છોકરાઓને ખરતા વાળ અને તેને લગતી અન્ય સમસ્યા માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, માત્ર થોડા દિવસ માં મળશે પરિણામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

છોકરાઓ આહારમાં યોગ્ય માત્રામાં મળવા  જોઈતા પોષણ તરફ ધ્યાન આપતા નથી. આને કારણે શરીરમાં આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ વગેરે જેવા ઘણા પોષક તત્વો ઓછા થવા માંડે છે. જે વાળ ખરવાનું મુખ્ય કારણ બની શકે છે. શરીરના ઓક્સિજનનું સ્તર ઓછું થાય છે, જેનાથી વાળને નુકસાન થાય છે. અને નાની ઉંમરે જ વાળ ઝડપથી ખરી જાય છે.

મગજ માં તણાવ ઉત્પન થાઈ તો તેના કારણે શરીરના હોર્મોન્સનું સંતુલન બગડે છે. અને તેનાથી વાળ ખરવા માં વધારો નોંધાય છે. આજકાલ વાળમાં ​​જેલ, રંગો, શેમ્પૂ અને કન્ડિશનરનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. જેથી એમાં રહેલા કેમિકલની આડઅસર ઊભી થાય છે. જેના કારણે નાની ઉંમરે જ છોકરાઓ ના વાળ ઝડપથી ખરી જાય છે.  જો નાની ઉંમરે તમારા કુટુંબમાં વારસાગત છોકરાઓના વાળ ખરતા હોઈ તો તમને પણ એવું જ થઈ શકે છે. વાળ ખરવા માટે આનુવંશિકતા જવાબદાર હોઈ શકે છે.

કોસ્ટિક સોડાવાળા સાબુના સતત નિયમિત ઉપયોગથી વાળ ખરી શકે છે. વિભિન્ન પ્રકારનાં રસાયણોયુક્ત સુગંધિત તેલથી પણ વાળનું સ્વાસ્થ્ય જોખમ માં મુકાય છે. મનોવ્યાધિ, ચિંતા, શોક, ભય, ગુસ્સો, અનિદ્રા પણ વાળ ખરવા માટે જવાબદાર હોય છે.

ટાઇફોઇડ કે મરડા જેવી વ્યાધિ લાંબો સમય ચાલતી  હોઈ છે. તો વ્યાધિ મટી ગયા પછી પણ વાળ ખૂબ ઊતરે છે. આંતરડાંના રોગો જો જીણું સ્વરૂપ પકડે અથવા ત્વચાના કેટલાક રોગોને લીધે પણ વાળ ખરવા ની સમસ્યા ઊભી થાઈ છે.

વધારે પડતા ખારા, ખાટા, તીખા, ઉષ્ણ, તીક્ષ્ણ ગુણોવાળાં આહાર દ્રવ્યોનો સતત કે વધારે ઉપયોગ કરવાથી પણ વાળ ખરવાનું શરૂ થઈ શકે છે. વિરુદ્ધ આહાર-વિહારથી ખુબજ પ્રમાણમાં વાળ ખરી શકે છે.

બાળકોમાં વાળ ખરવાની સમસ્યા વાળમાં ગંદકી, ફંગલ ઈન્ફેક્શન, વારસાગત ટાલ, હેરસ્ટાઈલ, પોષણની ઊણપ, સર્જરી, કીમોથેરપિ વગેરેના લીધે થાઈ છે. ટેનિયા કેપિટિસ બાળકોમાં થતું સામાન્ય ફંગલ ઈન્ફેક્શન છે, જેનાથી વાળ ખરી શકે છે.

ઘણી વાર મૂંઝવણ, કબજિયાત, અરુચિ, ઝાડા, વજન ઘટવું, ઊલટી તાવ, દુખાવો અથવા ત્વચા રોગની સાથે વાળ ખરતા દેખાય છે. ઘણીવાર કોઈ જાતની બીમારી, આહાર, દવાઓનું સેવન, પ્રસૂતિ વગેરેને કારણે અચાનક જ વાળ ખરવા લાગે છે.

વાળ ખરવાની સમસ્યાને દૂર કરવા માટેની મહત્વપૂર્ણ ઉપાયો:

જો માથા પર ટાલ પડવા લાગી હોઈ, તો પછી તેના પર દરરોજ ડુંગળી અને લીંબુનો રસ સમાન પ્રમાણમાં લગાવવો જોઈએ, અને અડધા કલાક પછી તમારા માથુ ધોઈ નાખવુ . લીમડાના પાન અને આમળા ને પાણીમાં ઉકાળવા. આ પાણીને ઠંડુ કરો અને તે પણી થી માથું ધોઈ લેવું. આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરવો.

એક ચમચી વરિયાળીને પાણીમાં ઉકાળો. પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળવું ,પછી તેને ઠંડુ કરી તેનાથી માથું ધોઈ લો. એક ચમચી મેથીના દાણા થોડા પાણીમાં નાંખીને તેને આખી રાત પલાળી રાખવા. આ પાણીને સવારે ઉકાળવું અને ઠંડુ થયા પછી તેના થી માથુ ધોઈ લેવું .

ઓલિવ તેલને હળવું ગરમ કરવું . તેમાં એક ચમચી મધ અને તજ પાવડર ભેળવવો. પછી વાળના મૂળમાં લગાવો. અને પંદર મિનિટ પછી માથું ધોઈ લેવું. બે ચમચી દહીં માં કેટલાક મીઠી લીંમડીના પાંદડા ને  મિક્ષ કરીને વાળ પર લગાવો. અડધા કલાક પછી માથું ધોઈ લેવું.

આહાર પૌષ્ટિક-સમતોલ અને છ પ્રકાર ના રસોવાળો હોવો જરૂરી છે . બ્રાહ્મી, આમળાં, ભાંગરો, દૂધી, રતાંજળી, મેથી જેવા દ્રવ્યોથી ઘરે બનાવેલું જ તેલ વાપરવું. તેલ નાંખ્યા પછી સવારના તડકામાં અડધો કલાક બેસવા થી લાભ થાઈ છે.

આહારમાં દૂધ અને ઋતુ પ્રમાણેનાં ફળોનો વધારે ઉપયોગ કરવો. કોસ્ટિક સોડા જેવા જલદ દ્રવ્યો  હોય એવા સાબુનો ઉપયોગ કરવો નહીં. અરીઠા, શિકાકાઈ, મઠો, ત્રિફળા, બેસન, છાશ વગેરે દ્રવ્યોથી વાળ વારંવાર ધોવા જોઈએ. રાત્રી જાગરણ, ચિંતા, ટેન્શન, ભય, ગુસ્સાથી બચવું જોઈએ.

વાળ ને ખરતા અટકાવવા માટે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો અને વાળને ધોયા પછી તેને સીરમ કે કંડિશનર લગાડો. નવશેકા તેલથી માલિશ કરવી. તેનાથી વાળમાં ચમક જળવાઈ રહે છે. ભોજનમાં દૂધ, ફળ, લીલાં શાકભાજી, પીળાં શાકભાજી, માછલીનો સમાવેશ અવશ્ય પણે કરવો. ખૂબ પ્રમાણ માં પાણી પીવું.

કડવા લીમડાના પાનને ધોઈને થોડાં પાણીમાં ઉકાળી લો. પાણીને ઠંડુ પાડીને તેનાથી વાળ ધોવો.  કોપરેલમાં લીમડાનું તેલ ઉમેરીને માથામાં તેનું માલિશ કરવી. એક કપ સરસિયાના તેલ માં પાંચ ચમચી મહેંદીના પાન નાંખીને તેલને ઉકાળો. પાંચ-દસ મિનિટ બાદ તેલને ઠંડુ પાડીને, ગાળીને ભરી લો, આ તેલથી માથામાં માલિશ કરો. ખરતા વાળનો આ શ્રેષ્ઠ ઉપચાર મનાય છે.

થોડાંક મેથીના દાણાં લો અને તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. આ દાણાંને આમળા, અરીઠા અને શિકાકાઈના પાઉડરમાં મેળવો. પછી તેમાં લીંબુની સૂકી છાલ અને બે ઈંડા ઉમેરો. બધી ચીજોને મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ મિશ્રણનું માથામાં માલિશ કરીને પંદર-વીસ મિનિટ સુધી રાખો પછી વાળને શેમ્પૂથી ધોઈ લો. આ ખરતા વાળ માટેનો શ્રેષ્ઠ ઉપાય છે.

એક ઈંડાની જરદીમાં થોડો આમળાનો પાઉડર મિક્સ કરીને તે મિશ્રણને માથામાં ઘસો. એને ત્રીસ મિનિટ રહેવા દેવું અને પછી વાળ ધોઈ નાંખો. ઈંડાની જરદીમાં મધ મેળવીને તેનાથી માથામાં માલિશ કરી, ત્રીસ મિનિટ બાદ વાળને ધોઈ લેવા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top