આપણે સૌપ્રથમ જાણીએ અશક્તિ, નબળાઈ માંથી બહાર આવવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ. ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આવે છે. જેને અશક્તિ રહેતી હોય તેને ગાજરનો રસ ખૂબ ફાયદાકારક થાય છે. જમ્યા પછી ત્રણચાર પાકા કેળાં ખાવાથી અશક્તિ દૂર થાય છે.
એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે. અંજીરને દૂધમાં ઉકાળીને ખાવાથી અને તે દૂધ પીવાથી શક્તિ આવે છે. લોહી વધે છે. ખજૂર ખાઈ, ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી, ઘા વાગવાથી કે ઘામાંથી પુષ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ, અશક્તિ દૂર થાય છે. રોજ સવારે અને રાત્રે સૂતી વખતે સાકર અને સોનામુખી સરખે ભાગે લઈ ચૂર્ણ પીવાથી અશક્તિ મટે છે.
સફેદ કાંદો ચોખા ઘીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઈ, ફેફસાંની નબળાઈ, ધાતુ ની નબળાઈ દૂર થાય છે. મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. પાંચ પેશી ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવાથી અને પછી અડધો કલાક ઊંઘ લેવાથી નબળાઈ દૂર થઈ શક્તિ અને વજન વધે છે. દૂધમાં બદામ, પિસ્તાં, એલચી, કેસર અને ખાંડ નાખી ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ આવે છે.
એક સૂકું અંજીર અને પાંચ દસ બદામ અને સાકર દૂધમાં ઉકાળીને પીવાથી લોહીની શુદ્ધિ થઈ, ગરમી મટી, શરીરમાં શક્તિ વધે છે. ચણાના લોટનો મોહનથાળ અથવા મેસૂબ બનાવી રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે અને શક્તિ આવે છે.
ફણગાવેલા ચણા રોજ સવારે ખાવાથી શરીર બળવાન અને પુષ્ટ બને છે. કિંમતી દવાઓ કરતાં આ ઉપાય સસ્તો અને સચોટ છે, પણ ચણા પચે તેટલા માફકસર જ ખાવા. ઘીમાં શેકેલા કાંદા સાથે શીરો ખાવાથી માંદગીમાંથી ઉઠયા પછી આવેલી અશક્તિ દૂર થઈ જલ્દી શક્તિ આવે છે.
હવે આપણે જાણીશું ચક્કરથી છુટકારો મેળવવા શું કરવું જોઈએ. મરીનું ચૂર્ણ સાકર અને ઘી સાથે લેવાથી માથાની ચક્કર, ભ્રમ વગેરે મટે છે. લીંબુના રસમાં મધ અને પાણી મેળવી પીવાથી ચક્કર આવતાં બંધ થાય છે. ચક્કર આવવાની ફરિયાદમાં સૂકી દ્રાક્ષ 20-25 ગ્રામ લઇ જરૂરી પ્રમાણમાં ગાયના ઘીમાં સાંતળી, ધીમે ધીમે બબ્બે ચારચાર કરી ખાઈ લેવી. દરરોજ સવાર-સાંજ આ ઉપાય નિયમિત કરવાથી લાભ થાપ છે.
મેથીના કુમળા પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઈ શક્તિ આવે છે. સૂકી ખારેકનું 200 ગ્રામ ચૂર્ણ બનાવી, તેમાં 25 ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી, બાટલી ભરી દેવી. તેમાંથી 5 થી 10 ગ્રામ ચૂર્ણ 200 ગ્રામ દૂધમાં ઉકાળી, તેમાં જરૂર જેટલી ખાંડ નાખી, સવારે પીવાથી શક્તિ આવે છે.
ચક્કર આવે ત્યારે ધાણા નો પાવડર દસ ગ્રામ અને આંબળાનો પાવડર દસ ગ્રામ લઈને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દો. સવારે સારી રીતે ભેળવીને પી લો. તેનાથી ચક્કર આવવાના બંધ થઇ જશે. પીંપળાનાં પાન કે છાલનો ઉકાળો પીવાથી ચક્કર આવવાની ફરિયાદ મટે છે.
ઘઉંના લોટની પાતળી રાબ કરી સહેજ ગંઠોડા નો ભૂકો નાખી, પીવાથી ચક્કર આવતા બંધ થાય છે. રોજ સવારે નરણા કોઠે આખા મરી ગળી જવાથી ચક્કર આવતાં મટે છે. લીંબુના રસમાં મધ અને પાણી મેળવી પીવાથી ચક્કર આવતાં બંધ થાય છે.
ચક્કર આવે તો તુલસીના રસમાં ખાંડ ભેળવીને સેવન કરવાથી કે તુલસીના પાંદડામાં મધ ભેળવીને ચાટવાથી ચક્કર આવવાના બંધ થઈ જાય છે. હવે આપણે જાણીશું ડિપ્રેશનથી છુટકારો મેળવવા કયા કયા ઉપાયો કરવા જોઈએ.
પાકી કેરીનો રસ, દૂધ, આદુનો રસ અને ખાંડ જરૂરી પ્રમાણમાં એકરસ કરી દરરોજ સવાર સાંજ ધીમે ધીમે પી જવાથી ડીપ્રેશનમાં બહુ ફાયદો થાય છે. દરરોજ રોવાર-સાંજ બબ્બે આખરોટ ખૂબ ચાવીને ખાવાથી એકાદ મહિનામાં ડીપ્રેશન થી મુક્તિ મળે છે. આ પ્રયોગથી બીજા નાના-મોટા મનોવિકાર પણ દૂર થાય છે.
દરરોજ સવારમાં આઠ-દસ તુલસીનાં પાન ચાવી ચાવીને ખાવાથી તથા દર બે કલાકે તુલસીનાં પાન મસળીને સુગંધ લેવાથી ડીપ્રેશનમાં લાભ થાય છે. તુલસીનાં પાન દર બે કલાકે મેળવવાં શક્ય ન હોય તો બજારમાં મળતું તુલસીનું સત્વ શીશીમાં ભરી રાખી સૂંઘી શકાય. તુલસીનો નિયમિત પ્રયોગ ડીપ્રેશનથી દૂર કરે છે.