99% લોકો નથી જાણતા આ સામન્ય લગતી ઔષધિના આટલા બધા ફાયદા, અનેક ખતરનાક બીમારીથી થઈ જશે કાયમી છુટકારો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બાવળનાં ઝાડ બધી જગ્યાએ જોવા મળે છે. આના ૧૫ થી ૨૦ ફૂટ ઊંચા ઝાડ થાય છે. તેની પાતળી ડાળીઓ દાતણ કરવાના કામમાં આવે છે. આમલીનાં પાન જેવાં તેનાં પાન હોય છે. તેની શીંગ ૪-૫ ઇંચ લાંબી હોય છે અને અડધો ઇંચ પહોળી હોય છે. દરેક શીંગમાં ૧૦ થી ૧૨ બીજ હોય છે.

આયુર્વેદ મુજબ બાવળ એ ખૂબ સારી દવા છે. તેથી જો રોગોમાં બાવળનો ઉપયોગ કરો છો, તો તમને ઘણો ફાયદો થઈ શકે છે. બાવળની છાલ, ફળ, ગુંદર વગેરે ઔષધી તરીકે કામમાં આવે છે. ચાલો જાણીએ કે બાવળમાંથી કયા ફાયદા મેળવી શકાય છે.

વધારે પરસેવો થવાની સમસ્યામાં બાવળના પાન અને હરડેને સરખભાગે વાટી લો. આ મિશ્રણથી આખા શરીરની માલિશ કરો. અને થોડા સમય પછી સ્નાન કરો. થોડા દિવસો માટે આ પ્રયોગનો નિયમિત ઉપયોગ કરવાથી પરસેવો દૂર થાય છે. બાવળના પાનની પેસ્ટ લગાવવાથી પણ પરસેવો બંધ થાય છે.

જો શરીરના કોઈપણ ભાગમાં બળતરા થતી હોય તો બાવળની છાલનો ઉકાળો બનાવો. તેમાં ખાંડ મિક્સ કરીને પીવાથી બળતરા શાંત થાય છે. કમરના દુખાવામાં બાવળનો ફાયદો મેળવવા માટે બાવળની છાલ, શીંગો અને ગુંદરને સમાન માત્રામાં પીસી લો. દિવસમાં એક ચમચી 3 વખત પીવાથી પીઠના દુખાવામાં રાહત મળે છે.

ધાધર મટાડવા માટે બાવળના ફૂલોને પીસી લો. તેને ધાધર વાળા અંગ પર લગાવો. તે ખંજવાળમાં ફાયદાકારક છે. બાવળના પાન પીસીને ઘા પર લગાવો. તેનાથી ઘા તરત જ  સારો થાય છે. બાવળના પાન અને દાંડીની છાલનું ચુર્ણ બનાવો. આ મિશ્રણમાં 1-2 ગ્રામ મધ મિક્ષ કરીને ચાટવાથી ખાંસીમાં રાહત મળે છે.

બાવળની છાલનો ઉકાળો બનાવો. જ્યારે ઉકાળો થોડો ઘટ્ટ થઈ જાય છે ત્યારે તેને 1-2 મિલી છાશ સાથે પીવો. તે પેટના રોગમાં ફાયદાકારક છે. પેટના દુખાવાથી રાહત મેળવવા માટે બાવળનાં ફળને શેકી લો. તેનો પાઉડર બનાવો અને તેને ગરમ પાણી સાથે પીવો. તેનાથી પેટના દુખાવામાં રાહત થાય છે.

ભૂખ ના લાગવી અને અરુચિની સમસ્યાને દૂર કરવા માટે બાવળના ફળનું અથાણું ખાવું જોઈએ. તેમા સિંધવ મીઠું નાખીને ખાવું જોઈએ. આ ભૂખમાં વધારો કરે છે અને અરૂચિને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. બાવળનું 1 ગ્રામ ચૂર્ણ પીવાથી પણ ખાંસી મટે છે.

બાવળના ફૂલને સરસવના તેલની અંદર ઉમેરી બરાબર પકાવી લો. ત્યારબાદ તે તેલને ગાળી લઈ અને દરરોજ કાનની અંદર તેના બે ટીપાં નાખવામાં આવે તો તેના કારણે કાનની અંદર થતા દરેક રોગોમાંથી છુટકારો મળે છે. તે સાથે સાથે કાનમાંથી રસી નીકળતા હોય તો તે પણ ઠીક થઈ જાય છે.

બાવળ મોંના ચાંદાની સમસ્યામાં પણ ફાયદો કરી શકે છે. બાવળની છાલના ઉકાળથી 2-3 વખત કોગળા કરો. તેનાથી મોંના ચાંદા મટે છે. જો દાંત નો દુખાવો થાય છે તો બાવળની છાલનો પાવડર કરો અને તેમાં બદામની છાલની રાખ ઉમેરી દો. તેમાં મીઠું નાખીને બ્રશ કરો. તેનાથી દાંતના દુખાવા મટે છે. બાવળની નરમ ડાળીઓથી દાતણ કરવાથી દાંત મજબૂત બને છે.

બાવળના પાન અને બાવળની છાલ લો. તેને એક ગ્લાસ પાણીમાં સમાન માત્રામાં પલાળી દો. સવારે આ પાણીને ગળી ને પાણીથી કોગળા કરવાથી ગળાના રોગો મટે છે. બાવળના નરમ પાનને ગાયના દૂધમાં પીસી લો. તેના રસ ને આંખોમાં 1-2 ટીપાં નાંખો. તે આંખનો દુખાવો મટાડે છે. તે આંખોની બળતરામાં પણ રાહત આપે છે.

જ્યારે આંખોમાંથી પાણી વહી જાય છે ત્યારે બાવળના પાનનો ઉકાળો બનાવો. તેમાં મધ ઉમેરી આંજણની જેમ આંખ માં લગાવો. આ આંખોની પાણીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. બાવળના પાન અને દાંડીની છાલનો ઉકાળો બનાવી આંખ ધોવાથી તે આંખોના અન્ય રોગોને પણ મટાડે છે.

એક ગ્લાસ પાણીમાં બાવળના પાંદડાઓ પલાળી તેને આખી રાત પાણીમાં રાખો. સવારે આ પાણી પીવો. તે પેશાબની સમસ્યાઓમાં રાહત આપે છે. તેવી જ રીતે, 15-30 મિલી બાવળની દાંડીની છાલનો ઉકાળો બનાવો. આ ઉકાળો પીવાથી વારંવાર પેશાબ કરવાની સમસ્યા મટે છે.

બાવળ ના પાન વાળને સ્વસ્થ રાખવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. બાવળના પાનની પેસ્ટને વાળમાં લગાવવાથી વાળને લગતી અનેક પ્રકારની સમસ્યામાં રાહત થાય છે. વાળ મજબૂત અને લાંબા બને છે. જો ઝાડાની સમસ્યા થઈ ગઈ હોય તો તેના માટે બાવળની સિંગો આમળા અને જાયફળના બીજને ઉકાળી લઈ તે પાણી પીવું જોઈએ. આમ કરવાથી ઝાડાની સમસ્યામાંથી રાહત મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top