટી-ઓક્સીડન્ટ્સ હોય છે, જે કેન્સર જેવી બીમારી સામે લડવામાં મદદ કરે છે. તમારા રેગ્યુલર ડાયટમાં એક ચમચી કલોંજીના તેલને એક ગ્લાસ દ્વાક્ષના રસ સાથે મિક્સ કરીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
કિચનમાં રહેલી કલોંજી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં વજન ઉતારવા માટે પણ લાભદાયી છે. એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર કલોંજી વજન ઉતારવામાં દવા તરીકેનું કામ કરે છે. કલોંજીના ઔષધીય ગુણો વાળથી લઈને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ લાભકારી છે. કલોંજી કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
કલોંજીમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ, ફાયબર, આયર્ન, પોટેશિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને હેલ્ધી ફેટ હોય છે. તેની સિવાય કાળા દાણામાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઈન્ફ્લામેટરી, એન્ટીફંગલ, એન્ટીઅલ્સર જેવી પ્રોપર્ટી પણ રહેલી હોય છે. કલોંજીના આ દાણા ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ચમત્કારી રીતે અસર કરે છે.
રોજ કલોંજીના તેલથી માથામાં માલિશ કરવાથી વાળ ખરતાં અટકે છે. સ્કિન માટે પણ કલોંજી બહુ જ લાભકારી હોય છે. રોજ માત્ર અડધી ચમચી આ દાણાનો ઉપયોગ કરીને તમે વાળ અને સ્કિનને હેલ્ધી બનાવી શકો છો.
કલોંજી મેટાબોલિઝમ રેટ વધારવામાં મદદ કરે છે જેથી વજન સરળતાથી ઘટાડી શકાય છે. કલોંજીમાં નિગોલોન, એમિનો એસિડ અને સેપોનીન હોય છે. આ ઉપરાંત કલોંજીમાં ક્રૂડ ફાઈબર, પ્રોટીન, ફેટી એસિડ, એલ્કાલોઈડ, આયરન, સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ રહેલું હોય છે.
કલોંજી ખાવાથી પેટ પરની ચરબી ઝડપથી દૂર થવા લાગે છે. કલોંજી એક અઠવાડિયામાં જ અસર દેખાડી દે છે. કલોંજી ખાવાથી બીપીની સમસ્યામાં પણ રાહત મળે છે. કલોંજીમાં ફાયબરની માત્રા વધારે હોવાથી વજન ઉતારવામાં પણ ઉપયોગી નીવડે છે.
કલોંજીને સવારે ખાલી પેટ પાણી સાથે લઈથી રક્તની અશુદ્ધિઓ દૂર કરી શકાય છે. આ બીજ નું તેલ પણ ઉપયોગમા લેવાના આવે છે. ઉધરસ જેવી વસ્તુ માં તે રાહત પહોંચાડે છે. કલોંજી ખાવાથી પેટ પરની ચરબી ઝડપથી દૂર થાય છે. કલોંજી એક અઠવાડિયામાં જ અસર દેખાડે છે. કલોંજી ખાવાથી બીપીની સમસ્યામાં પણ રાહત મળે છે.
કલોંજીના 4-5 દાણાને પીસી પાઉડર બનાવી કલોંજીના પાઉડરને એક ગ્લાસ ગરમ પાણીમાં બરાબર મિક્સ કરી એક નાની ચમચી મધ અને અડધા લીંબુનો રસ ઉમેરો. લીંબુ વજન ઘટાડવાની સાથે શરીરને ડિટોક્સ કરે છે. બોડી ડિટોક્સ થવાથી કલોંજી ઝડપથી અસર દેખાડે છે. એક દિવસમાં માત્ર 4-5 દાણા જ કલોંજી લેવી. વધારે પડતા સેવનથી એસિડિટી થાય છે.
આજકાલ સાંધામાં દુખાવાની ફરિયાદ ઘણી વધી ગઈ છે. કલોંજીના તેલમાં લસણને શેકીને જ્યાં દુખાવો થતો હોય ત્યાં માલિશ કરી ત્યારપછી ત્યાં પટ્ટો બાંધી દેવો. રોજ આ રીતે માલિશ કરવાથી દુખાવામાં રાહત મળશે અને સમસ્યા દૂર થઈ જશે.