આજે માથામાં ડૅંડ્રફની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ચુકી છે. તેના કારણે વાળ ઉતરવા તથા ખંજવાળ ઊભી થવા જેવી સમસ્યાઓ પેદા થઈ જાય છે. ઘણા લોકો એમ માને છે કે માથામાં ડૅંડ્રફ ત્યારે જ થાય છે કે જ્યારે આપણા માથાની ત્વચા શુષ્ક હોય, પરંતુ આ કારણ તદ્દન ખોટુ છે, કારણ કે તેની પાછળ છુપાયેલી છે એક યીસ્ટ કે જે માથાની મૃત ત્વચાને ખાઈ જાય છે તેમજ માથામાં જામેલા તેલને. તેથી માથાની ત્વચાની કોશિકા બહુ ઝડપથી ઝરવા લાગે છે અને આપણે સમજીએ છીએ કે આપણા માથામાં ડૅંડ્રફ થઈ ગયો છે.
વાળની સમસ્યા માત્ર મહિલાઓમાં જ નહીં, પુરુષોમાં પણ જોવા મળે છે. ખોડો વધી જવાને કારણે ચહેરા, માથા, ગળા અને પીઠ વગેરે પર ખીલની સમસ્યા પણ સર્જાઇ શકે છે. શરૂઆતમાં આ સમસ્યા સ્કાલ્પની ઉપરની સપાટી પર થાય છે પણ ધીમેધીમે આ અંદર પણ ફેલાવા લાગે છે. વાસ્તવમાં ખોડો આપણા માથાની ત્વચાના મૃત કોષોમાંથી પેદા થાય છે. ખોડાથી માથા ખંજવાળ આવે થે અને વાળ ખરવા લાગે છે.
ઘણા લોકોને ટેવ હોય છે કે તે હુંફાળા પાણીથી વાળ ધોતા હોય છે. આમ કરવા પાછળનું કારણ હોય છે કે તેમની માન્યતા હોય છે કે તેનાથી ખોડો દૂર થાય છે. પરંતુ આમ કરવું નહીં, હુંફાળા પાણીથી વાળ ધોવામાં આવે તો માથાની ત્વચાને નુકસાન થાય છે. એટલા માટે વાળ હંમેશા ઠંડા પાણીથી જ ધોવા જોઈએ.
વધારે પડતું સ્ટ્રોંગ તેલ વાળ ખરવાની સમસ્યા વધારી શકે છે. આવામાં જડીબુટ્ટીયુક્ત લીમડા અને કાળા તલને મિક્સ કરીને વધુ ખોડાવાળા ભાગમાં અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત લગાવો.
ખોડાથી બચવા માટે જૈતુનના તેલમાં આદુના રસના થોડા ટીપાં મિક્સ કરી વાળના જડમાં લગાવી એક કલાક માટે રહેવા દો અને પછી શેમ્પૂથી ધોઇ લો. ખોડાની સમસ્યા થતાં સ્કાલ્પની સફાઈનું ધ્યાન રાખવું જરૂરી છે. માટે અઠવાડિયામાં બેથી ત્રણ વખત હર્બલ શેમ્પૂ કરવું જોઇએ અને વાળનું સારી રીતે કન્ડિશનિંગ કરવું જોઇએ.
આમળા વાળ માટે લાભદાયક ગણાય છે. આમળાના રસને અને લીંબુના રસને મિક્સ કરીને માથામાં ઘસો. અડધો કલાક બાદ વાળ ધોઈ લો. મેથીના દાણાની પેસ્ટ બનાવીને માથામાં લગાવો. અડધા કલાક બાદ વાળને ધોઈ નાખો. સ્નાન કરતા 20 મિનિટ પહેલા એલોવેરા જૅલ પોતાના માથા પર લગાવો. 20 મિનિટ માટે છોડ્યા બાદ વાળને શૅમ્પૂથી ધુઓ.
લિમડાના કેટલાક પાંદડાઓને પાતળું પીસી લેપ બનાવી લો અને સીધું જ પોતાના સૂકા માથા પર લગાવો. આ લેપ એક કલાક સુધી રાખ્યા બાદ ગરમ કે ઠંડા પાણીથી માથુ ધોઈ નાખો. પોતાના માથા પર ડુંગળીનો લેપ લગાવો અને તેને એક કલાક સુધી રહેવા દો. તેને સારી રીતે ધોયા બાદ તાજા લિંબુ રસથી માલિશ કરો કે જેથી વાળમાંથી ડુંગળીની ગંધ નિકળી જાય.
બે ચમચા શુદ્ધ વિનેગરમાં છ ચમચા પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. શેમ્પૂ કર્યા બાદ તમારા વાળને આ મિશ્રણથી ધુઓ. ત્રણ મહિના સુધી સપ્તાહમાં એકવાર આ પ્રમાણે કરો.દહીં અને સૂકી મેથીને રાત્રે પલાળી દો. સવારે વાળ ધોવાના અડધા કલાક પહેલાં આ મિશ્રણને માથામાં લગાવીને રાખો. ખોડો દૂર થઈ જશે.
એક ચમચી લીંબૂના રસમાં દહીં ઉમેરી અને માથામાં લગાવો, 10થી 15 મિનિટ પછી વાળ ઠંડા પાણીથી સાફ કરી લેવા. લીંબૂનો રસ માથું ધોવાના પાણીમાં પણ ઉમેરી શકાય છે. લીંબુનો રસ માથાની ચામડી પર નાખવાથી ખોડો દૂર થાય છે અને વાળ મજબૂત બને છે.
વાળને મોઈશ્ચરાઈઝ કરવા માટે નાળિયેરનું તેલ લાભકારી છે.નારિયેળ તેલમાં કપૂર મિક્સ કરીને લગાવવાથી ખોડો દૂર થાય છે.સપ્તાહમાં ઓછામાં ઓછું એકવાર નાળિયેરનું તેલ લગાવવું 10 મિનિટ માલિસ કરવી અને પછી 1 કલાક બાદ વાળ સાફ કરી લેવા
કડવા લીમડાના પાનનો રસ લીંબુના રસ સાથે મિક્સ કરી માથામાં લગભગ 30 મિનિટ સુધી રહેવા દો. પછી શેમ્પૂ કરી લો. શેમ્પૂ કરી માથામાં સરકો અને લીંબુનો રસ બરાબર માત્રામાં લઇ લગવી 5-10 મિનિટ માટે રહેવા દો. પછી સાદા પાણીથી વાળ ધોઇ લો. વાળમાં ખોડો થવાથી વાળ નબળા થઇ તૂટવા લાગે છે. આવામાં ડુંગળીનો રસ લગાવો. અડધો કલાક બાદ એક મગમાં લીંબુના થોડાં ટીપાં નાંખી તે પાણીથી ધુઓ.
રોજ રાતે વાળના મૂળમાં સરસવના તેલથી માલિશ કરવી. સવારે શિકાકાઈ પાણીમાં ઉકાળી તે પાણીથી વાળ ધોવા.ગ્લીસરિન અને ગુલાબજળને રોજ વાળના મૂળમાં લગાવવાથી આ સમસ્યા દૂર થઇ શકે છે.વારંવાર વાળમાં કાંસકો ન ફેરવશો, આમ કરવાથી સ્કાલ્પમાંથી વધુ તેલ નીકળવાથી પણ ખોડાની સમસ્યા વધી જાય છે.
ખાનપાન વાળ ના સ્વાસ્થ્ય મારે મહત્વ ધરાવે છે. લીલા પાંદડાવાળા શાકભાજી, ફણગાવેલું અનાજ, કાકડી, બાફેલા શાકભાજી, ગાજર વગેરેને ભોજનમાં સામેલ કરો. કોલેસ્ટ્રોલ વાળના ગ્રોથમાં અડચણરૂપ બને છે. માટે તેની માત્રા ઓછી હોવી જોઇએ.વાળમાં દરરોજ બ્રશ કરો અમે માલિશ કરવાથી ખોડાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. કારણ કે આ ઉપચારોથી લોહીનો સંચાર તીવ્ર બને છે અને મૃત ત્વચા નીકળી જાય છે.
વાળમાં ખોડો થવાથી વાળ નબળા થઇ તૂટવા લાગે છે. આવામાં ડુંગળીનો રસ લગાવો. અડધો કલાક બાદ એક મગમાં લીંબુના થોડાં ટીપાં નાંખી તે પાણીથી ધુઓ.