આ શક્તિશાળી ઔષધિ ગળા, દાંત અને પેટના હઠીલા રોગોને માત્ર થોડા સમયમાં કરી દેશે દૂર, જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વાવડીંગની વેલ તેની નજીકના ઝાડ ઉપર ચડે છે. તેની ડાળીઓ પાતળી અને લાંબી હોય છે. ડાળીઓ ઉપર ગાંઠો જોવા મળે છે. ઔષધમાં મુખ્યત્વે આના સૂકાં ફળો વપરાય છે. જેને વાવડીંગ તરીકે ઓળખવામાં આવે  છે. તે અરુચિ, અગ્નિમાંદ્ય, અજીર્ણ, કૃમિ, દમ, ઉધરસ, હૃદયરોગ, કબજિયાત, કૃમિ તથા મેદનો નાશ કરનાર છે.

આયુર્વેદ પ્રમાણે આ વાવડિંગ સ્વાદમાં તીખા અને તૂરા, તીક્ષ્ણ, ગરમ, પચવામાં હળવા, જઠરાગ્નિ દૂર કરનાર, આહારનું પાચન કરનાર, રુચિકર્તા, કફ અને વાયુનો નાશ કરનાર, મળને સરકાવનાર, રક્તશુદ્ધિકર અને હૃદયને બળ આપનાર છે.

તો ચાલો હવે આપણે જાણીએ વાવડીંગ થી થતાં અનેક લાભો વિશે : વાવડીંગના ફળના પાવડરમાં થોડી હિંગ નાખીને દાંતની નીચે રાખવાથી દાંતનો દુખાવો મટે છે. ગોળ સાથે વાવડીંગના ફળનો 2 ગ્રામ બારીક પાવડર મેળવીને સૂવાના સમયે દર્દીને ખવડાવવાથી પેટના કીડા દૂર થાય છે.

વાવડીંગના ફળના પાવડર અને પીપળીનો પાવડર સમાન પ્રમાણમાં ભેળવીને, માસિક સ્રાવ પછીના ૨૦ દિવસ સાંજે 1 ચમચી ખાવાથી સ્ત્રી ગર્ભવતી થાય છે. પેટમાં દુખાવો અથવા ઉલટી થવા પર સવારે અને સાંજે છાશ સાથે અડધો ચમચી વાવડીંગના ફળનો પાવડર પીવાથી પેટનો દુખાવો અથવા ઉલટી બંધ થાય છે.

વાવડીંગના 5-6 દાણા પીસીને દરરોજ મધ સાથે ખાવાથી નાના બાળકોના તમામ રોગોમાં ફાયદો થાય  છે. ચામડીના રોગોમાં પાણીમાં વાવડીંગના ફળનો પાઉડર નાંખીને લગાવવાથી રોગોમાં ફાયદો થાય છે. કબજિયાતમાં પણ વાવડિંગ શ્રેષ્ઠ પરિણામ આપે છે. વાવડિંગ અને અજમાનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ અડધીથી એક ચમચી જેટલું રોજ રાત્રે લેવાથી સવારે પેટ સાફ થાય છે અને મળશુદ્ધિ થાય છે.

અડધી ચમચી વાવડીંગના ફળનો પાવડર અને એક ચમચી લસણ પાવડર મિક્સ કરીને સવાર-સાંજ નિયમિત ખાવાથી માથાનો દુખાવો અને સંધિવાનાં રોગમાં ફાયદો થાય છે. વાવડીંગના ફળનો બારીક પાવડર વારંવાર સૂંઘવાથી શરદી મટે છે.

ભૂખ લગાડનાર અને આહારનું પાચન કરનાર હોવાથી વાવડિંગ પાચન સંબંધી વિકારોમાં પણ લાભકારી છે. અજીર્ણ, ઝાડા, સંગ્રહણી જેવા વિકારોમાં વાવડિંગ, સૂંઠ, ધાણા, જીરું અને કડાછાલ સપ્રમાણ લઈ, ભૂક્કો કરી, બે ચમચી જેટલા આ ભૂકાનો ઉકાળો કરી સવાર-સાંજ પીવાથી ફાયદો થાય છે.

દાંતના દુખાવામાં 10 ગ્રામ વાવડીંગ, 10 ગ્રામ અજવાઈ અને 10 ગ્રામ અક્કલકરો પીસીને ગાળીને ચુર્ણ બનાવો. આ ચુર્ણ સાથે દરરોજ બ્રશ કરવાથી દાંત અને પેઢાની પીડા દૂર થાય છે થોડી હિંગ સાથે વાવડીંગના ફળનો પાવડર મિક્ષ કરીને દાંતના ખોળામાં ભરો. આ મિશ્રણ પેઢામાંથી પરુ નીકળતું બંધ કરે છે અને દાંતના દુખાવા મટાડે છે.

જીભ બળતી હોય તો નાના મરીનો રસ અને વાવડીંગનો ઉકાળો બનાવી જીભને ધોઈ લો અને તેનો પાઉડર લગાવીને જીભ પર લગાવી લાળ દૂર કરો. 5 ગ્રામ વાવડિંગ, સિંધવ મીઠું, ખાંડ, જાવખાર, પેઠાનો રસ, તલનો ખાર મિક્સ કરીને ઉકાળો બનાવો. આ ઉકાળો દરરોજ સવારે અને સાંજે પીવાથી તમામ પ્રકારની પથરી દૂર થાય છે.

પીપળી અને વાવડીંગ બંનેને પાણીમાં પીસવું. નાસ અને આંજનની જેમ તેનો ઉપયોગ કરવાથી કમળા ફાયદો થાય છે. વાવડિંગના મૂળ અને દાણા ગૌમૂત્ર સાથે પીસી લો અને તેને કોઢ વાળા ભાગ પર લગાવવાથી કોઢમાં ફાયદો થાય છે. વાવડીંગ ડાયાબિટીસની સારવારમાં પણ ફાયદાકારક સાબિત થાય છે.

મોંના અલ્સર અને ગળાના રોગમાં વાવડીંગનો ઉપયોગ થાય છે. દમ અને ક્ષય રોગમાં પણ વાવડીંગનો ઉપયોગ ફાયદાકારક છે. બાળકોને જો શરદી, ઉધરસ, દમ, સસણી વગેરે થયા કરતા હોય તો તેમને વાવડિંગ, અતિવિષની કળી, કાકડાશિંગી અને પીપર સરખા ભાગે લઈ ચૂર્ણ બનાવી, અડધી ચમચી જેટલું ચૂર્ણ મધ સાથે સવાર-સાંજ ચટાડવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top