કાલમેઘ એક ઔષધિ છે. તેના પાંદડા લીલા મરચાંના પાંદડાની જેમ પીળા હોય છે. કાલમેઘના મૂળ નાના, પાતળા, લાંબા અને સ્વાદમાં ખૂબ કડવા હોય છે. કાલમેઘ એક એવો છોડ છે, જે ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કાલમેઘથી થતાં અનેક ફાયદાઓ વિશે.
ઘણા લોકો શારીરિક નબળાઇની ફરિયાદ કરે છે. તેમાં કાલમેઘનો ઉપયોગ કરી શકાય છે. આ માટે કાલમેઘના પાનનો 10-20 મિલી ઉકાળો નિયમિત પીવો જોઈએ. તે શારીરિક નબળાઈ દૂર કરે છે. કાલમેઘ, લીમડની છાલ, ત્રિફલા, પરવળનાં પાન, વાસા, ગિલોય, અને ભૃગરાજ જેવી દવાઓથી ઉકાળો બનાવો. ઉકાળોમાં 10 મિલી મધ નાખીને પીવાથી એસિડિટીમાં રાહત થાય છે.
પેટના રોગમાં, કાલમેઘનો પાવડર 1-2 ગ્રામ પીવો. તેનાથી પેટમાં તેમજ ડાયાબિટીસ વગેરેમાં પણ ફાયદો થાય છે. કાલમેઘ તાવ માટે શ્રેષ્ઠ છે, જીર્ણ જવર માટે ઉત્તમ છે. રાત્રે ગરમ પાણી સાથે અડધી ચમચી કાલમેઘ પાઉડર ચપટી સૂંઠ નાખી વાસણ ઢાંકી સવારે એક અઠવાડીયા સુધી પીવાથી તાવ મટે છે. કાલમેઘ પૌષ્ટિક અને પાચક રસનો સ્ત્રાવ કરે છે. એટલે તેનાથી ભૂખ લાગે છે, ખોરાક જલ્દી પચે છે.
અપચોમાં કલામેઘના પાનનો ઉકાળો બનાવો. આ 10 મિલીલીટર ઉકાળો પીવો. તેનાથી અપચામાં રાહત મળે છે. આ ઉકાળો લેવાથી ઉલટી, તાવ, કફની સાથે ખંજવાળ જેવા ત્વચાના રોગો મટે છે. 2 ગ્રામ ધમાસો અને 4 ગ્રામ કાલમેઘને આખી રાત પાણીમાં પલાળી રાખો. સાવરે તેની પેસ્ટ બનાવો. સવાર-સાંજ તેનું સેવન દૂધ સાથે કરો. તે ખંજવાળના ગંભીર રોગને પણ મટાડે છે.
કાલમેઘમાં લીવરના રોગો અને કેન્સર સામે રક્ષણ આપવાની ક્ષમતા છે. ચયાપચય, શરીરમાં નવું લોહી બનાવે છે. તેમા મીથેનોલ હોવાથી કેન્સર સામે લડવામાં ઉપયોગી છે. તે લોહી બનાવવા માટે અને એનિમિયા ના લક્ષણ દુર કરવા માટે વપરાય છે.
નાગરમોથા, ઇન્દ્રાયણ, કાલમેઘ અને ચંદન સમાન પ્રમાણમાં લઈ તેનો ઉકાળો બનાવો. પિત્તના વિકારને કારણે થતાં ઝાડામાં 10-20 મિલીલીટર નો ઉકાળો પીવાથી ફાયદો થાય છે. જો પેટમાં કૃમિ હોય, તો કાલમેઘના પાવડરનો ઉકાળો બનાવીને 10-20 મિલિલીટર પીવાથી ફાયદો થાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ વધુ પડતી ઉલટીની ફરિયાદ કરે છે. 2 ગ્રામ કાલમેઘની પેસ્ટમાં ખાંડ ઉમેરીને ખાઓ. આ ગર્ભાવસ્થામાં વારંવાર થતી ઉલટી બંધ કરે છે. પિત્તને લગતા રોગોમાં આંમળા, નાગરમોથા, અને કુટકી લઈ તેનો ઉકાળો બનાવો. આ ઉકાળો 20-30 મિલીલીટર પીવાથી ફાયદો થાય છે.
પેશાબના રોગમાં 1-2 ગ્રામ કાલમેઘનું ચુર્ણ લઈ તેનો 10-20 મિલિલીટરનો ઉકાળો બનાવો. આ ઉકાળો પીવાથી તે પેશાબની સમસ્યા જેવી કે પેશાબમાં દુખાવો, તૂટક તૂટક પેશાબ વગેરે સમસ્યાઓ મટાડે છે. જો સોજો મટાડવો હોય તો કાલમેઘ અને સુંઠ ને સમાન પ્રમાણમાં શેકીને ચૂર્ણ બનાવો. આ 2 ગ્રામ ચૂર્ણ પાણી સાથે પીવાથી સોજો ઓછો થાય છે.
કાલમેઘનો ઉપયોગ બળતરા ઘટાડવામાં મદદ કરે છે. માટીના વાસણમાં કાલમેઘ પાંદડા નાંખો. તેની ઉપર કોથમીરના પાંદડા નાંખો. તેને પાણીમાં પલાળીને આખી રાત મૂકી રાખો. સવારે બહાર કાઢો અને તેને હાથ અને પગ પર લગાવો. તે શરીરની બળતરાને દૂર કરે છે.
બવાસીરમાં કાલમેઘનો ઉપયોગ કરી શકાય છે. ઇન્દ્રાયણ, પીપ્પલી, ચિત્રક, અપમાર્ગાનાં બીજ લો. તેને શેકી લો અને તેમા સિંધવ મીઠું નાખો. આ બધુ સમાન માત્રામાં ભેળવીને પાવડર બનાવો. પાઉડરમાં સમાન પ્રમાણમાં ગોળ મિક્સ કરો. આ મિશ્રણનું સવાર-સાંજ સેવન કરો. તેનાથી બવાસીરમાં ફાયદો થાય છે.
ટીબી એ એક ગંભીર રોગ છે, પરંતુ જો ટીબી રોગમાં કાલમેઘનું સેવન કરો તો તેનો ઘણો ફાયદો થાય છે. ટીબી રોગમાં 1 ગ્રામ કાળા મરીનો પાઉડર 2 ગ્રામ કાલમેઘના પાવડરમાં ભેળવી લો. 1 મહિના સુધી તેનું સેવન કરવાથી ટીબી રોગમાં ફાયદો થાય છે.
કાલમેઘનું સેવન કરવાથી તમારી અનિદ્રાની સમસ્યા દૂર થઈ શકે છે, કારણ કે, તેમાં કેટલાક એવા તત્વો હોય છે જે ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે. કાલમેઘના પાન પીસીને સાપના ડંખ પર લગાવો. તે સાપનું ઝેર તેમજ વીંછીનું ઝેર, પીડા અને બળતરામાં ફાયદાકારક છે.